Home તાજા સમાચાર gujrati સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની દિલ્હી પોલીસે ધરપકડ કરી :...

સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની દિલ્હી પોલીસે ધરપકડ કરી : રત્નાસિંહ- ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

આ તસવીર પોસ્ટ કરીને કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ લખ્યું,

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના કાનૂની મામલાનાં વડાં રત્નાસિંહના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે આજે જંતર-મંતર મામલે સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરી છે.

રત્નાસિંહે જણાવ્યું, “હમણાં જ માહિતી મળી છે કે સૌરવ, આશુતોષ અને અજિંક્યને આગામી એક કલાકમાં મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે એસઇએમ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. નોંધનીય છે કે તેમને કસ્ટડીમાં લેવાયા પછીની 24 કલાકની મર્યાદા હવે પૂર્ણ થઈ રહી છે.”

રત્નાસિંહે ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, “તેમના પર બિનસત્તાવાર પ્રવેશ, બૉન્ડની શરતોનું ઉલ્લંઘન અને સરકારી અધિકારીની ફરજમાં અવરોધ ઉભો કરવા સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે.”

“તેમને સવારે એસસીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એવી શક્યતા છે કે તેમને ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાડ જેલ મોકલવામાં આવે.”

“મોડી રાત સુધી તેમને પોતાના વકીલોને મળવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમને રાત્રે ત્રણ વાગ્યે એક ખાનગી વાનમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ તમામ ગેરકાનૂની કાર્યવાહી છતાં તેમનો આત્મવિશ્વાસ અડગ છે.”

રત્નાસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “અમે હાલમાં દિલ્હી પોલીસને એક ખાસ ‘રૂલબુક’ મુજબ કામ કરતી જોઈ રહ્યા છીએ. આ રૂલબુક ઉપરથી મળતા આદેશોના આધારે ચાલે છે. પોલીસ કાયદાને બાજુએ મૂકી આ રૂલબુકનું પાલન કરી રહી છે.”

“અમે જોયું કે જંતર-મંતર પર માત્ર તિરંગો ફરકાવવા ગયેલા લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લગભગ 24 કલાક વીતી ગયા છે, છતાં તેમને હજુ સુધી કોઈ વકીલને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. શરૂઆતમાં તો તેમને અટકાયતમાં લેવા કે ધરપકડ કરવાનાં કારણો પણ જણાવાયાં નહોતાં. બાદમાં કારણો જણાવાયાં, પરંતુ પ્રશ્ન એ છે કે હાલની પરિસ્થિતિમાં દિલ્હી પોલીસ મનસ્વી રીતે કામ કરી રહી છે.”

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ ઍક્સ પર ત્રણેયની તસવીર શૅર કરીને લખ્યું, “કૉક્રોચ આજિંક્ય, આશુતોષ અને સૌરવ દાસ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની અંદર છે. કોઈ પણ વસ્તુ તેમનો આત્મવિશ્વાસ તોડી શકતી નથી.”

ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્રમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિરોધપ્રદર્શન માટે ત્રણ નવાં સ્થળો નક્કી કરવામાં આવ્યાં હતાં. તેની સાથે જ જંતર-મંતર પર વિરોધપ્રદર્શન કરવા પર પ્રતિબંધ લાગુ થઈ ગયો હતો.

જૂન અને જુલાઈ મહિનામાં સીજેપીએ જંતર-મંતર ખાતે મોટું આંદોલન ચલાવ્યું હતું, જેના બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું.

અમિત શાહ બોલ્યા: ‘2029માં સતત ચોથી હાર માટે તૈયાર રહે રાહુલ ગાંધી’

અમિત શાહે ત્રિપુરા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આસામની જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે ભાજપના કમળના નિશાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના પક્ષમાં પોતાનું સમર્થન આપી દીધું છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં એનડીએને જંગી બહુમતી મળશે, કૉંગ્રેસને સતત ચોથી હારનો સામનો કરવો પડશે.

મંગળવારે દિલ્હીમાં સમાચાર એજન્સીઓ સાથે વાત કરતાં અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ 2029માં થનારી કારમી હાર માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે દાવો કર્યો કે દેશની જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને એનડીએની સાથે મજબૂતીથી ઊભી છે.

તેમણે કહ્યું, “હું રાહુલ ગાંધીને કહેવા માગું છું કે આ દેશની જનતા એસઆઇઆરના નામે ઘૂસણખોરોને બચાવવાની તમારી રણનીતિને સંપૂર્ણ સમજી ચૂકી છે અને હવે તમારી ઉશ્કેરણીમાં આવવાની નથી.”

“હું રાહુલ ગાંધી અને તેમના સાથીઓને એ પણ કહેવા માગું છું કે તેઓ 2029માં થનારી કારમી હાર માટે તૈયાર રહે. 2029ની લોકસભા ચૂંટણીમાં એનડીએને જંગી બહુમતી મળવાની છે, જ્યારે કૉંગ્રેસને સતત ચોથી હારનો સામનો કરવો પડશે.”

અમિત શાહે ત્રિપુરા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આસામની જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે ભાજપના કમળના નિશાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના પક્ષમાં પોતાનું સમર્થન આપી દીધું છે.

તેમણે કહ્યું કે આ રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે દેશની જનતા ભાજપ અને એનડીએની સાથે છે.

પોપ લિયોને ફેફસાનું કૅન્સર હોવાની પુષ્ટિ, વેટિકને સર્જરી અંગે આપી માહિતી

71 વર્ષીય પોપની મંગળવારે રોમની જેમેલી હૉસ્પિટલમાં લગભગ 90 મિનિટ સુધી સર્જરી કરાઈ હતી

વેટિકને એક મેડિકલ બુલેટિનમાં જણાવ્યું છે કે પોપ લિયોને ફેફસાનું કૅન્સર હોવાનું નિદાન થયું છે. જોકે, તેમના જમણા ફેફસાના નીચેના ભાગને દૂર કરવા માટે કરવામાં આવેલી સર્જરી સફળ રહી હતી.

71 વર્ષીય પોપની મંગળવારે રોમની જેમેલી હૉસ્પિટલમાં લગભગ 90 મિનિટ સુધી સર્જરી કરાઈ હતી. ત્યાર બાદ તેમને લંગ એડેનોકાર્સિનોમા હોવાનું જાણવા મળ્યું હતું.

વેટિકને જણાવ્યું, “ઑપરેશન સફળ રહ્યું હતું અને તેમાં કોઈ જટિલતા આવી નહોતી.”

આગળ જણાવાયું કે “ઑપરેશન બાદ પોપ સામાન્ય રીતે ભાનમાં આવ્યા અને થોડા સમય સુધી નિરીક્ષણ હેઠળ રાખ્યા પછી તેઓ તેમના રૂમમાં પરત ગયા હતા.”

ગાંઠની પ્રથમ વખત ઓળખ તે તપાસ દરમિયાન થઈ હતી, જેને વેટિકને “નિયમિત તબીબી તપાસ” ગણાવી હતી. પોપને લગભગ એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.

આ પહેલાં મોટી સંખ્યામાં લોકો પોપ માટે કલાકો સુધી હૉસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા હતા.

જ્યારે પોપની કાર ત્યાંથી પસાર થઈ, ત્યારે લોકોએ તેમનું અભિવાદન કર્યું અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન પોપે કારની પાછળની બારીમાંથી હાથ ઊંચો કરી અને સ્મિત સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

પોતાના નિવેદનમાં વેટિકને જણાવ્યું કે પોપના જમણા ફેફસાનો આખો નીચેનો ભાગ દૂર કરવામાં આવ્યો છે, “જેથી ખાતરી થઈ શકે કે સારવારની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે.”

વેટિકનના એક સૂત્રે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે કૅન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાયું છે કે નહીં, તેની તપાસ કરવા માટે વધુ ચકાસણી કરવામાં આવી રહી છે.

નેહા બોરા બોલ્યાં – “ભાજપ લોકશાહી અને બંધારણની દુશ્મન છે”

નેહા બોરાએ આરોપ લગાવ્યો,

ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન (આઇસા)નાં અધ્યક્ષ નેહા બોરાએ મંગળવારે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન આયોજિત પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ભાજપ પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું, “જ્યારે અમે કહીએ છીએ કે આ લડાઈ જનતા અને ભાજપ વચ્ચેની છે, ત્યારે અમે એવા દુશ્મનની વાત કરીએ છીએ, જે આ દેશના લોકો, ભારતીય લોકશાહી અને બંધારણનો દુશ્મન છે. તેનું નામ ભાજપ છે.”

નેહા બોરાએ કહ્યું, “જો ભાજપ એવું વિચારે છે કે તે લોકશાહીના પાયા પર હુમલો કરશે અને જ્યારે લોકો પોતાના મતાધિકારની રક્ષા માટે રસ્તા પર ઊતરશે, ત્યારે તેમની પાસેથી વિરોધપ્રદર્શન કરવાનો અધિકાર પણ છીનવી લેશે, તો તેને સ્વીકારવામાં આવશે નહીં.”

તેમણે વધુમાં કહ્યું, “મતદારોના અધિકારો પર હુમલો એ ભારત અને લોકશાહી પર હુમલો છે.”

નેહા બોરાએ આરોપ લગાવ્યો, “એસઆઇઆર પ્રક્રિયા સાથે સમાધાન થઈ ચૂક્યું છે, તેથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પદ છોડવું જ પડશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS