Home તાજા સમાચાર gujrati જ્ઞાનેશકુમાર અને SIR વિરુદ્ધ ધરણાં પર બેસેલા રાહુલ ગાંધીની અટકાયત, કૉંગ્રેસ કહ્યું...

જ્ઞાનેશકુમાર અને SIR વિરુદ્ધ ધરણાં પર બેસેલા રાહુલ ગાંધીની અટકાયત, કૉંગ્રેસ કહ્યું “બધું યાદ રાખવામાં આવશે”

2
0

Source : BBC NEWS

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને SIR વિરુદ્ધ ધરણાં પર બેસેલાં રાહુલ અને પ્રિયંકા ગાંધી અટકાયત
પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે આકાશવાણી ભવનમાં ધરણા પર બેઠેલા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ત્યાંથી હટાવી દીધાં છે. સમાચાર એજન્સી PTI મુજબ, પોલીસે રાહુલ ગાંધીને અટકાયતમાં લીધા છે.

ઘટનાસ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ માહિતી આપી છે કે રાહુલ ગાંધીને અટકાયતમાં લઈને કિંગ્સવે કૅમ્પ લઈ જવાયા હતા.

કૉંગ્રેસે રાહુલ ગાંધીને “જબરદસ્તી” લઈ જતી પોલીસનો વીડિયો શેર કરીને X પર લખ્યું છે, “બધું યાદ રાખવામાં આવશે.”

આ પહેલા કૉંગ્રેસેન ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું, “મોદી-શાહે આકાશવાણી ભવનમાં પોલીસ મોકલી છે, જે જબરદસ્તીથી વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી અને સાંસદોને ઉઠાવી રહી છે. મોદી પોલીસીયા દમનના સહારે અવાજ દબાવવા માંગે છે, પરંતુ યાદ રાખો – હવે આ હંકાર દબાવાની નથી, ગદ્દાર જ્ઞાનેશને જવું જ પડશે.”

ચૂંટણીપંચ સુધીનો માર્ચ રોકી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા છેલ્લા ઘણા કલાકોથી આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠાં હતાં.

ધરણાં પર બેઠેલા રાહુલ ગાંધીએ તેમના ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ અને પ્રિયંકા ગાંધી એક પોલીસ અધિકારી સાથે વાતચીત કરતા જોવા મળે છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને SIR વિરુદ્ધ ધરણાં પર બેસેલાં રાહુલ અને પ્રિયંકા ગાંધી અટકાયત

પોલીસે તેમને ત્યાંથી હટી જવા માટે કહ્યું, પરંતુ બંને ત્યાં જ અડગ રહ્યા. વિરોધ પક્ષના નેતાઓનો વિરોધ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને છે.

પોલીસ અધિકારીને રાહુલ ગાંધી કહે છે, “હું તો ફક્ત બેઠો છું.” તેના જવાબમાં પોલીસ અધિકારી તેમને કહે છે, “સર, ઘરે ચાલી જાઓ.”

રાહુલ જવાબ આપે છે, “શું હું ફક્ત ઘરે જ જઈ શકું? દેશમાં ક્યાંય બીજે જઈ શકતો નથી? હું રાજકીય વ્યક્તિ છું. હું ઘરમાં બેસી શકતો નથી. તમે મને એવી કોઈ જગ્યા બતાવી દો જ્યાં જઈને હું બેસી શકું.”

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને SIR વિરુદ્ધ ધરણાં પર બેસેલાં રાહુલ અને પ્રિયંકા ગાંધી અટકાયત

તેમની સાથે હાજર પ્રિયંકા ગાંધીએ કહ્યું, “આ દેશનો કોઈપણ વ્યક્તિ જો વિરોધ પ્રદર્શન માટે બેસવા માંગતો હોય તો તેને એ કરવાનો અધિકાર છે. આ સામાન્ય પ્રક્રિયા છે. તમે તે બંધારણ માટે લડી રહ્યા છો. તે બે વ્યક્તિઓ માટે નહીં, જે સત્તાની ગાદી પર બેઠા છે.”

આ પહેલાં બંને ચૂંટણીપંચના મુખ્યાલય પહોંચવા માટે આકાશવાણી ભવન પરિસરમાં દાખલ થયા હતા.

પોલીસે રોક્યા હોવા છતાં બંને નેતાઓ ત્યાં પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું, “દેશ સાથે જે કરવામાં આવ્યું છે તે દેશદ્રોહ છે. ભલે વડા પ્રધાન મોદી હોય, અમિત શાહ હોય, RSS પ્રમુખ હોય કે જ્ઞાનેશકુમાર, કોઈને પણ બખ્શવામાં આવશે નહીં.”

રાહુલ ગાંધીએ વિપક્ષના સાંસદોની ચૂંટણી આયુક્તો સાથે મુલાકાત ન થવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા.

તેમણે કહ્યું, “આજે 300થી વધુ વિપક્ષી સાંસદો સંસદથી ચૂંટણીપંચ સુધી માર્ચ કરીને ચૂંટણી કમિશનરોને મળવા પહોંચ્યા હતા. અમે કરોડો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. ચૂંટણી કમિશનર અમને મળતા કેમ નથી? પોલીસ અમને રોકી કેમ રહી છે અને ધમકી કેમ આપી રહી છે?”

વીડિયો જુઓ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS