Home તાજા સમાચાર gujrati ‘મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી હાથ અને પગમાં લકવો થઈ શકે’, 6...

‘મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી હાથ અને પગમાં લકવો થઈ શકે’, 6 મુદ્દામાં સમજો કે ડૉક્ટર શું કહે છે?

3
0

Source : BBC NEWS

ઘણા લોકોને મોડી રાત સુધી મોબાઇલ જોવાની હોય છે અને નિષ્ણાતો અનુસાર આ સતત મોબાઇલ જોવાથી ગળાને ભાગે નુકસાન થઈ શકે છે (પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શરીરના વિવિધ ભાગોમાં થતા સ્નાયુ અને હાડકાં સંબંધિત દુખાવામાં 8.2%થી 80% સુધીનો દુખાવો સ્માર્ટફોનના વપરાશને કારણે થાય છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કૅનેડામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા 84% વિદ્યાર્થીઓએ સ્નાયુ-હાડકાંનો દુખાવો અનુભવ્યો જેમાં મોટા ભાગના લોકોને ગળાના ભાગે સૌથી વધુ અસર થઈ હતી.

ઉપરાંત, અહેવાલો દર્શાવે છે કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ હાથ અને આંગળીઓની પક્કડ જેવી શક્તિ ઘટાડે છે અને હાથની એકંદરે કાર્યક્ષમતાને અસર કરે છે.

આ લેખ ન્યુરોસર્જન ડૉ. વિશ્વનાથન દ્વારા શૅર કરાયેલી માહિતીનો વિસ્તાર કરે છે કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ અને લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી વાસ્તવમાં શું સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.

ગળાનો દુખાવો, મોબાઇલ ફોન, સ્વાસ્થ્ય, બીબીસી, હેલ્થ

મોબાઇલના ઉપયોગથી શું નુકસાન થાય છે?

'મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ હાથ અને પગના લકવાનું કારણ બની શકે છે' ડૉક્ટર શું કહે છે?

જવાબ: માનવ શરીર હજારો વર્ષો પહેલાં ચાર પગે ચાલવાની સ્થિતિમાંથી ધીમે ધીમે બે પગે ચાલવા માટે વિકસિત થયું હતું. આ ફેરફારના પરિણામે, શરીરનું પૂરું વજન કમર, ઘૂંટણ અને પગના સાંધા દ્વારા સીધું કરોડરજ્જુ પર આવે છે.

તે જ રીતે, ગળાના હાડકાએ માથાનું વજન ઊંચકવું પડે છે. ગળું અને માથું સતત હલનચલન કરે છે, જેથી સમય જતાં તેમાં ઘસારો આવે છે.

ખાસ કરીને, મોબાઇલ ફોન અને કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે લાંબા સમય સુધી ઝૂકવાની આદત ગળા અને કરોડરજ્જુ પર ભાર વધારે છે. કરોડરજ્જુ અને ગળાનાં હાડકાંના સાંધા વચ્ચે આવેલી ગાદી સ્પાઇનલ ડિસ્ક વધુ પડતા વપરાશને કારણે ધીમે ધીમે ઘસાય છે.

માથાનું સામાન્ય વજન ફક્ત પાંચ કિલોગ્રામ હોવા છતાં, પરંતુ જ્યારે ગળાને આગળ તરફ ઝુકાવવામાં આવે છે, ત્યારે ગળા પરનો બાયોમિકેનિકલ ભાર 27 કિલોગ્રામ સુધી વધી શકે છે. ગળાનાં હાડકાંની આસપાસના સ્નાયુઓ જ માથાને સ્થિર રાખે છે. માથાને આગળ ઝુકાવતી વખતે આ સ્નાયુઓ પરનું દબાણ નોંધપાત્ર રીતે વધે છે.

આ સતત દબાણ ગળામાં જડતા લાવી શકે છે અને તે દુખાવો ખભા સુધી ફેલાઈ શકે છે. સોય વાગતી હોય તેવી અનુભૂતિ અને અંગો બહેરાં (સુન્ન) થઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

ગળાના ભાગે દરેક સ્તર પર અલગ-અલગ નસ હોય છે જે નસ પર દબાણ આવે છે તે મુજબ લક્ષણો બદલાય છે. જો આ સ્થિતિને અવગણવામાં આવે તો હાથ અને આંગળીઓની સામાન્ય કામગીરી ધીમી પડી શકે છે.

