Home તાજા સમાચાર gujrati ફ્રાન્સમાં હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસે લોકો માટે ઍડવાઝરી જારી કરી – ન્યૂઝ...

ફ્રાન્સમાં હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસે લોકો માટે ઍડવાઝરી જારી કરી – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

ફ્રાન્સમાં હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસે લોકો માટે એડવાઝરી જારી કરી

વાંચવાનો સમય: 2 મિનિટ

ફ્રાન્સમાં વિરોધપ્રદર્શનો અને કર્ફ્યૂ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે, જેને ધ્યાનમાં રાખીને પેરિસસ્થિત ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે એક ઍડવાઇઝરી જારી કરી છે.

દૂતાવાસે ફ્રાન્સમાં રહેતા અને ત્યાં પ્રવાસ કરી રહેલા લોકોને સતર્ક રહેવા અને પ્રદર્શનસ્થળોથી દૂર રહેવા અપીલ કરી છે.

ઍડવાઇઝરીમાં જણાવાયું છે કે ફ્રાન્સમાં હાલના ઘટનાક્રમ અને ત્યાં કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂને ધ્યાનમાં રાખીને સતર્ક રહો અને સંપૂર્ણ સાવધાની રાખો. જ્યાં ભીડ હોય અને વિરોધપ્રદર્શન ચાલતાં હોય એવી જગ્યાએ ન જાઓ. સાથે સાથે ફ્રાન્સના પ્રશાસન દ્વારા જારી નિર્દેશો અને સલાહનું પાલન કરો.

દૂતાવાસે કહ્યું કે ફ્રાન્સમાં કોઈ ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરતા ભારતીય નાગરિકો સંબંધિત ભારતીય મિશનનો સંપર્ક કરી શકે છે.

ભારતીય દૂતાવાસ, પેરિસ, ફોન નંબર : +33648340063, ઇમેઇલ: cons.paris@mea.gov.in

કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, માર્સિલે, ફોન નંબર : +33743162559, ઇમેઈલ: cgo.marseille@mea.gov.in

ફ્રાન્સમાં હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસે લોકો માટે એડવાઝરી જારી કરી

રણબીર કપૂરે પોતાના વાઇરલ નિવેદન પર માફી માગી

રણબીર કપૂરે પોતાના વાઇરલ નિવેદન પર માફી માંગી સ્પષ્ટતા કરી

બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરે કોલકાતામાં દશેરાના કાર્યક્રમ દરમિયાન પોતાના નિવેદન અંગે માફી માગી છે.

રણબીર કપૂરે બુધવારે સાંજે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે દશેરાના કાર્યક્રમ દરમિયાન બોલતી વખતે તેમનાથી ચૂક થઈ ગઈ હતી.

સોશિયલ મીડિયા પર રણબીર કપૂરનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે, “આખરે સચ્ચાઈ-અચ્છાઈનો જ અંત થશે”.

તેમણે કહ્યું કે “મારો કહેવાનો અર્થ એવો હતો કે બુરાઈ ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, છેલ્લે સચ્ચાઈ અને અચ્છાઈની જ જીત થશે.”

રણબીરે કહ્યું કે “આનાથી મને રૉકસ્ટાર ફિલ્મમાં રહેમાનસર (એ.આર. રહેમાન) સાથે કરેલું કામ યાદ આવે છે. હું એટલું જ કહીશ કે ‘જો ભી મેં કહના ચાહું, બરબાદ કરે અલ્ફાઝ મેરે’, તેથી હું આ માટે ખરેખર માફી માગું છું.”

અહીં નોંધવું જરૂરી છે કે આગામી મહિને રણબીરની નીતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ રામાયણ આવવાની છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS