Home તાજા સમાચાર gujrati કોડીનાર : ફળિયામાં સૂતેલા યુવાનને સિંહણ ખેંચી ગઈ, ઘરથી દૂર મૃતદેહ મળ્યો,...

કોડીનાર : ફળિયામાં સૂતેલા યુવાનને સિંહણ ખેંચી ગઈ, ઘરથી દૂર મૃતદેહ મળ્યો, એ રાતે શું બન્યું હતું?

9
0

Source : BBC NEWS

ગુજરાત, ગીર, કોડીનાર, સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર ગિર ગીર અભયારણ્ય પશુ વન્ય પશુ હુમલા માણસો પર હુમલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

“અત્યાર મારી માથે બધી જવાબદારી આવી ગઈ છે. પિતા, મારાં ભાભી, એમનાં બાળકો, મારાં બાળકો સહિત બધાંની જવાબદારી મારી છે. જો હું ભાંગી જાઉં કે તૂટી જાઉં તો આ બધાં રઝળી પડે. હું જીવીશ ત્યાં સુધી બાળકો સહિત પરિવારનું પેટ ભરતો રહીશ. મારી પાસે બીજો કોઈ આધાર નથી, બે-પાંચ વીઘા જમીન પણ નથી, માત્ર મજૂરી કરીશ અને ગુજરાન ચલાવીશ.”

કોડીનાર તાલુકાના વલાદર ગામના મુકેશ રાઠોડ આ વાતથી વધુ આગળ કશું બોલી શકતા નથી.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે 30 વર્ષીય મહેશ પ્રતાપભાઈ રાઠોડ પોતાના ઘરની બહાર ફળિયામાં રાતના સમયે સૂતા હતા ત્યારે સિંહણે તેમના પર હુમલો કર્યો હોવાનું પરિવારે જણાવ્યું છે.

ઘરના સભ્યોએ મહેશ રાઠોડની શોધ કરી હતી, પણ તેઓ મળ્યા નહોતા. 12 ઑક્ટોબરેની રાતે આ ઘટના ઘટી હતી અને 13 તારીખની મોડી રાતે મહેશભાઈનો મૃતદેહ મળ્યો હતો.

મૃતક મહેશભાઈ મુકેશભાઈના મોટા ભાઈ હતા. મહેશભાઈને પાંચ બાળકો છે અને મુકેશભાઈને પણ પાંચ બાળકો છે.

તેમના ભાઈનું આ રીતે આકસ્મિક મોત થતા ઘરમાં ગમગીનીનો માહોલ છે અને મુકેશભાઈના માથે પરિવારને સંભાળવાની જવાબદારી આવી પડી છે.

આ રીતે ઘટના ઘટતા અને પ્રાણીઓ અને માનવ વચ્ચેના ઘર્ષણ બાદ હાલમાં ગામમાં પણ ભયનો માહોલ છે.

શરૂઆતમાં પરિવારને સહાયની ઓછી પડતી રકમ મામલે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે બાદમાં વન વિભાગના અધિકારીઓએ તેમની માગને પૂરી કરવાની ખાતરી આપતા મૃતદેહ સ્વીકારી લીધો છે.

‘ઘરે તાળું હોવાથી એ બહાર સૂઈ ગયો હતો’

ગુજરાત, ગીર, કોડીનાર, સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર ગિર ગીર અભયારણ્ય પશુ વન્ય પશુ હુમલા માણસો પર હુમલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

મહેશભાઈના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. મૃતક મહેશભાઈનાં પત્નીની માનસિક સ્થિતિ પણ સારી રહેતી નથી. તેમના પિતા હાલમાં કામ કરી શકે એવી સ્થિતિમાં નથી.

મહેશભાઈ છેલ્લા બે મહિનાથી પોરબંદરમાં પરિવાર સાથે રહેતા અને એક કંપનીમાં કામ કરતા.

તેમના ભાઈ મુકેશ રાઠોડે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, તેમના દાદાનું અવસાન થયું હોવાથી મેં તેને ફોન કરીને બોલાવ્યો હતો.

“12 તારીખે એ (મહેશભાઈ) આવ્યો હતો અને રાતે મોડું થઈ ગયું હતું. પછી મારી વાડી (કંટાણા) આવ્યો હતો. બીજા દિવસે અમે જામવાળા મારા દાદાના બેસણામાં જવાના હતા.”

