Home તાજા સમાચાર gujrati ગુજરાત હવામાન : શ્રાવણના તહેવારો પહેલાં વરસાદ ખેંચાશે કે ધમાકેદાર એન્ટ્રી થશે?...

ગુજરાત હવામાન : શ્રાવણના તહેવારો પહેલાં વરસાદ ખેંચાશે કે ધમાકેદાર એન્ટ્રી થશે? જાણો કેટલા દિવસ રહેશે વિરામ

4
0

Source : BBC NEWS

ગુજરાત હવામાન : તહેવારોની શરૂઆત પહેલા વરસાદની સ્થિતિ કેવી રહેશે? ગુજરાત ચોમાસું વરસાદ ખેતર ખેડૂત ખાતર પાણી પૂર પાક વાવેતર બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

જુલાઈ માસમાં ગુજરાતમાં જોવા મળેલા સાર્વત્રિક વરસાદ બાદ ઓગસ્ટમાં વરસાદે વિરામ લીધો હતો તે હજુ પણ યથાવત્ છે.

દક્ષિણ ગુજરાતના ગણ્યા ગાંઠ્યા વિસ્તારો સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થોડા કેટલાક વિસ્તારોમાં તેમજ કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડ્યો છે.

ગાંધીનગરસ્થિત સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલ છેલ્લા આંકડાઓ 15-16 ઑગસ્ટ, 2026 મુજબ ગુજરાતમાં સૌથી વધારે ખેડાના માતરમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં તહેવારો શરૂ થવાના છે, ત્યારે તહેવાર પહેલાં વરસાદ ગુજરાતમાં ઉજવણીની તૈયારીઓમાં ભંગ પાડશે કે નહીં તે અંગે તે પર ઘણા લોકો અવઢવમાં છે.

ત્યારે જાણીએ કે આવનારા દિવસોમાં વરસાદનું જોર વધશે કે ઘટશે? હવામાન વિભાગે આ વિશે શું કહ્યું?

ભારતમાં ચોમાસાને લઈને હવે પરિસ્થિતિઓ કેવી છે અને ક્યાં બની રહી છે સિસ્ટમ તેમજ ગુજરાતમાં તહેવારના દિવસો પહેલા વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે આવો જાણીએ આ અહેવાલમાં.

ગુજરાતમાં આગામી દિવસોમાં અહીં પડી શકે છે વરસાદ

ગુજરાત હવામાન : તહેવારોની શરૂઆત પહેલા વરસાદની સ્થિતિ કેવી રહેશે? ગુજરાત હવામાન : તહેવારોની શરૂઆત પહેલા વરસાદની સ્થિતિ કેવી રહેશે? ગુજરાત ચોમાસું વરસાદ ખેતર ખેડૂત ખાતર પાણી પૂર પાક વાવેતર બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ

ઇમેજ સ્રોત, imd

ગુજરાતના હવામાન વિભાગે આવનાર સાત દિવસને લઈને કોઈ મોટી ચેતવણી જાહેર કરી નથી, પરંતુ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

આજે 17 ઑગસ્ટના દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે.

તે ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં થોડાં સ્થળો સહિત સૌરાષ્ટ્ર – કચ્છના તમામ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આવતીકાલને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર – કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

19 ઑગસ્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં થોડાં સ્થળોએ તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં થોડાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ ઉપરાંત આજ દિવસે હવામાન વિભાગે, સૌરાષ્ટ્ર – કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.

20 ઑગસ્ટની સ્થિતિને લઈને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર – કચ્છના તમામ જિલ્લાઓ સહિત દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

21 ઑગસ્ટ અને 22 ઑગસ્ટની સ્થિતિને લઈને પણ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં થોડા સ્થળો સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં થોડાં સ્થળો સહિત સૌરાષ્ટ્ર – કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે.

છેલ્લા 24 કલાકમાં ખેડામાં એક ઇંચથી વધુ વરસાદ

ગુજરાત હવામાન : તહેવારોની શરૂઆત પહેલા વરસાદની સ્થિતિ કેવી રહેશે? ગુજરાત હવામાન : તહેવારોની શરૂઆત પહેલા વરસાદની સ્થિતિ કેવી રહેશે? ગુજરાત ચોમાસું વરસાદ ખેતર ખેડૂત ખાતર પાણી પૂર પાક વાવેતર બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલ છેલ્લા આંકડાઓ મુજબ ગુજરાતમાં સૌથી વધારે ખેડાના માતરમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ખેડા તાલુકામાં 1.02 ઇંચ વરસાદ પડ્યો હતો,

તેમજ વલસાડના નાનાપોંડામાં 0.94 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ભરૂચના નેત્રંગમાં 0.75 ઇંચ અને નવસારીના ગણદેવી તાલુકામાં 0.71 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભારતમાં ચોમાસાની કેવી સ્થિતિ ચાલી રહી છે?

ગુજરાત હવામાન : તહેવારોની શરૂઆત પહેલા વરસાદની સ્થિતિ કેવી રહેશે? ગુજરાત હવામાન : તહેવારોની શરૂઆત પહેલા વરસાદની સ્થિતિ કેવી રહેશે? ગુજરાત ચોમાસું વરસાદ ખેતર ખેડૂત ખાતર પાણી પૂર પાક વાવેતર બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ

ઇમેજ સ્રોત, imd

ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર સર્જાયેલું લો પ્રેશર એરિયા વેલ માર્કડ લો પ્રેશર એરિયામાં ફેરવાયું છે.

તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે અને ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતાઓ છે.

મોનસૂન ટ્રફ હાલમાં અમૃતસર, ચંદીગઢ, દેહરાદૂન, બરેલી, સુલતાનપુર, ડાલ્ટનગંજ, જમશેદપુર, બંગાળની ખાડી પરના વેલ માર્કડ લો પ્રેશર એરિયાના કેન્દ્ર પરથી પસાર થઈ રહી છે.

ગુજરાત રાજ્ય પર સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઊંચાઈએ ઉપરની હવાનું અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.

ભારતમાં મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર ભાગમાં 22°N અક્ષાંશ સાથેનું શીયર ઝોન યથાવત્ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS