Home તાજા સમાચાર gujrati પોર્નોગ્રાફીની લત લાગી એ કેવી રીતે જાણવું? તેનાં લક્ષણો અને તેમાંથી બહાર...

પોર્નોગ્રાફીની લત લાગી એ કેવી રીતે જાણવું? તેનાં લક્ષણો અને તેમાંથી બહાર આવવાના ઉપાયો

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનના ભૂતપૂર્વ ઑલિમ્પિક ડાઇવર ફ્રેડી વૂડવર્ડને તેમની કિશોરાવસ્થામાં અહેસાસ થયો હતો કે, પોર્ન જોવાનું તેમનું વ્યસન સમસ્યા સર્જી રહ્યું હતું.

તેમણે કહ્યું હતું, “જ્યારે પણ હું અભ્યાસ કરવા બેસતો, ત્યારે બસ મને તે વેબસાઇટ્સ ખોલવાની જ ઇચ્છા થતી.”

12 વર્ષની વયે તેઓ “હાર્ડકોર” કહેવાતી વેબસાઇટ્સ નિયમિતપણે જોતા હતા.

તેમની કારકિર્દી જેમ-જેમ આગળ વધતી ગઈ અને ઑલિમ્પિકમાં તેમણે તેમના દેશનું પ્રતિનિધિત્વ કર્યું, તેમ-તેમ તેઓ દિવસમાં એક કરતાં વધુ વખત આવું એડલ્ટ (પોર્ન) કન્ટેન્ટ જોવા માંડ્યા.

અત્યારે 30 વર્ષના આ ઑલિમ્પિયને બીબીસીને જણાવ્યું હતું કે, આખરે તેમણે તેમની વિચારસરણી બદલીને આ આદતમાંથી છૂટકારો મેળવ્યો.

તેમણે કહ્યું હતું, “તમે ફક્ત એવી વ્યક્તિ ન બની શકો, જે પોર્ન છોડવાનો પ્રયત્ન કરી રહી હોય. તમારે એવી વ્યક્તિ બનવું પડશે, જે બિલકુલ પોર્ન જોતી જ ન હોય અને તેમ કરવું અત્યંત મુશ્કેલ છે.”

તો, તમને એ કેવી રીતે ખબર પડે કે, પોર્ન જોવાની તમારી લત કાબૂ બહાર થઈ ગઈ છે? અને તમે તેનો સામનો કેવી રીતે કરશો?

“પોર્ન જોવાની લત” એક સામાન્ય શબ્દ બની ગયો હોવા છતાં, તેને સત્તાવાર રીતે કોઈ બીમારી કે વિકાર તરીકેની માન્યતા મળી નથી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

સેક્સ અને રિલેશનશિપ સાઇકોથેરેપિસ્ટ સિલ્વા નેવ્સ જણાવે છે, “અમે જાણીએ છીએ કે, ઘણા લોકો પોર્ન જોવાની ટેવ ધરાવે છે.”

તેઓ કહે છે કે, તેમના પ્રાઇવેટ ક્લિનિકમાં આ આદતથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ, આને ખરેખર “વ્યસન” ગણવી જોઈએ કે નહીં, તે મામલે નિષ્ણાતોમાં મતમતાંતરો પ્રવર્તે છે.

ઉદાહરણ તરીકે, શું તે નશીલાં દૃવ્યોના વ્યસન જેવું છે? અને તેનો સામનો કરવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે?

ઑસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી ખાતેના સંશોધક કેમ્પબેલ ઇન્સ જણાવે છે કે, મોટા ભાગના ડૉક્ટરો હવે એ વાત સાથે સંમત છે કે, લોકો “પોર્નનો ઉપયોગ સમસ્યાજનક” રીતે કરતા હોય, એ શક્ય છે.

પણ તેનાં કારણો તેમજ સારવાર વિશે હજુ ઘણું સમજવાનું બાકી છે.

તેનો અર્થ એ કે, જે લોકો માનતા હોય કે, તેમને પોર્ન જોવાની લત છે, તેમનાં માટે લક્ષણો કે સારવારની કોઈ નિર્ધારિત યાદી નથી.

કેટલાક નિષ્ણાતો તેને કમ્પલ્ઝિવ સેક્સ્યુઅલ બિહેવિયર ડિસોર્ડરનું એક સ્વરૂપ ગણાવે છે. ડબલ્યુએચઓ આ સ્થિતિને માન્યતા આપે છે.

સાઇકોથેરેપિસ્ટ ડૉક્ટર પૌલા હોલ સમજાવે છે, “આમાં, લોકોને એવું લાગે છે કે, તેમની જાતીય વર્તણૂક કાબૂ બહાર જતી રહી છે, તેના લીધે તેમને ઘણી મુશ્કેલી પડી રહી છે અને વારંવારના પ્રયત્નો છતાં તેઓ તેને નિયંત્રિત કરી શકતા નથી.”

ડૉક્ટર હોલ સેક્સ અને પોર્નની લત માટેના કેન્દ્ર – લોરેલ સેન્ટર ખાતે કામ કરે છે.

શું હું પોર્નની લત ઓછી કરી શકું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

નેવ્સ જણાવે છે કે, આ મામલો તેના પર નિર્ભર નથી કરતો કે, તમે કેટલી વખત કે કેટલા લાંબા સમય સુધી પોર્ન જુઓ છો.

મુખ્ય સવાલ એ છે કે, “તે વ્યસન તમારા જીવનને કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે?”

ઉદાહરણ તરીકે, આખી રાત પોર્ન જોવાને કારણે ઓફિસે મોડા પહોંચવું, પ્રિયજનો તરફની કટિબદ્ધતાઓ કે જવાબદારીઓ કરતાં પોર્નને પ્રાધાન્ય આપવું કે પછી ઓફિસે પોર્ન જોવું.

સંશોધક ઇન્સ જણાવે છે કે, સ્વયંને એ પૂછવું પણ મહક્ત્વપૂર્ણ છે કે, તમે જ્યારે ઇચ્છો, ત્યારે તમારી આદત ઘટાડી શકો છો અથવા તો બદલી શકો છો ખરા?

અને પોર્ન જોવાથી તમને અગાઉ જેટલો આનંદ ન આવતો હોય, તો પણ તમે તે જોયા રાખો છો?

ક્રેગ સ્વયંને પોર્નની લતમાંથી ઊભરી રહેલી વ્યક્તિ ગણાવે છે. કોવિડ મહામારી દરમિયાન નિયંત્રણ ગુમાવવું એ તેમના માટે મહત્ત્વનો વળાંક હતો. તે સમયે તેઓ ઉંમરની ત્રીસીમાં હતા.

તેઓ જણાવે છે, “મને નથી લાગતું કે, લૉકડાઉન પહેલાં તે મારા માટે ક્યારેય મોટી સમસ્યા બની હોય. પણ લૉકડાઉન દરમિયાન વધેલા દબાણ અને એકલતાએ આ સમસ્યાને વધારી દીધી.”

“મને સમજાતું નહોતું કે, આ આદતમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો.”

જોકે, ઇન્સ સાવધાન કરે છે કે, ઘણા લોકો પોર્ન જોવાની તેમની લતને લઈને સામાજિક, નૈતિક કે ધાર્મિક કારણોસર અપરાધભાવ કે અસહજતા અનુભવી શકે છે.પરંતુ, તેનો અર્થ એ નથી કે તેમની આદત કાબૂ બહાર જતી રહી છે.

નેવ્સ જણાવે છે, “કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ વખત કે પાંચ મિનિટ પોર્ન જોઈને શરમની લાગણીને લીધે એવું વિચારી શકે છે કે, તેને આની લત લાગી છે.”

“જ્યારે કોઈ વ્યક્તિ રોજેરોજ પોર્ન જોઈ શકે છે અને વિચારે કે, એમાં કશું ખોટું નથી.”

હોલ પણ તેમના ક્લાયન્ટ્સને એ માનસિકતામાંથી બહાર નીકળવાની સલાહ આપે છે કે, “કાં તો મને લત છે અથવા નથી.”

તેને બદલે, એ તરફ નજર કરો કે, પોર્ન કેવી રીતે તેમના અભ્યાસ, કામ, સંબંધો અને તેમના જીવનનાં અન્ય પાસાંઓ પર વિપરીત અસર ઉપજાવી રહ્યું છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

ટીવી પ્રેઝન્ટર ઓરે ઓડુબાએ 30 વર્ષ સુધી ચાલેલી તેમની પોર્નની લત વિશે ગયા વર્ષે જાહેરમાં વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, તેઓ નવ વર્ષના હતા, ત્યારે આની શરૂઆત થઈ હતી અને તેઓ “અંદરને અંદર તેમની જિંદગી બરબાદ કરી રહ્યા હતા.”

ગયા વર્ષે “વી નીડ ટુ ટોક” પોડકાસ્ટમાં તેમણે કહ્યું હતું કે, બાળપણથી જ તેઓ તેમના જીવનના વિવિધ આઘાતોનો સામનો કરવા માટે પોર્ન તરફ વળ્યા હતા. પછીથી તેમણે આ આદત પર કાબૂ મેળવી લીધો હતો.

નિષ્ણાતો કહે છે કે, આ વર્તન શા માટે શરૂ થાય છે તે હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી અને આ ક્ષેત્રે વધુ સંશોધન કરવાની જરૂર છે.

ઇન્સ કહે છે, “વૈજ્ઞાનિક સંશોધન ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.”

હોલના જણાવ્યા પ્રમાણે, આ વર્તન કેટલીક વખત જીવનમાં આવેલી કોઈ પરેશાનીમાંથી છટકવા માટેના ઉપાય તરીકે શરૂ થઈ શકે છે, જેમ કે, તણાવપૂર્ણ કારકિર્દી અથવા તો સંબંધવિચ્છેદ.

આ ઉપરાંત, કેટલાંક “અગાઉથી મોજૂદ પરિબળો પણ હોઈ શકે છે,” જેમ કે, ટ્રોમા, બાળપણના અનુભવો અથવા તો પોતાના વિશે નકારાત્મક વિચારસરણી.

આ કારણોસર કોઈ વ્યક્તિ માટે પોર્ન જોવાની આદત છોડવાનું વધારે મુશ્કેલ બની શકે છે.

ક્રેગ 40 વર્ષના છે. તેઓ કહે છે કે, પોર્ન તેમના માટે “જીવનની ચડતી-પડતીનો સામનો કરવા માટેનો એક રસ્તો બની ગયું હતું.”

તેમને એ સમય યાદ છે, જ્યારે તેઓ “પોતે તૂટી ગયા હોવાની અને કોઈ રસ્તો બચ્યો ન હોવાની” લાગણી અનુભવતા હતા. પણ સારવાર અને રિકવરી પછી, તેમની વિચારસરણી બદલાવા માંડી હતી.

હોલ ડિજિટલ વાતાવરણની અસર તરફ પણ ઈશારો કરતાં કહે છે કે, લોકો આવા અલ્ગોરિધમને લીધે પણ “ડિઝાઇન દ્વારા વ્યસની” બની શકે છે.

હોલ અને નેવ્સ, બંનેનું માનવું છે કે, એઆઈ-જનરેટેડ પોર્નને લીધે આ પરિસ્થિતિ વધુ વણસી રહી છે.

નેવ્સના જણાવ્યા પ્રમાણે, તેના લીધે લોકો ‘એ જ વસ્તુ બનાવી શકે છે, જે તેમને જોઈતી હોય.’

‘એક-એક દિવસ આગળ વધવાનું છે’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

જો તમને એવું લાગતું હોય કે, પોર્ન જોવાની તમારી આદત સમસ્યા બની રહી છે, તો કોઈ યોગ્ય અને અનુભવી નિષ્ણાતની સહાય લેવી જોઈએ.

ઇન્સ કહે છે કે, ખાસ કરીને કોઈ રજિસ્ટર્ડ સાઇકોલોજિસ્ટ સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે છે. કારણ કે, તેઓ તમારા માનસિક સ્વાસ્થ્યને સમાવેશક રીતે જોઈ શકે છે.

તેમના જણાવ્યા પ્રમાણે, પોર્ન સાથે સંકળાયેલી સમસ્યાઓની સાથે માનસિક આરોગ્યની અન્ય સમસ્યાઓ હોવી સામાન્ય છે.

ક્રેગ સાથે પણ આવું જ થયું હતું. તેમને એ નહોતી ખબર કે, પોર્ન જોવાની તેમની આદત બિનઆરોગ્યપ્રદ હોઈ શકે છે.

આ વાત ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે તેમણે તેમના માનસિક આરોગ્ય માટે થેરેપી લેવાનું શરૂ કર્યું.

“મને ભાન થયું કે, પોર્ન જોવાની આદત મારી માનસિક આરોગ્યની સમસ્યા વધારવા પાછળનું એક કારણ હતી,” એમ તેઓ કહે છે.

તેમના થેરેપિસ્ટે તેમને સેક્સ એડિક્શનથી રાહત આપતા 12-સ્ટેપના પ્રોગ્રામ સાથે જોડાવાની સલાહ આપી હતી.

રિકવરીનું આ મૉડલ આલ્કોહોલિક્સ એનોનિમસ દ્વારા તૈયાર કરવામાં આવેલા મોડલ પર આધારિત છે.

ક્રેગ કહે છે કે, તેનાથી તેમને ઘણી જ મદદ મળી હતી.

“પોર્નની મારી લતમાંથી મુક્તિ મેળવવી એટલું સીધું-સરળ નહોતું. મને લાગે છે કે, હવે હું સારી સ્થિતિમાં છું, પણ હું એ પણ માનું છું કે, રિકવરી એક એવી પ્રક્રિયા છે, જે રોજ એક-એક દિવસ આગળ વધે છે.”

ઇન્સ પોતાના માટે સાચી મદદ મેળવતાં પહેલાં પૂરતું સંશોધન અને તપાસ કરવાની ભલામણ કરે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

સાથે જ તેઓ તમામ લોકોને એકસમાન સામાન્ય સલાહ આપતા ઓનલાઇન સ્રોતોથી ચેતવે છે.

નેવ્સ કહે છે કે, “કેટલાક નિષ્ણાતો લોકોને સંપૂર્ણપણે પોર્ન છોડવામાં મદદ કરે છે, જ્યારે અમુક નિષ્ણાતોનું લક્ષ્ય એ હોય છે કે, વ્યક્તિ પોર્નને તેના જીવનમાં એ રીતે સામેલ કરે કે, તેનો ઉપયોગ નિયંત્રણમાં અને સામાન્ય જીવનને અનુકૂળ રહે.”

હોલના જણાવ્યા પ્રમાણે, સારવારનો એક મહત્ત્વનો ભાગ આ આદત થવા પાછળનું કારણ સમજવાનો છે.

તેઓ કહે છે કે, લોકો તેમના ફોન કે કમ્પ્યુટર પર પોર્ન-બ્લોકિંગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા જેવાં વ્યવહારુ પગલાં પણ ભરી શકે છે.

સાથે જ તેઓ એવી પરિસ્થિતિની ઓળખ કરવાની ભલામણ કરે છે, જેમાં તમને પોર્ન જોવાની ઈચ્છા થતી હોય, જેમ કે, જ્યારે તમે દબાણમાં હો કે એકલા હો.

તે પછી પહેલેથી એ નક્કી કરી શકાય છે કે, આવી સ્થિતિમાં પોર્ન જોવાને બદલે શું કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS