Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (આરસીબી)એ ગુજરાત ટાઇટન્સને હરાવીને સતત બીજી સિજનમાં આઈપીએલનો ખિતાબ જીત્યો છે. જોકે આ સિઝનમાં સૌથી વધારે ચર્ચા રાજસ્થાન રૉયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે.
વૈભવ સૂર્યવંશીએ સિઝનમાં સૌથી વધારે 776 રન બનાવીને ઑરેન્જ કૅપ જીતી હતી. તેમણે મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર, મોસ્ટ સિક્સ ઍવૉર્ડ અને સુપર સ્ટ્રાઇકર ઑફ ઝ સિઝન સહિત પાંચ ઍવૉર્ડ જીત્યા.
મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયરનો ઍવૉર્ડ મળ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું કે, “સારું લાગી રહ્યું છે પણ ઇન્ટરવ્યૂ આપવામાં થોડું દબાણ પણ લાગી રહ્યું છે.”
વૈભવ સૂર્યવંશીએ રવિ શાસ્ત્રી સાથે વાત કરતા કહ્યું હતું કે, “આ સિઝનમાં શીખ્યું કે પ્રેશરવાળી ગેમમાં કેવી રીતે રમવું, પોતાની ગેમને ક્યારે કેવી રીતે ચેન્જ કરવાની છે.”
તેમણે કહ્યું કે, “દરેક ગેમ તમે એક જ મોડમાં ન રમી શકો. તમારે ગેમને સ્થિતિને સમજીને રમવી પડશે અને ટીમને શું જરૂર છે તેના હિસાબથી રમવી પડશે.”
મ્યાન્મારમાં ભીષણ વિસ્ફોટમાં 55 લોકોનાં મોત, અત્યાર સુધી શું-શું જાણવા મળ્યું
ઇમેજ સ્રોત, Shwe Phee Myay
પેટ્રિક જૅક્સન અને બીબીસી બર્મીઝ
મ્યાન્મારમાં રવિવારે થયેલા એક ભીષણ બ્લાસ્ટમાં 55 લોકોનાં મોત થયાં અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ વિસ્તાર વિદ્રોહીઓના કબજામાં છે.
શાન રાજ્યમાં નામખામ ટાઉનશિપમાં થયેલી આ ઘટના વિશે એક સૂત્રએ જણાવ્યું કે 25 મહિલાઓ અને 30 પુરુષો માર્યા ગયા છે. કેટલાક અન્ય રિપોર્ટમાં અલગ-અલગ આંકડા આપવામાં આવ્યા છે.
આ વિસ્તાર પર કબજો કરનાર જૂથ અને સેના સામે લડી રહેલા તાઆંગ નૅશનલ લિબરેશન આર્મી (ટીએનએલએ)એ કહ્યું કે ખદાન અને પથ્થર તોડવામાં વપરાતા વિસ્ફોટકો ફાટી ગયા છે, જેને કારણે દુર્ઘટના બની છે.
ટીએનએલએના નિવેદન અનુસાર આ દુર્ઘટના રવિવારે બપોરે 12 વાગ્યે થઈ.
ટીએનએલએ અનુસાર, “આ બ્લાસ્ટના રકારણે કેટલાંક ગામોના લોકોના જીવ ગયા છે, લોકો ઘાયલ થયા છે અને તેમનાં ઘરોને નુકસાન થયું છે.”
એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું કે શરૂઆતમાં કેટલાક લોકોન લાગ્યું કે આ હવાઈ હુમલો છે.
તેમણે લખ્યું કે, “નસીબથી મારા ફોને મારો જીવ બચાવી લીધો. હું મારા રૂમમાં બેસીને નૂડલ્સ ખાઈ રહ્યો હતો અને ફોન જોઈ રહ્યો હતો. જો હું રસોડામાં હોત તો કદાચ જીવતો ન રહ્યો હોત.”
તેમણે કહ્યું કે તેમના પગમાં હળવી ઈજા થઈ છે અને તેમનું ઘર તબાહ થઈ ગયું છે. તેમણે લખ્યું કે, “લોકો રડી રહ્યા હતા, પોતાનાં માતાપિતાને પોકારી રહ્યા હતા. એવું લાગ્યું કે દુનિયા ખતમ થઈ ગઈ છે.”
તેમણે સવાલ ઉઠાવ્યો કે રહેણાક વિસ્તારની પાસે વિસ્ફોટકો ચલાવવાની મંજૂરી કેમ આપવામાં આવી. તેમણે કહ્યું કે જે પરિવારના લોકો મરી ગયા છે, તેઓ ત્યાર સુધી સંતુષ્ટ નહીં થાય જ્યાં સુધી અધિકારીઓ પૂરી સ્પષ્ટતા નહીં કરે.
એએફપી અનુસાર દેશના કેટલાક વિદ્રોહી જૂથ પોતાનું અભિયાન ચલાવવા માટે કિંમતી ખનીજોની ખદાનો પર નિર્ભર રહે છે. સુરક્ષાની નબળી વ્યવસ્થાને કારણે ખદાન ધસી જવાની ઘટનાઓ અને આવી દુર્ઘટના બને છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







