Source : BBC NEWS
દિલ્હીના જાણીતા લોધી ગાર્ડનમાં આ મહિલાઓ શા માટે સાથે ચાલી રહી છે?
શું આ સુરક્ષા વિશે છે, જાહેર જગ્યાઓ પર ફરીથી પોતાનો હક જમાવવા વિશે છે કે પછી આનાથી પણ કંઈક વિશેષ છે?
દિલ્હીના લોધી ગાર્ડનમાં યોજાયેલી આ ‘સહેલી વૉક’ મહિલાઓના એ અધિકારને પ્રસ્થાપિત કરવા વિશે છે જે હેઠળ તેઓ કોઈપણ ડર, પ્રતિબંધ કે લોકોના પૂર્વગ્રહયુક્ત અભિપ્રાયોની ચિંતા કર્યા વિના મુક્તપણે હરીફરી શકે.
આ માત્ર સ્વતંત્રતા માટેની એક પદયાત્રા જ નથી, પરંતુ ઇતિહાસ અને વારસાની સફર પણ છે.
રિપોર્ટર: નાયલા ખ્વાજા
શૂટ અને એડિટ: મીર મુસવ્વીર શબ્બીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




