Home તાજા સમાચાર gujrati હોર્મુઝ સામુદ્રધુનીમાં ઑઇલ ટૅન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હુમલો – ન્યૂઝ અપડેટ

હોર્મુઝ સામુદ્રધુનીમાં ઑઇલ ટૅન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હુમલો – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

ઈરાન, હોર્મુઝ સામુદ્રધુની, હોર્મુઝ જળમાર્ગ મધ્યપૂર્વ યુદ્ધ અમેરિકા ટ્રમ્પ ખામેનેઈ સેના ડ્રૉન મિસાઇલ ટૅન્કર ઑઇલ તેલ પેટ્રોલ ડીઝલ

ઇમેજ સ્રોત, Handout / ROYAL THAI NAVY / AFP via Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

હોર્મુઝની સામુદ્રધુનીમાં એક ઑઇલ ટૅન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

બ્રિટિશ મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ ઑર્ગેનાઇઝેશન (યુકેએમટીઓ) મુજબ, હુમલા બાદ ટૅન્કરનું ઍન્જિન રૂમ ક્ષતિગ્રસ્ત થયું અને જહાજ અશક્ત બની ગયું.

યુકેએમટીઓને ટૅન્કરના કૅપ્ટને ઘટનાની જાણકારી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ ઘટના ઓમાનના જળક્ષેત્રમાં અલ-શિશા વિસ્તારથી આશરે 16 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં બની હતી.

સોમવારે સાંજે જાહેર કરાયેલા નિવેદનમાં યુકેએમટીઓએ જણાવ્યું કે ઑઇલ ટૅન્કરના કૅપ્ટને જહાજ અજ્ઞાત પ્રોજેક્ટાઇલની ચપેટમાં આવ્યાની માહિતી આપી હતી. જેના કારણે ઍન્જિન રૂમને નુકસાન પહોંચ્યું અને જહાજની અવરજવર બંધ થઈ ગઈ.

જોકે, જહાજના ક્રૂના તમામ સભ્યો સુરક્ષિત છે અને તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે.

આ ઘટનાના એક દિવસ પહેલા પણ યુકેએમટીઓએ હોર્મુઝમાં વેપારી જહાજોની અવરજવર અંગે માહિતી આપી હતી.

યુકેએમટીઓ મુજબ, છેલ્લા 48 કલાક દરમિયાન આ સમુદ્રી માર્ગ પર વેપારી જહાજોની અવરજવરમાં ઘટાડો નોંધાયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS