Home તાજા સમાચાર gujrati બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બન્યું મજબૂત, ગુજરાતમાં ચોમાસાની વિદાય ક્યારે?

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બન્યું મજબૂત, ગુજરાતમાં ચોમાસાની વિદાય ક્યારે?

3
0

Source : BBC NEWS

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બન્યું મજબૂત, ગુજરાતમાં ચોમાસાની વિદાય ક્યારે?

પ્રકાશિત

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બનીને આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે.

આ સિસ્ટમ વાવાઝોડું નહીં પરંતુ ડીપ ડિપ્રેશન છે, જેના કારણે તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, ગુજરાતમાં આ તોફાનની કોઈ સીધી અસર નહીં થાય અને વરસાદની શક્યતા નહિવત્ છે. રાજ્યમાં માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગ અનુસાર આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે.

વીડિયો: દીપક ચુડાસમા

ચોમાસું ગુજરાત વરસાદ શિયાળો બીબીસી ગુજરાતી હવામાન પાણી ખેતર ખેડૂત ખેત ખાતર વાવેતર દુષ્કાળ

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS