Home તાજા સમાચાર gujrati હવામાન સમાચાર : બંગાળની ખાડીમાં બની સિસ્ટમ, પણ શું ગુજરાતમાં વરસાદ આવશે?

હવામાન સમાચાર : બંગાળની ખાડીમાં બની સિસ્ટમ, પણ શું ગુજરાતમાં વરસાદ આવશે?

3
0

Source : BBC NEWS

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ ચોમાસું વરસાદ ખેતર ખેડૂત ખાતર વાવેતર પાક ગુજરાતી ન્યૂઝ બીબીસી ગુજરાતી હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતના અનેક વિસ્તારો હવે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા લગભગ એક મહિનાથી વરસાદ ગાયબ છે અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લામાં ધીમેધીમે પાણીની પણ અછત શરૂ થઈ ગઈ છે.

એવામાં સૌની નજર એ તરફ છે કે શું ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કામાં વરસાદ આવશે કે નહીં?

જોકે, હવામાન વિભાગના વિવિધ મૉડલો અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ રહેશે અને વાદળો પણ જળવાઈ રહેશે, પરંતુ વધુ વરસાદ પડે તેવી શક્યતા નથી.

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવશે?

બંગાળની ખાડીમાં સિસ્ટમ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ ચોમાસું વરસાદ ખેતર ખેડૂત ખાતર વાવેતર પાક ગુજરાતી ન્યૂઝ બીબીસી ગુજરાતી હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, IMD

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે અને એ લો-પ્રેશર એરિયા બનીને આગળ વધી રહી છે.

આ સિસ્ટમ ઝારખંડ, ઓડિશા થઈને મધ્ય ભારત તરફ આગળ વધશે અને શનિવાર સુધીમાં ગુજરાતની નજીક તેની અસર થશે.

પરંતુ આ સિસ્ટમ સંપૂર્ણપણે ગુજરાત તરફ નહીં આવે અને એ પછી ઉત્તર દિશામાં જશે અને નબળી પડી જાય તેવી શક્યતા છે.

તેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

આ સિસ્ટમને કારણે કદાચ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ પડી શકે.

ગુજરાતમાં આજે ક્યાં પડી શકે વરસાદ?

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાં વરસ્યાં છે. પરંતુ વધુ વરસાદ વરસ્યો નથી.

આજે પહેલી સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે એવી હવામાન વિભાગની આગાહી છે.

આ સિવાય આજે વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છના પણ કેટલાક જિલ્લા સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે.

આગામી બીજી અને ત્રીજી સપ્ટેમ્બરે પણ આ જ પ્રકારે આ જ જિલ્લાઓમાં છૂટાછવાયો હળવો વરસાદ પડે તેવી આગાહી છે.

ગુજરાતના હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી એક અઠવાડિયામાં ભારે કે સારો વરસાદ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.

ગુજરાતમાં કુલ 12 જિલ્લામાં વરસાદની ઘટ

ગુજરાતમાં વરસાદની ઘટ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ ચોમાસું વરસાદ ખેતર ખેડૂત ખાતર વાવેતર પાક ગુજરાતી ન્યૂઝ બીબીસી ગુજરાતી હવામાન સમાચાર

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં કુલ 12 જિલ્લામાં વરસાદની અતિશય ધટ જોવા મળી રહી છે.

દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સૌથી વધુ પ્રભાવિત જિલ્લા છે જ્યાં વરસાદની ઘટ 80 ટકા કે તેનાથી પણ વધુ છે.

આ સિવાય જામનગર અને કચ્છમાં પણ નિર્ધારિત સરેરાશ વરસાદ કરતાં 70 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

ગુજરાતના અરવલ્લી, ગીર-સોમનાથ, સાબરકાંઠા, રાજકોટ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, દાહોદ, જૂનાગઢ જેવા જિલ્લામાં પણ સરેરાશ 50 ટકાની આસપાસ ઓછો વરસાદ પડ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS