Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, જંતુ, કૉકરોચ, ઑસ્ટ્રેલિયામાં 'મહાકાય કૉકરોચ' સહિત 1.35 કરોડ રૂપિયાના જીવડા પકડાયા, શા માટે ગેરકાયદેસર રીતે ઉછેરવામાં આવતા હતા આ વંદા?

ઇમેજ સ્રોત, Supplied: DCCEEW

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

ન્યૂ સાઉથ વૅલ્સ ખાતેથી ઑસ્ટ્રેલિયન અધિકારીઓએ કૉમર્શિયલ સંવર્ધક (બ્રીડર) પાસેથી એક લાખથી વધુ ગેરકાયદેસર વિદેશી વંદા જપ્ત કર્યા હતા, જે પૈકી કેટલાક તો એક હથેળી જેટલા મોટા હતા.

સિડનીથી 200 કિમી પશ્ચિમમાં આવેલા બાથર્સ્ટમાં એક સંવર્ધક પાસેથી 1.43 લાખ અમેરિકન ડૉલર (5 જૂન, 2026ના ભાવ પ્રમાણે, 1.35 કરોડ રૂ.)ની કિંમતના જપ્ત કરાયેલા કૉકરોચમાં મડાગાસ્કર હિસિંગ કૉકરોચ અને ડુબિયા કૉકરોચનો સમાવેશ થાય છે. બંને પ્રજાતિઓને ઑસ્ટ્રેલિયામાં આયાત કરવાની, રાખવાની, ઉછેરવાની અને વેચવાની મનાઈ છે.

ઑથૉરિટીઝના જણાવ્યા પ્રમાણે ગેરકાયદેસર વિદેશી અપૃષ્ઠવંશી પ્રાણીઓને સૌથી મોટા જથ્થામાં જપ્ત કરવાની આ ઘટના છે. તેમણે ઉમેર્યું હતું કે ગેરકાયદેસર જંતુઓ રોગ ફેલાવી શકે છે અને સ્થાનિક વન્યજીવન અને ખેતીને નુકસાન પહોંચાડી શકે છે.

આ ગેરકાયદેસર કૉકરોચોને સામાન્ય રીતે પાલતુ સરીસૃપને ખવડાવવામાં આવે છે, આ કૉકરોચોને અધિકારીઓ દ્વારા મારી નાખવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે.

ક્લાઇમેટ ચૅન્જ, ઊર્જા, પર્યાવરણ અને પાણી વિભાગ (ડીસીસીઇઇડબ્લ્યૂ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું, “અમારી નજરમાં વિદેશી કૉકરોચોના ગેરકાયદેસર સંવર્ધન અને વેપારની ઘટનાઓ આવી છે અને અમે પાલતુ પ્રાણીઓને લગતા વ્યવસાય અને પાલતુ માલિકોને નોટિસ પર મૂકી રહ્યા છીએ.”

“જો તમે ડુબિયા કૉકરોચ અને મડાગાસ્કર હિસિંગ કૉકરોચ જેવા વિદેશી પ્રજાતિના કૉકરોચ રાખતા, ઉછેરતા અથવા તેનો વેપાર કરતા પકડાશો તો તેમને જપ્ત કરવામાં આવશે અને તમને સંઘીય કાયદા હેઠળ દંડનો સામનો કરવો પડી શકે છે.”

પ્રવક્તાએ આ કૉકરોચનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સરીસૃપોના માલિકોને વિનંતી કરી કે તેઓ ઝિંગૂર અને વૂડ રોચ જેવા કાયદેસરના વિકલ્પો શોધે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, જંતુ, કૉકરોચ, ઑસ્ટ્રેલિયામાં 'મહાકાય કૉકરોચ' સહિત 1.35 કરોડ રૂપિયાના જીવડા પકડાયા, શા માટે ગેરકાયદેસર રીતે ઉછેરવામાં આવતા હતા આ વંદા?

ઇમેજ સ્રોત, Supplied: DCCEEW

વિશ્વની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક આ જંતુને મડાગાસ્કર હિસિંગ કૉકરોચ એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તેઓ સાંભળી શકાય તેટલો જોરથી હિસિંગનો અવાજ ઉત્પન્ન કરી શકે છે.

ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (એબીસી)ના જણાવ્યા અનુસાર, બાથર્સ્ટ સાપ પકડનાર સ્ટૅફની લેસરે જણાવ્યું હતું કે તેમણે ગેરકાયદેસર અપૃષ્ઠવંશી પ્રાણીઓને સરીસૃપના ખોરાક તરીકે ઑનલાઇન વેચાતા જોયા છે.

તેમણે એબીસીને કહ્યું, “તે મોટા છે, તેથી લોકો પાસે તે છે, તે તમારા હાથની હથેળી જેટલા કદના છે.”

“એ કદાચ સસ્તા પડે છે, દરેક કદમાં ખૂબ નાના એવા ત્રણ કે ચાર વુડ કૉકરોચ ખવડાવવાને બદલે, તમે તેને ફક્ત એક જ જંતુ આપી શકો છો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS