Home તાજા સમાચાર gujrati ‘બાળકોને ભૂખ્યાં રાખો, જેથી તેઓ ઈસુને મળી શકે’, 191 લોકોની હત્યાના દોષિત...

‘બાળકોને ભૂખ્યાં રાખો, જેથી તેઓ ઈસુને મળી શકે’, 191 લોકોની હત્યાના દોષિત પાદરીને સજા થશે

5
0

Source : BBC NEWS

'બાળકોને ભૂખ્યા રાખો જેથી તેઓ ઈસુને મળી શકે', 191 લોકોની હત્યાના દોષિત કેન્યાના  પાદરીને સજા થશે

કેન્યામાં એક સંપ્રદાયના પ્રમુખ પૉલ મેકેન્ઝીને 191 લોકોની હત્યા બદલ દોષી જાહેર કરાયા છે. તેમના સૌથી મોટા પુત્રનું કહેવું છે કે તેમનાં નાનાં ભાઈ-બહેનોને બે અઠવાડિયાં અગાઉ સુધી બળજબરીથી ઉપવાસ માટે મજબૂર કરાયાં હતાં.

27 વર્ષીય ડેન મેકેન્ઝીએ જણાવ્યું કે તેમણે પોલીસને આની જાણકારી આપી હતી. પોલીસે તેમનાં દાદીનાં ઘરેથી પાંચ નાનાં ભાઈ-બહેનો સહિત કુલ આઠ બાળકોને બચાવ્યાં અને તેમને એક સંરક્ષણ કેન્દ્રમાં લઈ ગયાં હતાં.

તેમણે બીબીસીના ન્યૂઝડે કાર્યક્રમને જણાવ્યું કે તેમને ભૂખ્યા રહેવાની ફરજ પાડવામાં આવી હતી. તેમને લગભગ ત્રણ દિવસ સુધી ખાવાનું અપાયું ન હતું.

સોમવારે તેમના પિતાને 191 લોકોની હત્યા બદલ દોષિત જાહેર કરાયા હતા.

આ લોકોના મોત કેન્યાના કિનારે શાકાહોલા જંગલમાં ભૂખના કારણે થયાં હતાં. મૃતકોમાં 190 બાળકો અને એક પુખ્ત વયની વ્યક્તિનો સમાવેશ થતો હતો.

પૉલ મેકેન્ઝીએ પોતાના સંપ્રદાયના સભ્યોને પોતાની જાતને તથા બાળકોને ભૂખ્યા રાખીને મારી નાખવાનો આદેશ આપ્યો હતો, જેથી તેઓ “ઈસુને મળી શકે”.

સંપ્રદાયના 28 અન્ય લોકોને પણ હત્યાના દોષિત જાહેર કરાયા હતા.

પિતાના અપરાધની પુત્રને મોડેથી સમજ પડી

'બાળકોને ભૂખ્યા રાખો જેથી તેઓ ઈસુને મળી શકે', 191 લોકોની હત્યાના દોષિત કેન્યાના  પાદરીને સજા થશે

ડેન મેકેન્ઝીએ શરૂઆતમાં પોતાના પિતાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે શરૂઆતમાં તેઓ પોતાના પિતા સામે લાગેલા આરોપોને સમજી શક્યા ન હતા, પરંતુ કોર્ટની કાર્યવાહી દરમિયાન તેમને ખબર પડી કે તે કેટલું ભયંકર હતું.

ડેન કહે છે, “હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારે મને લગભગ એક અઠવાડિયા સુધી ઉપવાસ કરવા માટે મજબૂર કરાયો હતો.” તેમને યાદ છે કે બાળપણમાં ચર્ચના સભ્યો તેમને પ્રાર્થનાસભામાં સામેલ થવા માટે કલાકો સુધી માર મારતા હતા.

હવે તેઓ પોતાનાં ભાઈ-બહેનોને તે પંથમાંથી બહાર કાઢવા પ્રયાસ કરે છે. તેના કારણે તેમણે પરિવારના એવા સભ્યો સામે ફરિયાદ કરવી પડી, જેઓ હજુ પણ સંપ્રદાયના ઉપદેશમાં વિશ્વાસ કરે છે. તેઓ કહે છે, “મારે મારી બહેનની ફરિયાદ પણ કરવી પડી.”

સંપ્રદાયના નેતાઓના ઉપદેશ મુજબ શિક્ષણ લેવાની મનાઈ હતી અને આધુનિક ચિકિત્સાને ખરાબ ગણવામાં આવતી હતી.

ડેન કહે છે કે, “મેં સાત વર્ષની ઉંમરમાં શાળા છોડી દીધી હતી.”

હાલમાં માલિંદી શહેરમાં રહેતા ડેન મોટરસાઇકલ ટૅક્સી ચલાવીને પોતાનો અને પોતાના નાના ભાઈ-બહેનોનો ખર્ચ ઉઠાવે છે.

તેમણે જણાવ્યું કે શહેરના કેટલાક લોકો તેમના પિતાના અપરાધોના કારણે તેમનાથી નારાજ હતા. પરંતુ કેટલાક લોકોએ “તેમને સ્વીકારી લીધા, કારણ કે તેમણે પોતાને તે જીવનથી દૂર કરી લીધા હતા.”

ડેને બીબીસીને ન્યૂઝડે કાર્યક્રમમાં જણાવ્યું કે, “મને આશા છે કે આ ચુકાદો એવા લોકોને થોડી રાહત આપશે જેમણે પોતાના મિત્રો અને સંબંધીઓને ગુમાવ્યા છે.”

ઉપવાસ કરવા મજબૂર કરાતા હતા

'બાળકોને ભૂખ્યા રાખો જેથી તેઓ ઈસુને મળી શકે', 191 લોકોની હત્યાના દોષિત કેન્યાના  પાદરીને સજા થશે

મોમ્બાસા શહેરમાં આઠ કલાક સુધી ચુકાદો સંભળાવતા જજ ડાયના મોચાચેએ કહ્યું કે મેકેન્ઝીના અનુયાયી તેમને ‘ઈસુના દૂત’ માનતા હતા.

આ મામલે એક સહઆરોપીએ કોર્ટને જણાવ્યું કે મેકેન્ઝીએ કહ્યું કે જે કોઈ ઉપવાસ કરવાનો ઇનકાર કરશે, તેમને ‘લાતો અને તમાચા મારીને’ સ્વર્ગ જવા માટે મજબૂર કરવા જોઈએ.

જજે કહ્યું કે જે જંગલમાં આ સંપ્રદાય હાજર હતો, ત્યાં લાશોને દફનાવવાની પ્રક્રિયાને “લગ્ન” કહેવામાં આવતી હતી. મરનારાઓને ‘ઈસુ સાથે વિવાહ કરનાર’ તરીકે જોવામાં આવતા હતા.

મેકેન્ઝી અને સંપ્રદાયના અન્ય આગેવાનો પર આતંકવાદ, કટ્ટરવાદ અને બાળકોને શિક્ષણથી વંચિત કરવાને લગતા અલગ-અલગ કેસ ચાલે છે.

હત્યાના મામલે આવેલો આ ચુકાદો મેકેન્ઝી નામના પાદરી વિરુદ્ધ લાગેલા સૌથી ગંભીર આરોપોમાં પ્રથમ ચુકાદો છે. 2023માં કેન્યાના કિનારે શાકાહોલા જંગલમાં કબરોમાંથી 400થી વધારે મૃતદેહો મળી આવ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

છઠ્ઠી નવેમ્બરે તેમને સજા સંભળાવાશે.

થૉમસ મુકવાનાના વધારાના રિપોર્ટિંગ સાથે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS