Home તાજા સમાચાર gujrati જ્ઞાનેશકુમાર વિરુદ્ધ જંતર-મંતર પર પ્રદર્શનની તૈયારી, દિલ્હી પોલીસે લગાવી કલમ 163 –...

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ જંતર-મંતર પર પ્રદર્શનની તૈયારી, દિલ્હી પોલીસે લગાવી કલમ 163 – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ જંતર-મંતર પર પ્રદર્શનની તૈયારી, દિલ્હી પોલીસે લગાવી કલમ 163 – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

દિલ્હી પોલીસે મુખ્ય ચૂંટણી કમિનશન (સીઈસી) જ્ઞાનેશકુમાર વિરુદ્ધ 2 ઑક્ટોબરે જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે.

આ પ્રદર્શનનું આયોજન સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થી નેતાઓએ કર્યું છે.

પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે નવી દિલ્હી અને તેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. જંતર-મંતર પર ભીડ એકત્ર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 163 લાગુ કરતાં નવી દિલ્હી અને તેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.

નવી દિલ્હીના ડીસીપીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “નવી દિલ્હી જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારુ અવરજવર સુનિશ્ચિત કરવા માટે બીએનએસએસ, 2023ની કલમ 163 લાગુ છે. તેના હેઠળ મંજૂરી વિના લોકોનું એકત્ર થવું, જાહેર ભાષણ, નારા લગાવવું, સરઘસ, પ્રદર્શન, ધરણા અને આદેશમાં જણાવાયેલી અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે.”

‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર વચ્ચે મતભેદની ખબર પ્રકાશિત થયા બાદ કૉંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ મતદાર યાદીમાં છેડછાડ કરીને ભાજપને ચૂંટણી જીતાડવામાં મદદ કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS