Home તાજા સમાચાર gujrati IND vs PAK U-19 : છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારી ભારતને એશિયા કપ...

IND vs PAK U-19 : છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારી ભારતને એશિયા કપ જીતાડનારા ગુજરાતી ખેલાડી મોહિત ઉલ્વા કોણ છે?

4
0

Source : BBC NEWS

IND vs PAK U-19 : છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારી ભારતને એશિયા કપ જીતાડનારા ગુજરાતી ખેલાડી મોહિત ઉલ્વા કોણ છે?

એશિયા કપ અન્ડર 19ની ફાઇનલ મૅચમાં રાજકોટના મોહિત ઉલ્વાએ છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારીને પાકિસ્તાનને હરાવ્યું હતું. દસમા ક્રમે આવીને તેમણે 26 બૉલમાં 49 રનની ઇનિંગ રમી અને પ્લેયર ઑફ ધ મૅચ બન્યા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પર આટલો રોમાંચક જંગ બહુ સમય પછી જોવા મળ્યો હતો. પાકિસ્તાને આપેલા 338 રનના ટાર્ગેટને ચૅઝ કરી રહેલી ભારતીય ટીમના ઓપનર આર્યવીર સેહવાગે ઈજા પામ્યા પછી પણ કણસતા શરીરે બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું, તેમણે ભારતીય ટીમના જુસ્સાને વર્ણવ્યો હતો. આ મૅચ એક ‘રૉલરકૉસ્ટર’ રાઇડ જેવી હતી.

મૅચ એક સમયે પાકિસ્તાનના પક્ષમાં જતી તો થોડા સમય પછી ભારતના પક્ષમાં. પરંતુ જ્યારે ભારતે 252 રને 8 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે લાગ્યું કે ભારત હવે હારવા તરફ છે.

જોકે, પછી દસમા ક્રમે બેટિંગ કરવા આવ્યા મોહિત ઉલ્વા. તે સમયે ભારતને 51 બૉલમાં 86 રન બનાવવાના હતા. પાકિસ્તાન જીતથી બે વિકેટ દૂર હતું.

મોહિત ઉલ્વાએ મનલ ચૌહાણ સાથે મળીને 57 રનની ભાગીદારી બનાવી હતી. આ ભાગીદારીને કારણે ભારતની જીતની આશા જીવંત રહી હતી. જોકે 48મી ઓવરમાં મનલ ચૌહાણ 32 બૉલમાં 47 રન બનાવીને આઉટ થયા હતા. તે સમયે ફરીથી ભારતની જીતની આશા ધુંધળી બની હતી. પરંતુ મૅચનું ક્લાઇમૅક્સ બાકી હતું.

મોહિત ઉલ્વાને સાબિત કરવું હતું કે તે ઑલરાઉન્ડર છે

IND vs PAK U-19 : છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારી ભારતને એશિયા કપ જીતાડનારા ગુજરાતી ખેલાડી મોહિત ઉલ્વા કોણ છે?

મોહિત ઉલ્વા આ સમયે 18 બૉલમાં 31 રન બનાવીને મેદાન પર હતા. પાકિસ્તાનને જીત માટે એક વિકેટ લેવાની હતી, જ્યારે ભારતને જીત માટે 16 બૉલમાં 29 રન બનાવવાના હતા.

મોહિત ઉલ્વાને એ પણ ખ્યાલ હતો કે, તેઓ જ ભારતને જીત અપાવવા માટેના મજબૂત ખેલાડી છે કારણ કે વેકંટ પહેલી જ વાર એશિયા કપમાં રમી રહ્યા હતા.

મોહિત ઉલ્વા સામાન્ય રીતે બૉલિંગ ઑલરાઉન્ડર છે. તેઓ અન્ડર 19 એશિયા કપની ભારતીય ટીમના બૉલિંગ યુનિટના મહત્ત્વના ખેલાડી હતા. મોહિતનું બૉલર તરીકે પ્રદર્શન આ ટુર્નામૅન્ટમાં સારું રહ્યું ન હતું અને બૅટ્સમૅન તરીકે પણ તેમને ખાસ તક મળી ન હતી. તેમના માટે પોતાની જાતને સાબિત કરવાનો સૌથી સારો મોકો હતો. આ વાત તેમના મગજમાં ચાલી રહી હતી.

મોહિત ઉલ્વાએ મૅચ પછી કહ્યું, ‘મને ફક્ત મારા પર વિશ્વાસ હતો. મને ભગવાન પર વિશ્વાસ હતો, બૉલર તરીકે એશિયા કપ મારા માટે એટલો સારો રહ્યો ન હતો. પણ હું માનું છું કે હું એક ઑલરાઉન્ડર છું. પણ અત્યાર સુધી મને તે સાબિત કરવાની તક મળી ન હતી.’

મોહિત ઉલ્વાએ 49મી ઓવરની શરૂઆત એક બાઉન્ડ્રી અને એક સિક્સથી કરી હતી. આ પછી ઓવરના ચોથા બૉલે વેંકટના બેટને એજ અડીને એક બાઉન્ડ્રી મળી હતી. ભારત આ ઓવરમાં 17 રન બનાવ્યા હતા.

એક ઓવરમાં 8 રન બનાવવાના હતા ત્યારે મોહિતના મગજમાં શું ચાલતું હતું?

IND vs PAK U-19 : છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારી ભારતને એશિયા કપ જીતાડનારા ગુજરાતી ખેલાડી મોહિત ઉલ્વા કોણ છે?

ભારતને જીત માટે 6 બૉલમાં 8 રન બનાવવાના હતા, શરૂઆતના પાંચ બૉલમાં એક પણ બાઉન્ડ્રી મળી નહીં, 1 બૉલમાં 3 રન બનાવવાના આવ્યા ત્યારે મોહિતે છેલ્લા બૉલ પર બાઉન્ડ્રી ફટકારીને એક વિકેટે ભારતને જીત આપાવી હતી.

મોહિત ઉલ્વાએ ભારતને જીત અપાવ્યા પછી બ્રૉડકાસ્ટર સાથે વાત કરતા કહ્યું, ‘મને મારા પર વિશ્વાસ હતો કે હું તે કરી શકીશ. મારે મનલ ચૌહાણના સાથની જરૂર હતી, જે રીતે તેણે જઈને મારા પહેલાં રમતની ગતિમાન કરી હતી. મારે ફક્ત જઈને પ્રદર્શન કરવાનું હતું.’

છેલ્લી ઓવરમાં જે આઠ રન બનાવ્યા તેના વિશે વાત કરતા મોહિતે કહ્યું, ‘ફક્ત એક બૉલની રાહ જોઈ રહ્યો હતો, હું જાણતો હતો કે હું બાઉન્ડ્રી ફટકારીશ અને મૅચ પૂરી કરીશ. હું જાણતો હતો કે તે મારા માટે સારો દિવસ છે, મૅચ હું પૂર્ણ કરીશ. ‘

મોહિત ઉલ્વાને મનલ અને વેંકટે વિશ્વાસ અપાવ્યો હતો કે ‘જો તેઓ છેલ્લા બૉલ સુધી રમશે તો જીતશે. મને પણ વિશ્વાસ હતો કે હું છેલ્લા બૉલ સુધી રમીશ તો અમે જીતી જઈશું.’

મોહિત બેટિંગ કરવા આવ્યા ત્યારે ભારતીય ટીમના કોચે શું કહ્યું હતું?

IND vs PAK U-19 : છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારી ભારતને એશિયા કપ જીતાડનારા ગુજરાતી ખેલાડી મોહિત ઉલ્વા કોણ છે?

પાકિસ્તાને ઉસ્માન ખાનના 107 અને અબ્દુલ કાદીરના 80 રનની મદદથી પહેલી ઇનિંગમાં 337 રન બનાવ્યા હતા. એશિયા કપની ફાઇનલમાં આ લક્ષ્યને જીત માટે કઠિન માનવામાં આવે છે.

મોહિતના જણાવ્યા મુજબ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ચર્ચા થઈ હતી કે જો પાકિસ્તાને આ સ્કોર બનાવ્યો છે તો આપણે પણ બનાવી શકીએ છીએ. ભારતીય ટીમને વિશ્વાસ હતો કે તેમની બેટિંગ મજબૂત છે. મોહિત કહે છે, ‘અમે જાણતા હતા કે આ પાટા વિકેટ છે, જો આપણા હાથમાં વિકેટ હશે તો જીતીશું.’

મોહિત બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમના કોચે તેને એક જ વાત કરી હતી, ‘તું તે કરી શકીશ. માત્ર તારામાં વિશ્વાસ રાખજે. આથી હું ફક્ત બૉલ જોઈ રહ્યો હતો અને ફટકારી રહ્યો હતો. હું એ વિચારતો ન હતો કે શું થઈ રહ્યું છે. હું બૉલ જોઈ રહ્યો હતો અને ફટકારી રહ્યો હતો’

મોહિત ઉલ્વાએ રવીન્દ્ર જાડેજાના કોચ સાથે ક્રિકેટની શરૂઆત કરી

IND vs PAK U-19 : છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારી ભારતને એશિયા કપ જીતાડનારા ગુજરાતી ખેલાડી મોહિત ઉલ્વા કોણ છે?

રાજકોટમાં રહેતા મોહિત ઉલ્વાએ 2016માં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. રવીન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના સાથે તેમણે સાડા ત્રણ વર્ષ સુધી કોચિંગ મેળવ્યું હતું.

પિતાની રાજકોટ બદલી થતા મોહિત જામનગરથી રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં છેલ્લા છ વર્ષથી રેલવેના ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ લઈ રહ્યા છે. મોહિતના પિતા મહેશભાઈ ઉલ્વાના જણાવ્યા પ્રમાણે, ‘મોહિત અન્ડર-16 અને અન્ડર-19માં વિજય મર્ચંટ, વિનુ માંકડ અને કૂચ બિહાર ટ્રૉફીમાં કૅપ્ટન તરીકે રમ્યો હતો.’

મહેશભાઈ વધુમાં કહ્યું, ‘તે નવ વર્ષથી પ્રૅક્ટિસ કરે છે. મારી દુનિયા તેનું ક્રિકેટ છે. તેની પ્રૅક્ટિસ, તેનું રૂટિન, ફિટનેસ તેને સારો માઇન્ડ સેટમાં રાખવાનો, કૉન્ફિડન્સ એ કામ મારું છે. હું તેને રોજની 500 બૉલની પ્રૅક્ટિસ કરાવતો હતો. આજે તેની સફળતા મળી છે.’

મહેશભાઈને કહે છે, ‘મારા દીકરાએ પહેલો બૉલ મિડલ ઑફ ધ બેટ ફટકાર્યો ત્યારે મને લાગ્યું કે જો આ 25થી 30 બૉલ રમશે તો મૅચ પૂરી કરી શકશે છે.

ઉલ્વા અને મનલ રમ્યા, તેમને સલામ : આર્યવીર સેહવાગ

IND vs PAK U-19 : છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારી ભારતને એશિયા કપ જીતાડનારા ગુજરાતી ખેલાડી મોહિત ઉલ્વા કોણ છે?

ભારતે પાકિસ્તાન સામેની ઇનિંગની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી. ભારતના આર્યવીર સેહવાગ 61 બૉલમાં 58 રન બનાવીને આઉટ થયા હતા. 98 રને ભારતે પહેલી વિકેટ ગુમાવી હતી. ભારતના કૅપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ 80 રન બનાવ્યા હતા.

આર્યવીર સેહવાગે આ ટુર્નામૅન્ટમાં સૌથી વધુ 361 રન બનાવ્યા હતા. જોકે, આર્યવીર આ મૅચમાં ઈજાગ્રસ્ત થયા હતા. ભારે દુખાવા વચ્ચે પણ તેમણે બેટિંગ કરી હતી. આર્યવીરે જીત પછી કહ્યું, ‘હવે મને દુખાવો થઈ રહ્યો નથી. અમે અંદર બેસીને ભગવાનને યાદ કરી રહ્યા હતા. આ ચમત્કારથી જેવું છે. વિશ્વાસ નથી થઈ રહ્યો કે મેં શું જોયું.’

ઈજા સાથે રમવા વિશે તેમણે કહ્યું, ‘ભારત-પાકિસ્તાનની મૅચમાં લાગણીઓ ખૂબ હોય છે. ભારત માટે રમું છું પાકિસ્તાન સામે મારી બીજી મૅચ હતી. પહેલી મૅચમાં હું જલ્દી આઉટ થઈ ગયો હતો. હું મારી ટીમ માટે કરવા માગતો હતો. મારે બહાર જવું ન હતું. મને હતું કે હું રમીશ તો પાકિસ્તાનના બૉલરો પર પ્રેશર બનેલું રહેશે. મારી પાસે આ જીત વિશે બોલવા શબ્દ નથી. ઉલ્વા અને મનલ જે રમ્યા છે તેમને સલામ કરવી પડે.’

આઉટ થયા પછી મનલની આંખમાંથી આંસુ આવી ગયા

IND vs PAK U-19 : છેલ્લા બૉલે બાઉન્ડ્રી ફટકારી ભારતને એશિયા કપ જીતાડનારા ગુજરાતી ખેલાડી મોહિત ઉલ્વા કોણ છે?

મોહિત ઉલ્વાની સાથે મનલ ચૌહાણે પણ સારી બેટિંગ કરી હતી. મનલ ચૌહાણે 32 બૉલમાં 47 રન બનાવ્યા હતા.

મનલ ચૌહાણ પોતાની ઇનિંગ વિશે વાત કરતા કહે છે, ‘મારા કોચે મને કહ્યું કે તુ તારી શક્તિઓ અને પ્રક્રિયા પર વિશ્વાસ રાખજે. મને મેદાન પર જઈને આનંદ માણવાનું કહેવામાં આવ્યું હતું. મેં ટાર્ગેટને નાના નાના ભાગોમાં વહેંચી નાખ્યો હતો. હું દરેક ઑવરમાં એક બાઉન્ડ્રી શોધી રહ્યો હતો. હું મારી ટીમને ધીમે ધીમે જીતની નજીક લઈ જઈ રહ્યો હતો પરંતુ આઉટ થયો પછી મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં.’

ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનના વખાણ પાકિસ્તાનની અન્ડર-19 ટીમના કૅપ્ટન ફરહાન યુસુફે કરતા કહ્યું, ‘મને લાગે છે કે અમે સારો સ્કોર બનાવવામાં સફળ રહ્યા, પરંતુ ભારતે શાનદાર ક્રિકેટ રમી.’

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS