Home તાજા સમાચાર gujrati ‘ભાડાના રૂમમાંથી 3BHK સુધી પહોંચી’, ગુજરાતનાં એ મહિલાઓ જે મેળામાં વિવિધ વસ્તુ...

‘ભાડાના રૂમમાંથી 3BHK સુધી પહોંચી’, ગુજરાતનાં એ મહિલાઓ જે મેળામાં વિવિધ વસ્તુ વેચીને પગભર થયાં

7
0

Source : BBC NEWS

‘ભાડાના રૂમમાંથી 3BHK સુધી પહોંચી’, ગુજરાતનાં એ મહિલાઓ જે મેળામાં વિવિધ વસ્તુ વેચીને પગભર થયાં

પ્રકાશિત

રાજકોટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ લોકમેળાનું આયોજન થયું છે. આ મેળો રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની ‘લોકમેળા ટ્રસ્ટ’ દ્વારા યોજવામાં આવે છે.

આ મેળામાં વિવિધ સંસ્થાઓના સહયોગથી કેટલાક ધંધાર્થીઓએ હેન્ડિક્રાફ્ટ અને કટલેરીના સેંકડો સ્ટોલ્સ પણ લગાવ્યા છે.

આ સ્ટોલ્સમાં ગુજરાતભરમાંથી અનેક મહિલાઓ પોતાની પ્રોડક્ટના વેચાણ માટે આવ્યાં છે. કોઈ વાંસમાથી છાબડી સહિતની 100 જેટલી વસ્તુઓ બનાવે છે તો કોઈ મહિલા ડ્રેસ-બ્લાઉઝ કે અન્ય ગારમેન્ટ્સ જાતે બનાવીને તેનું વેચાણ કરે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના અલગ-અલગ લોકમેળા કે પછી અન્ય શહેરોમાં લાગતાં એક્ઝિબિશનોમાં જઈને આવી બધી ચીજવસ્તુઓનું વેચાણ કરતાં મહિલાઓની શું કહાણી છે તે જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS