Home તાજા સમાચાર gujrati ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો, ગુજરાતમાં કઈ તારીખથી વરસાદનું પ્રમાણ વધશે?

ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો, ગુજરાતમાં કઈ તારીખથી વરસાદનું પ્રમાણ વધશે?

5
0

Source : BBC NEWS

ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો, ગુજરાતમાં કઈ તારીખથી વરસાદનું પ્રમાણ વધશે?

પ્રકાશિત

ગુજરાતમાં પાછલા અમુક દિવસથી કેટલાક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જોકે, હજુ સુધી રાજ્યમાં ચોમાસું વિધિવત્ પ્રવેશ્યું નથી.

નોંધનીય છે કે રાજ્ય તરફ આગળ વધી રહેલા ચોમાસાની પ્રગતિ ધીમી પડ્યા અંગે હવામાન એજન્સીઓએ વાત કરી છે, તેમજ ફરી ચોમાસું ક્યારે સક્રિય બનશે એ અંગે પણ માહિતી શૅર કરાઈ છે.

સામાન્ય રીતે 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખત આ તારીખ આગળ વધીને 30 જૂનની આસપાસ સુધી જઈ શકે છે.

ભારતના હવામાન વિભાગે પોતાની તાજેતરની આગાહીમાં ગુજરાત તરફ આગળ વધતા ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં વરસાદની શક્યતા અંગે માહિતી અપાઈ છે.

ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદ પડ્યા બાદ શનિવારે ફરીથી વરસાદની ગતિવિધિ સાવ ધીમી પડી જવાની આગાહી હતી.

સવાર અને રાત દરમિયાન ગુજરાત પર જોવા મળતાં વાદળો હવે ગુજરાત પરથી હઠી ગયાં છે.

હવામાન વિભાગની પ્રમાણે, 23 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી શક્યતા છે.

આનો અર્થ એ છે કે ચોમાસું આ તારીખથી મજબૂત બનવાની સંભાવના છે. ઉપરાંત 23-24 જૂન સુધી મુંબઈના વિસ્તારો પર વરસાદી ગતિવિધિ વધવાની સંભાવના છે અને ભારે વરસાદની શરૂઆત થશે.

જોકે, આપણે ત્યાં ગુજરાતમાં વરસાદી ગતિવિધિમાં વધારો થશે, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ વધારો નહીં થાય.

પરંતુ આપણે ત્યાં લગભગ 27-28 જૂનથી વરસાદ વધવાની શરૂઆત થશે, જોકે, હજુ સુધી ગુજરાત પર ચોમાસું ક્યારે પહોંચશે એ માટેની કોઈ એક તારીખ જાહેર નથી કરાઈ. જોકે, જૂનના અંત અને જુલાઈના પ્રારંભમાં રાજ્યમાં ચોમાસું જામે આવી શક્યતા છે.

ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો, ગુજરાતમાં કઈ તારીખથી વરસાદનું પ્રમાણ વધશે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ સમાચાર

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS