Source : BBC NEWS
‘અમે ઘરે નથી જઈ શકતા…’ – મણિપુરમાં હિંસા બાદ અન્ય રાજ્યોમાં નોકરી કરવા મજબૂર લોકોની વ્યથા
પ્રકાશિત
મણિપુરના આ લોકો કોલકાતામાં એકઠા થયા છે. તેઓ લાંબા સમયથી મણિપુર જઈ શક્યા નથી.
“હવે ત્યાં કંઈ બચ્યું નથી. બંને સમુદાયના લોકો ખૂબ આઘાતમાં છે.”
મણિપુરમાં ત્રણ વર્ષથી હિંસાનો સિલસિલો ચાલુ છે. મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસામાં 60 હજારથી વધુ લોકો બેઘર બન્યાં છે.
ઘણા લોકો કોલકાતામાં વિવિધ પ્રકારની નોકરી કરે છે, પરંતુ તેઓ ત્યાં જઈ શકતા નથી.
અનેક લોકો તેમના પરિવારને મણિપુરમાં મૂકીને આવ્યા છે અને નોકરી માટે બીજા રાજ્યમાં રહે છે.
મણિપુરની સ્થિતિ કેવી છે એ એમના મુખેથી જ આ વીડિયોમાં સાંભળો…

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