ગુજરાત, ગીર, કોડીનાર, સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર ગિર ગીર અભયારણ્ય પશુ વન્ય પશુ હુમલા માણસો પર હુમલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

મુકેશ રાઠોડ કંટાણામાં એક વાડીએ રહે છે અને ત્યાં જ મજૂરી કરે છે.

મુકેશ રાઠોડ કહે છે, “તેણે કહ્યું કે ગામ (વલાદર) આંટો મારતો આવું. એની પાસે મોબાઇલ પણ નહોતો. એ બાઇક લઈને ગામ જવા નીકળ્યો હતો. રસ્તામાં બાઇક બગડ્યું, એટલે કોઈએ એને રોડ પર ઉતારી દીધો હતો. એ પછી ઘરે પહોંચ્યો હતો.”

“અમારા ઘરે લાઇટ નથી. અમે વાડીએ રહેતા હોવાથી ઘરની આસપાસ ઘાસ ઊગી નીકળ્યું હતું, ઘરને પણ તાળું મારેલું હતું. આથી એ ઘરની બહાર સૂઈ ગયો હતો.”

“આ ઘટના કેટલા વાગ્યે બની એ અમને ખબર નથી, આખી રાત પૂરી થઈ અને હું બીજા દિવસે (13 તારીખ) જામવાળા ગયો. મેં આખો દિવસ એની રાહ જોઈ, પણ એ આવ્યો નહીં. પછી હું કંટાણા ગયો. મેં કુટુંબીજનોનો ફોન કરીને પૂછ્યું પણ તેની કોઈ ભાળ ન મળી.”

ગુજરાત, ગીર, કોડીનાર, સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર ગિર ગીર અભયારણ્ય પશુ વન્ય પશુ હુમલા માણસો પર હુમલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

મુકેશ રાઠોડ કહે છે, “પછી અમે એ જ રાતે વલાદર ગામ ગયા, ઘરે કોઈ હતું નહીં, એટલામાં અમારા ઘરની બાજુમાં લીટા પડેલા જોયા, લોહી પણ હતું. પછી અમે વન વિભાગને જાણ કરી અને સ્ટાફ આવ્યો ત્યારે અમે દિશા ગયા હતા. અમારાથી ઘરથી થોડે દૂર એક વોકળામાં જોયું તો મારો ભાઈ પડ્યો હતો, સિંહણ એને અડધો-પોણો ખાઈ ગઈ હતી.”

તેમણે કહ્યું, “સિંહણ ત્યાં જોવા મળી હતી, પણ એ પછી દેખાઈ નથી. 15 તારીખ સુધીમાં હજુ સુધી સિંહણ મળી નથી.”

મહેશ રાઠોડે કહ્યું કે વન વિભાગને અમે રજૂઆત કરી હતી અને ગામમાં તેમના ઘર સુધી લાઇટ આપવાની ખાતરી આપી છે.

આજુબાજુ જંગલથી ઘેરાયેલું ગામ

ગુજરાત, ગીર, કોડીનાર, સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર ગિર ગીર અભયારણ્ય પશુ વન્ય પશુ હુમલા માણસો પર હુમલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

કોડીનાર તાલુકાનું વલાદર જંગલથી ઘેરાયેલું છેવાડાનું ગામ છે અને ગામની વસ્તી અંદાજે 1,500-2,000 લોકોની છે. ગામનો વિસ્તાર મોટો છે.

ગામમાં અગાઉ પણ જંગલી પ્રાણીઓના હુમલાના ત્રણ-ચાર કિસ્સા બની ચૂક્યા છે.

સિંહણના હુમલાની ઘટના અંગે વલાદર ગામના સરપંચ જીકાભાઈ સોલંકી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “રાતના સમયે આ બનાવ બન્યો હતો. તે ઘરની બહાર ફળિયામાં ટેબલ જેવું હતું, ત્યાં સૂઈ ગયો હતો. એટલામાં સિંહણ આવી હતી. સિંહણ તેને ઢસડીને લઈ જતી એવાં નિશાન જોવા મળ્યાં હતાં, લોહી પણ જોવા મળ્યું હતું.”

14 તારીખની વન વિભાગની એક પ્રેસ રિલીઝ અનુસાર, 12 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 10:30 કલાકે મહેશભાઈ પ્રતાપભાઈ રાઠોડ જામવાળા રેન્જના ઘાટવડ રાઉન્ડ હેઠળના ઘાટવડ-2 બીટના વલાદર ગૌચર વિસ્તારમાં આવેલા પોતાના રહેણાક મકાનેથી ગુમ થયા હતા.

14 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે એક કલાકે આ અંગે પોલીસ વિભાગ અને ઘાટવડ વન વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જાણ થતાં સંબંધિત કર્મચારીઓ દ્વારા આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

14 ઑક્ટોબરે રાતે આશરે 2:30 કલાકે મહેશભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળની પરિસ્થિતિ પરથી સિંહના હુમલાની આશંકા જણાઈ હતી.

મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કોડીનાર સરકારી હૉસ્પિટલમાં કરવામાં આવ્યું છે. પોસ્ટમૉર્ટમ મુજબ મૃત્યુ જંગલી પ્રાણીના હુમલાને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બાદ વન વિભાગ દ્વારા શંકાસ્પદ સિંહણને પકડવા માટેની તૈયારી શરૂ કરી હતી.

હજુ સિંહણ પકડાઈ નથી, ગામમાં ભયનો માહોલ

ગુજરાત, ગીર, કોડીનાર, સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર ગિર ગીર અભયારણ્ય પશુ વન્ય પશુ હુમલા માણસો પર હુમલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

જામવાળાના એસીએફ પ્રભાકરકુમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે “હજુ સુધી સિંહણ પકડાઈ નથી, અમે પ્રયાસ કરીએ છીએ.”

તેમણે કહ્યું કે “પરિવારજનોને સરકારી નિયમ પ્રમાણે 10 લાખ રૂપિયા મળશે, તેમને (મૃતક) પાંચ બાળકો છે, તો એક સંયુક્ત બૅન્ક ખાતું બની જશે અને આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.”

તેમના કહેવા પ્રમાણે, અલગ-અલગ ટીમો બનાવીને સિંહને શોધવાની કામગીરી ચાલુ છે. તેમણે લોકોને રાતના અંધારામાં એકલા ન ફરવાની સલાહ પણ આપી હતી.

તેમણે કહ્યું, “મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાની પ્રક્રિયા ચાલુ છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, પરિવારની અન્ય માગણીઓને ઉપરના લેવલ સુધી પહોંચાડવામાં આવશે.”

પ્રભાકરે એમ પણ કહ્યું હતું કે “ગામલોકોની કેટલીક માગણી છે, જેને અમે સાંભળી રહ્યા છીએ. ગામમાં લાઇટની થોડી સમસ્યા છે. અમે પીજીવીસી સાથે મળીને તેમાં સુધારો કરીશું.

વલાદર ગામના સરપંચ જીકાભાઈ સોલંકી કહે છે કે “હાલમાં ગામમાં ભયનો માહોલ છે. હાલમાં ખેતરોમાં સિઝન ચાલી રહી છે, પણ ગામલોકો વાડીએ જતા ડરે છે, ગામનાં ખેતરોમાં બગીચા (આંબા) છે, વાડીએ જવું હોય તો બે-એક જણને સાથે લઈને જવું પડે છે. તેમને જંગલી પ્રાણીનો ભય છે. તેઓ એકલા જતા બીવે છે.”

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 25 મેથી 11 જુલાઈના દોઢેક મહિનાના સમયગાળામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં સિંહોના કથિત હુમલાના નવ બનાવ બન્યા હતા. અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા એ હુમલામાં બે બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં હતાં.

અમરેલી જિલ્લાના વારાહસ્વરૂપ, કોવાયા, જૂના સાવર, ચતુરી અને અંટાળિયા ગામે, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગઢડા ગામે તેમજ જૂનાગઢ શહેર નજીક ગિરનાર પર્વતની સીડીઓ પર માનવમૃત્યુ નોંધાયાં હતાં.

આ હુમલા બાદ વન વિભાગે ઓછામાં ઓછા 20 સિંહોને પકડી લઈને પાંજરે પૂર્યા હતા.

(આ અહેવાલમાં કોડીનારથી બીબીસી સહયોગી દિલીપ મોરીનાં ઇનપુટ્સ મળ્યાં છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS