Source : BBC NEWS
19 વર્ષ ઑસ્ટ્રેલિયામાં રહ્યાં, ભાવનગરનાં મહિલાએ હવે વતન પરત ફરીને સેંકડો શ્વાનની સેવા શરૂ કરી
પ્રકાશિત
ભાવનગરથી અંદાજે 40થી 50 કિલોમીટર દૂર આવેલું આ અભયારણ્ય આજે શેરીના શ્વાનો માટે સ્વર્ગ સમાન બની ગયું છે.
સિમ્બા સેન્ક્ચુરીમાં 170થી વધુ શ્વાનોને આશરો આપવામાં આવ્યો છે. રચનાબહેને આ જગ્યા ઊભી કરી છે અને તેઓ તેમનું સંચાલન કરે છે.
તમામ શ્વાનોને તેમની સ્થિતિ અનુસાર અલગ વિભાગોમાં રાખવામાં આવે છે અને નિયમિત વૅક્સિનેશન, સારવાર તથા દિવસમાં ત્રણ વખત ભોજન આપવામાં આવે છે.
તેમના માટે 24 કલાક ઍટેન્ડન્ટ રાખવામાં આવ્યા છે.
રચનાબહેનનું કહેવું છે કે, “ભારતમાં સ્ટ્રીટ ડૉગ્સ સતત તણાવમાં રહે છે. તેમની સારસંભાળ કોઈ લેતું નથી. તેમના માટે આ હું કરી રહી છું. મારા પતિ ઑસ્ટ્રેલિયામાં રહે છે. મારા પરિવારને છોડીને હું અહીં સેવા કરું છું.”
જુઓ તેમની કહાણી વીડિયોમાં…

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