ગળાનો દુખાવો, મોબાઇલ ફોન, સ્વાસ્થ્ય, બીબીસી, હેલ્થ

લાંબા સમય સુધી બેસી રહેવાથી કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય?

'મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ હાથ અને પગના લકવાનું કારણ બની શકે છે' ડૉક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, Perawit Boonchu/Getty Images

જવાબ : ઘણા લોકો જે આઇટી ઉદ્યોગના લોકો પણ સામેલ છે જેઓ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં પોતાના ફોનનો ઉપયોગ કરે છે અથવા લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં કામ કરે છે તેમણે દર ત્રીસ મિનિટે ઊભા થઈને થોડું સ્ટ્રેચિંગ કરવું જોઈએ.

સતત બેસી રહેવાથી શરીરના વજનનું દબાણ કમર, ઘૂંટણ અને ઘૂંટીના સાંધાને બદલે સીધું કમરના નીચલા ભાગની કરોડરજ્જુ પર કેન્દ્રિત થાય છે. આના કારણે કમરના ભાગે ગાદી ખસી જવાની શક્યતા વધી જાય છે.

આ સ્થિતિ ગંભીર બને ત્યારે પીઠથી લઈને પગ સુધી દુખાવો ફેલાવો, પગ બહેરા થઈ જવા, પગની આંગળીઓ અને પંજા હલાવવામાં નબળાઈ આવવી જેવાં લક્ષણો દેખાઈ શકે છે. અત્યંત ગંભીર કિસ્સામાં પેશાબ અને મળત્યાગ પરનું નિયંત્રણ પણ ખોરવાઈ શકે છે.

તેવી જ રીતે, જો ગળાના ભાગે નસનું નુકસાન થતું રહે તો કરોડરજ્જુની મુખ્ય નસ પર દબાણ આવવાનું જોખમ રહેલું છે, જેના કારણે લકવો થવાનું અને પેશાબ પરનું નિયંત્રણ ગુમાવવાનું જોખમ રહેલું છે.

ગળાનો દુખાવો, મોબાઇલ ફોન, સ્વાસ્થ્ય, બીબીસી, હેલ્થ

ગળાના દુખાવા અને કામ વચ્ચે શું સંબંધ છે?

“કમ્પ્યુટર અને ડિજિટલ કાર્યો લાંબા સમય સુધી બેસવા, ઓછી હલનચલન અને ઓછું રિફ્રેશમેન્ટ બ્રેકને પ્રોત્સાહન આપે છે. સતત ગળું વાળવું કે આગળ ઝૂકવું સર્વાઇકલ કરોડરજ્જુ પર સતત તાણ લાવે છે.”

“આનાથી ગળાના એક્સટેન્સર સ્નાયુઓ અને આસપાસના નરમ પેશીઓ પર તાણ વધે છે, જેના કારણે થાક અને ઓવરલોડનું ચક્ર રચાય છે. સતત દબાણ સ્નાયુઓનું સંતુલન બગાડે છે, શારીરિક સ્થિતિની ઓળખ ઘટાડે છે અને ગળાના માળખામાં ફેરફાર કરીને ઘસારો લાવે છે, જે છેવટે કાયમી દુખાવો અને જડતા તરીકે સામે આવે છે.”

ગળાનો દુખાવો, મોબાઇલ ફોન, સ્વાસ્થ્ય, બીબીસી, હેલ્થ

રીલ્સ જોવાથી શું નુકસાન થાય છે?

'મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ હાથ અને પગના લકવાનું કારણ બની શકે છે' ડૉક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, Xavierarnau/Getty Images

જવાબ : ડૉ. વિશ્વનાથન કહે છે કે મોબાઇલ ફોન, ખાસ કરીને રીલ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ આધુનિક જીવનશૈલીનો અનિવાર્ય ભાગ બની ગયા છે, તે ગળાના સ્વાસ્થ્ય માટે સીધો ખતરો છે.

“સતત નીચે નમીને સ્ક્રીન જોવાથી ગળું, જે લોર્ડોટિક વળાંકમાં હોવું જોઈએ, ધીમે ધીમે કાઇફોટિક વળાંકમાં ફેરવાઈ જાય છે. આનાથી ગળામાં જડતા, સ્નાયુઓમાં ખેંચાણ, હાથ સુધી ફેલાયેલો દુખાવો અને આંગળીઓમાં નબળાઈ થઈ શકે છે.”

આનાથી બચવા માટે દર ત્રીસ મિનિટે ગળાને આગળ, પાછળ, ડાબે, જમણે ફેરવવું અને નમાવવું જોઈએ. આ છ મૂળભૂત હલનચલનવાળી કસરતો કરવી જોઈએ.”

ગળાનો દુખાવો, મોબાઇલ ફોન, સ્વાસ્થ્ય, બીબીસી, હેલ્થ

તેને રોકવાના ઉપાયો શું છે?

જવાબ : કમરનો દુખાવો થાય તે પહેલાં પેટ અને કરોડરજ્જુની આસપાસના સ્નાયુઓને મજબૂત કરતી મૂળભૂત કસરતો ટ્રેનરના માર્ગદર્શન હેઠળ સતત કરવી જોઈએ.

ડૉક્ટર વિશ્વનાથન જમીન પરથી વસ્તુઓ ઉપાડતી વખતે તમારી પીઠને વાળવાને બદલે તમારા ઘૂંટણ વાળીને સીધા નીચે બેસીને વસ્તુ ઉપાડવાની સલાહ આપે છે.

“બેસવાની ખુરશીનો પ્રકાર, હાથ રાખવાની સ્થિતિ અને કમ્પ્યુટર સ્ક્રીનની ઊંચાઈ એવી હોવી જોઈએ જે આપણી નજરની સીધી રેખામાં આવે. આ પ્રકારની યોગ્ય બેઠક વ્યવસ્થા કરોડરજ્જુ અને ગળાનું સ્વાસ્થ્ય જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ડૉ. વિશ્વનાથન કહે છે કે જો હાથની સ્થિતિ યોગ્ય ન હોય તો કાર્પલ ટનલ સિન્ડ્રોમ નામની સ્થિતિ થવાનું જોખમ રહેલું છે અને જો ગળું સતત વાંકું રહેતું હોય, તો સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ નામનો ડિજનરેટિવ રોગ થવાનું જોખમ રહેલું છે.

'મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ હાથ અને પગના લકવાનું કારણ બની શકે છે' ડૉક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, Catherine Falls Commericial/Getty Images

તેવી જ રીતે, સામાન્ય રીતે ઘણા લોકોને ગળાના ટચાકા ફોડવાની ટેવ હોય છે, નિષ્ણાતો તેનો સખત વિરોધ કરે છે. માથા અને ગળા વચ્ચેના સાંધામાં આનાથી નસને નુકસાન થઈ શકે છે.

ખાસ કરીને સલૂનમાં આપવામાં આવતા હેડ મસાજ વખતે ગળાને અચાનક ઝાટકો આપીને મોડવાની ક્રિયા, જેમને પહેલેથી જ ગળાના ઘસારાની શરૂઆત હોય તેમની સ્થિતિ વધુ બગાડી શકે છે.

બાળકોમાં હાડકાંનો વિકાસ હજુ પૂરો થયો ન હોવાથી, આ રીતે ગળા પર દબાણ લાવવાની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ટાળવી જોઈએ.

ગળાનો દુખાવો, મોબાઇલ ફોન, સ્વાસ્થ્ય, બીબીસી, હેલ્થ

ગળાના દુખાવાને અવગણવાથી શું જોખમ છે?

જો નસના દબાણ કે નુકસાનને અવગણવામાં આવે, તો તે ધીમે ધીમે નસની કાર્યક્ષમતા ઘટાડી દે છે. જેના પરિણામે ખભા અને કોણીના ભાગમાં કાયમી નબળાઈ આવી શકે છે.

સતત બેસીને કામ કરતા કર્મચારીઓ દર અડધા કલાકે કે એક કલાકે ઊભા થઈને સ્ટ્રેચિંગ કસરતો કરીને, યોગ્ય બેઠક વ્યવસ્થા જાળવીને અને મોબાઇલનો વપરાશ ઘટાડીને કરોડરજ્જુ તથા ગળાના સ્વાસ્થ્યને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે.

લાંબો સમય બેસીને કામ કરનારાઓમાં પીઠનો દુખાવો, ગળાનો દુખાવો અને યાદશક્તિ ઘટવી જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. યોગ્ય શારીરિક સ્થિતિ, નિયમિત કસરત અને સ્વસ્થ ખાણ-પીણની ટેવો દ્વારા આ સમસ્યાઓને અટકાવી શકાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS