Home તાજા સમાચાર gujrati ગોપાલ ઇટાલિયાએ લખેલા ‘હિન્દુ ખેડૂતો’ અંગેના પત્ર અંગે શું ખુલાસો કર્યો?

ગોપાલ ઇટાલિયાએ લખેલા ‘હિન્દુ ખેડૂતો’ અંગેના પત્ર અંગે શું ખુલાસો કર્યો?

2
0

Source : BBC NEWS

ગોપાલ ઇટાલિયાએ લખેલા ‘હિન્દુ ખેડૂતો’ અંગેના પત્ર અંગે શું ખુલાસો કર્યો?

પ્રકાશિત

ખેતરોમાં વીજથાંભલા નાખવાના વિરોધમાં ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વધુ સમયથી મોરબીના જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે.

આ મુદ્દે કૃષિમંત્રી જિતુ વાઘાણીએ શુક્રવારે ખેડૂતોને વર્તમાન જમીનના ભાવના બમણા ભાવ ચૂકવવાની તથા આખું વળતર એકસાથે જ ચૂકવવાની જાહેરાત કરી હતી.

જિતુ વાઘાણીએ કહ્યું હતું કે, “અત્યાર સુધી ખેડૂતોને જંત્રીના બમણા ભાવ ચૂકવવામાં આવતા હતા. હવે જમીનના માર્કેટ રેટ (બજારકિંમત)ના બમણા ભાવ ચૂકવવામાં આવશે. આ ખેડૂત હિતલક્ષી નિર્ણય છે.”

“અત્યાર સુધી વીજપાયાના વાસ્તવિક માપ અનુસાર જ વળતર મળતું હતું. હવે તેની આજુબાજુ વધારાનું એક મીટર ગણવામાં આવશે અને એ પ્રમાણે વળતર આપવામાં આવશે.”

સરકારે જમીનની બજારકિંમત નક્કી કરવા કમિટી બનાવવાની જાહેરાત પણ કરી છે. જોકે તેમ છતાં મોરબીમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે.

ગુજરાતની આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે એક દિવસના ઉપવાસ રાખ્યા હતા. પાર્ટીનું કહેવું છે કે ખેડૂતોની માગોના સમર્થનમાં આ ઉપવાસ રાખવામાં આવ્યા હતા.

આપના નેતા ગોપાલ ઇટાલિયાએ અગાઉ ‘હિન્દુ ખેડૂતો’ એવો ઉલ્લેખ કરીને સરકારને એક પત્ર લખ્યો હતો, જેની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

ખેડૂતોની સમસ્યા સહિત અનેક મામલો આપના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બીબીસી સાથે વાત કરી હતી.

રિપોર્ટ: તેજસ વૈદ્ય

ઍડિટ: અવધ ઓઝા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS