Source : BBC NEWS
રાજકોટ : આ મહિલાઓ કાર અને બાઇક પર તલવાર રાસ કેવી રીતે રમે છે?
પ્રકાશિત
ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને ખેલૈયાઓ પણ વિવિધ જગ્યાએ રાસની રમઝટ બોલાવી રહ્યા છે.
રાજકોટમાં યોજાતી એક નવરાત્રિ ખાસ ગણાય છે, કેમ કે અહીં ક્ષત્રિય મહિલાઓ કાર અને બાઇક પર તલવારરાસ રમે છે. નાની બાળાઓ પણ આ રાસમાં ભાગ લે છે.
આ રાસમાં ભાગ લેવા માટે અગાઉ રજિસ્ટ્રેશન પણ કરાવાયા છે અને મહિલાઓને રાસ અંગે તાલીમ પણ આપવામાં આવે છે.
અગાઉ ઘોડા પર બેસીને તલવારરાસ રમાતો હતો, પણ સમય જતાં રાસ રજૂ કરવાની રીત બદલાઈ છે.
વધુ વિગત માટે જુઓ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




