Home તાજા સમાચાર gujrati ભરૂચમાં આવેલ વાગરા વિસ્તારની સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ: ચાર કામદારોના મોત

ભરૂચમાં આવેલ વાગરા વિસ્તારની સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ: ચાર કામદારોના મોત

2
0

Source : BBC NEWS

ભરૂચમાં આવેલ વાગરા વિસ્તારની સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ: ચાર કામદારોના મોત

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

ભરૂચથી બીબીસી સહયોગી સાજિદ પટેલ અનુસાર, ભરૂચમાં આવેલ વાગરા વિસ્તારની સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના બની હતી.

SynZeal Pharmachem (સેનઝીલ ફાર્માકેમ) કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન મોટો બ્લાસ્ટ થયો હતો.

તંત્ર અનુસાર, આ બ્લાસ્ટમાં ગંભીર ઇજાના પગલે ચાર કામદારોનાં મોત થયાં છે, તેમજ બે કામદાર ઇજાગ્રસ્ત છે.

વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ 15 કિલોમીટરની ત્રિજ્યામાં સંભળાયો હતો.

સાજિદ પટેલ જણાવે છે કે આ ઉપરાંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડાયા હોવાની માહિતી મળી રહી છે.

તે ઉપરાંત ઇન્ડ્રસ્ટીયલ સેફટી ઍન્ડ હેલ્થ વિભાગની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો?

ભરૂચમાં આવેલ વાગરા વિસ્તારની સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ: ચાર કામદારોના મોત

ગુજરાતના ભરૂચ જિલ્લાના સાયખા GIDCમાં સિનજીલ ફાર્માકેમ કંપનીમાં શુક્રવારે મોડી રાત્રે રિએક્ટર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પછી લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યા હતા.

આ અકસ્માત હાઇડ્રોજનેશન પ્રક્રિયા દરમિયાન કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક કેન્દ્ર વાગરા તાલુકાના સાયખા GIDCમાં વિસ્ફોટથી સમગ્ર જિલ્લો હચમચી ઊઠ્યો છે. કામદારોએ ગૅસ લીકેજને કારણે આંખોમાં તીવ્ર બળતરાની ફરિયાદ પણ કરી હતી.

રિએક્ટર વિસ્ફોટ, MDC (મિથિલિન ડાયક્લોરાઇડ) ગેસના લીકેજ સાથે, કંપનીના પરિસર અને તેની બહાર ધુમ્મસભર્યું વાતાવરણ ફેલાયું, જેના કારણે કામદારો ગૅસના સંપર્કમાં આવ્યા હતા

આ ઘટનામાં તંત્ર તરફથી માહિતી અનુસાર, હાલના તબક્કે ચાર લોકોનાં મોત થયાં છે.

તંત્રએ શું કહ્યું?

ભરૂચમાં આવેલ વાગરા વિસ્તારની સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ: ચાર કામદારોના મોત

ભરૂચનાં એસડીએમ મનીષા મનાણી જણાવ્યું હતું કે આ સેનઝીલ ફાર્માકેમમાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધી ચાર કામદારોનાં મોત થયાં છે, અને બે કામદારોની સારવાર ચાલુ છે.

તેમેન જણાવ્યું હતું કે, તેમજ કંપનીના બાકીના કામદારોની ઓળખ જાણવાની પ્રક્રિયા થઈ રહી છે

તેમણે કહ્યું, હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો GPCB અને ઇન્ડ્રસ્ટીયલ સેફટી ઍન્ડ હેલ્થ વિભાગની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS