Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન પ્રાણ પ્રેમ ચોપરા બોલીવૂડ ફિલ્મ ખલનાયક બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

આજકલ ભલે ‘પઠાન’ ફિલ્મમાં શાહરુખની સામે જૉન અબ્રાહમ જેવા હીરોનું વિલન હોવું સામાન્ય વાત છે.

પરંતુ, એક જમાનો હતો જ્યારે વિલનનો રોલ ભજવવો કોઈ ખૂબ સારી કે સ્વીકાર્ય વાત નહોતી મનાતી.

વાત 1971ની છે, જ્યારે ફિલ્મ ‘શર્મિલી’ રિલીઝ થઈ હતી. શશિ કપૂર તો પહેલાંથી હિટ હતા, પરંતુ વિલન બનેલા રણજિત માટે આ મોટો બ્રેક હતો.

એ જ રણજિત જેને આજની પેઢી ફિલ્મ ‘હાઉસફુલ-4’થી ઓળખે છે.

રણજિતનો પરિવાર પણ ‘શર્મિલી’ જોવા આવ્યો. જ્યારે તેમણે જોયું કે તેમનો પુત્ર હીરોઇન રાખી સાથે અસભ્ય વર્તન કરે છે, તેનાં કપડાં ફાડી રહ્યો છે, તો તેઓ ફિલ્મ અધવચ્ચે જ છોડીને જતા રહ્યા.

ઘરે જઈને તેમનાં માતા ખૂબ રડ્યાં કે પુત્રએ પરિવારનું નામ બદનામ કરી દીધું અને પિતા અમૃતસર જઈને કોઈને મોઢું બતાવવાને લાયક નથી રહ્યા.

આખરે એવું થયું કે રણજિત રાખીને પોતાના ઘરે લઈ આવ્યા અને તેમણે પરિવાર સમક્ષ એવી ખાતરી કરાવવી પડી કે રાખીને તેમની સામે કશી ફરિયાદ નથી અને તે માત્ર ઍક્ટિંગ હતી. આમ છતાં તેમનાં માતા રાખીની માફી માગતાં રહ્યાં.

આ પ્રસંગ ખુદ રણજિતે ‘બૅડ મૅન: બૉલીવુડ્સ આઇકૉનિક વિલન્સ’ નામના પુસ્તકમાં કહ્યો છે. ફિલ્મ પત્રકાર રોશમિલા ભટ્ટાચાર્યએ હિંદી સિનેમાના 13 મોટા ખલનાયકો પર આ પુસ્તક લખ્યું છે.

પડોશી કહેતા, સંસ્કારી પુત્ર બગડી ગયો : ગુલશન ગ્રોવર

પ્રાણ, જીવણ, અજિત, પ્રેમ ચોપડા, કેએન સિંહ, રણજિત, અમરીશ પુરી, ડૅની, અનુપમ ખેર, અમજદ ખાન, શક્તિ કપૂરથી લઈને ગુલશન ગ્રોવર સુધી ઘણાં બધાં નામ ખલનાયકોની આ યાદીમાં સામેલ છે.

તો આજે વાત કરીએ હિંદી ફિલ્મોના ખલનાયકોની. ખાસ કરીને 12 જુલાઈ, જ્યારે પ્રાણસા’બની પુણ્યતિથિ હતી અને 27 જુલાઈએ અમજદ ખાનની.

પરદા પર બતાવવામાં આવલા આ ખલનાયકોના બિહામણા અવતાર પહેલાં એટલા અસરકારક રહેતા હતા કે વાસ્તવિક જીવનમાં પણ લોકોમાં ખલનાયકોનો ડર રહેતો હતો અને પરિવારજનોમાં નારાજગી.

રોશમિલા ભટ્ટાચાર્યના પુસ્તક ‘બૅડ મૅન’માં આવા ઘણા કિસ્સા છે.

પુસ્તકમાં ગુલશન ગ્રોવર જણાવે છે, “1983માં આવેલી ફિલ્મ ‘અવતાર’માં હું મારાં મા-બાપને પૈસા માટે કાઢી મૂકું છું. મારા પડોશી જ્યારે ફિલ્મ જોઈને આવ્યા તો રોજ મારા ઘરે બોલતા કે તમારો સંસ્કારી પુત્ર બગડેલો કૃતઘ્ન પુત્ર બની ગયો છે.”

“અને એ દિવસ દૂર નથી, જ્યારે તે પૈસા માટે સાચાં મા-બાપને ઘરમાંથી કાઢી મૂકશે. મારાં માતાને શરૂઆતમાં ફિલ્મોની સમજ નહોતી અને તેઓ ખૂબ રડતાં હતાં.”

શાયર પ્રેમ ચોપડા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન પ્રાણ પ્રેમ ચોપરા બોલીવૂડ ફિલ્મ ખલનાયક બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Premchopra

પરદા પર ભલે ને આ વિલન ક્રૂર, નિર્દય અને ચાલાક હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તેમના વ્યક્તિત્વનાં ઘણાં રસપ્રદ પાસાં છે અને બધા પોતપોતાના ભાગે આવેલો સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યા છે.

2023માં ફિલ્મ ‘ઍનિમલ’માં જોવા મળેલા પ્રેમ ચોપડા ઘણા સારા શાયર છે અને પ્રેમ આવારાના નામે ઓળખાય છે.

ફિલ્મોમાં સંઘર્ષ કરવાની સાથોસાથ તેઓ ઘણાં વરસો સુધી છાનામાના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના સર્ક્યૂલેશન વિભાગમાં કામ કરતા રહ્યા, જેથી રોજીરોટી ચાલતી રહે, એ પણ ત્યાં સુધી કે ‘વો કૌન થી’ (1964) ફિલ્મથી તેઓ વિલન તરીકે હિટ ન થઈ ગયા.

રણજિત ખૂબ સારા પેન્ટર છે અને કૉલેજની ફૂટબૉલ ટીમના ખૂબ જ ઉત્તમ ગોલકીપર હતા. એનડીએની પરીક્ષા પાસ કર્યા પછી ત્યાંથી કાઢી મુકાયેલા રણજિત હિંદી ફિલ્મોના વિલન બની ગયા.

ગાયક ડૅની, રોજગાર મંત્રાલયના અમરીશ પુરી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન પ્રાણ પ્રેમ ચોપરા બોલીવૂડ ફિલ્મ ખલનાયક બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત ડૅની

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે ડૅની સારા ગાયક છે અને ગાયક બનવાના ઇરાદે જ ઘરેથી નીકળ્યા હતા. ડૅનીએ કિશારકુમાર, આશા ભોંસલેથી લઈને લતા મંગેશકર જેવાં નામી ગાયકો સાથે ઘણી હિંદી ફિલ્મોમાં ગાયું છે.

ફિલ્મોમાં નામના મેળવતાં પહેલાં લગભગ 20 વર્ષ સુધી અમરીશ પુરી શ્રમ અને રોજગાર મંત્રાલયમાં કામ અને સાથે જ થિયેટર કરતા રહ્યા. 1979માં તો તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ મળી ચૂક્યો હતો, જોકે તેમની ફિલ્મી કૅરિયર પછી સિદ્ધિના શિખરે પહોંચી.

જ્યારે ફોટોગ્રાફીના શોખીન પ્રાણ એક ફોટોગ્રાફરના આસિસ્ટન્ટનું કામ કરતા હતા, પછી પંજાબી ફિલ્મોના હિટ હીરો બન્યા અને ત્યાર પછી વિલન. પરંતુ વિલનની છાપથી અલગ તેમનું એક જુદું જ વ્યક્તિત્વ જોવા મળે છે.

રાજ કપૂર સાથે ઝઘડો અને પ્રાણસા’બે ચૉકલેટ ખવડાવી

ઘણાં વરસો પહેલાં વરિષ્ઠ ફિલ્મ સમીક્ષક જયપ્રકાશ ચૌકસેએ મને જણાવ્યું હતું, “એક દિવસ અચાનક પ્રાણસા’બે મને બોલાવ્યો અને પૂછ્યું કે શું તમે રાજ કપૂરના ત્રણે પુત્ર – ઋષિ, રણધીર અને રાજીવને મારા ઘરે લઈ આવી શકો છો, કેમ કે હું તેમની સાથે એક સાંજ ગાળવા માગું છું.”

“મેં એવું જ કર્યું. પછીથી પ્રાણજીએ મને જણાવ્યું કે હકીકતમાં ફિલ્મ ‘બૉબી’ના શૂટિંગ દરમિયાન તેમને રાજ કપૂર સાથે કંઈક ઝઘડો થઈ ગયો હતો, જેના માટે તેમને અફસોસ હતો.”

“તેની ભરપાઈ માટે પ્રાણજીએ રાજ કપૂરનાં બાળકોને બોલાવ્યા અને તેમની સાથે સમય વિતાવ્યો. આ પણ તેમનું એક પાસું હતું.”

અશોકકુમારથી શાહરુખ, નૈતિકતાનાં ધોરણો બદલાયાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન પ્રાણ પ્રેમ ચોપરા બોલીવૂડ ફિલ્મ ખલનાયક બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, YRFPR

પહેલાંના જમાનામાં વિલન કે ઍન્ટી-હીરોની કસોટી નૈતિકતાનાં આકરાં ધોરણોથી કરવામાં આવતી હતી.

લેખિકા રોશમિલા ભટ્ટાચાર્ય જણાવે છે, “1950માં સુપરસ્ટાર અશોકકુમારે ફિલ્મ ‘સંગ્રામ’માં નૅગેટિવ રોલ કર્યો હતો, જેમાં તેઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરે છે, ખૂન કરે છે અને આખરે પોતાના જ પોલીસ અધિકારી પિતાના હાથે મૃત્યુ પામે છે.”

“16 અઠવાડિયાંના શાનદાર પ્રદર્શન પછી આ ફિલ્મ ઉતરાવી દેવાઈ હતી અને તે સમયે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી મોરારજી દેસાઈએ બૉમ્બેના પોલીસ કમિશનરને અશોકકુમારના ઘરે તેમને સમજાવવા મોકલ્યા હતા કે યુવાઓના આઇકન હોવાના કારણે તેમણે આવા રોલ ન કરવા જોઈએ.”

ખેર! હવે તો ફિલ્મના હીરો જ ઘણી વાર વિલન હોય છે, જેમ કે 1993માં ‘બાજીગર’માં શાહરુખ જ હીરો હતા અને શાહરુખ જ વિલન, જે આંખના પલકારામાં જ પોતાની પ્રેમિકાનું ખૂન કરી દે છે.

ડાકુથી સ્ટાઇલિશ બિઝનેસમૅન – બદલાતા વિલન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન અમજદ ખાન બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન પ્રાણ પ્રેમ ચોપરા બોલીવૂડ ફિલ્મ ખલનાયક બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Sippyfilms

કહેવાય છે કે ફિલ્મમાં વિલન જેટલો મજબૂત અને અસરકારક હોય છે, અંતમાં હીરો એટલો જ હિટ થાય છે. વર્ષોવર્ષ વિલનનાં સ્વરૂપ, લુક, વર્તન બદલાતાં રહ્યાં છે.

50ના દાયકામાં શાહુકાર વિલન હતા. 1957માં આવેલી ‘મધર ઇન્ડિયા’ના સુખીલાલા તેનું ઉદાહરણ છે, જેનો રોલ અભિનેતા કન્હૈયાલાલે ભજવ્યો હતો. પછીથી સિગરેટના ધુમાડાની રિંગ બનાવતા પ્રાણ જેવા સ્ટાઇલિશ વિલન આવી ગયા.

પોતાના જમાનાના પ્રખ્યાત વિલન અજિત પર ‘અજિત ધ લાયન’ નામનું પુસ્તક લખનાર ઇકબાલ રિઝવીએ થોડાક સમય પહેલાં બીબીસી સાથે વાત કરી હતી.

તેમનું કહેવું હતું કે, “એક જમાનામાં વિલન ડાકુ હતા કે તેનાથી પણ પહેલાં જમીનદાર કે ગામના મહાજન. પરંતુ 70ના દાયકામાં જ્યારે અજિત જેવા ઍક્ટર વિલન બન્યા ત્યારે ભારતીય સમાજ બદલાવા લાગ્યો હતો.”

“ત્યારે એક એવા વિલન સાથે આપણો પરિચય થાય છે જે શાલીન છે, વાતે વાતે ગોળી નથી છોડતો, સૂટ પહેરે છે, બો પહેરે છે. તે ખૂબ આરામ અને શાંતિથી વાત કરે છે. તેમને જોઈને એવો વિશ્વાસ નથી થતો કે આ માણસ આટલો શેતાન હોઈ શકે છે.”

જ્યારે પુનીત ઇસ્સાર લોકોના અસલી વિલન બન્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન પુનિત ઇસ્સાર બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન પ્રાણ પ્રેમ ચોપરા બોલીવૂડ ફિલ્મ ખલનાયક બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP via Getty Images

લેખિકા રોશમિલા ભટ્ટાચાર્ય કહે છે કે ખલનાયકોએ ક્યારેક-ક્યારેક પોતાની લોકપ્રિયતાનું બીજું રૂપ પણ જોવું પડે છે.

1983માં ફિલ્મ ‘કુલી’માં વિલન પુનીત ઇસ્સાર અને અમિતાભ બચ્ચન વચ્ચે ઍક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હતા.

પુનીત ઇસ્સારે 2013માં બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘કુલી’ પછી ઘણાં વર્ષો સુધી તેમને બરાબર કામ ન મળ્યું અને દર્શકોએ પણ તેમને નકારી દીધા.

એક દુર્ઘટનાએ તેમને સાચા વિલન બનાવી દીધા હતા.

‘પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન અજિત બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન પ્રાણ પ્રેમ ચોપરા બોલીવૂડ ફિલ્મ ખલનાયક બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Shahid Ali Khan

ખલનાયકોની વાતને આગળ વધારીઓ તો પ્રેમ ચોપડા જ્યાં રાજેશ ખન્નાનો જવાબ બન્યા, તો 80ના દાયકામાં રણજિત અમિતાભ બચ્ચનનો.

રંગીન શર્ટ, શર્ટનાં બટન નીચે સુધી ખુલ્લાં, ગળામાં સોનાનું લૉકેટ અને આ વિલન લૂટમાર કરવાથી જ નહીં, પરંતુ હીરોઇન સાથે અભદ્ર વર્તન કરવામાં પણ અચકાતા નહોતા.

આ દરમિયાન ડૉક્ટર ડૅંગ (કર્મા) અને શાકાલ (શાન) જેવા ડૉન અને અપરાધી પણ હતા, જેમની પાસે નવા-નવા પ્રકારનાં ગૅજેટ્સ હતાં. સ્ક્રીન પર તેમની ઍન્ટ્રી જ કહી દેતી હતી કે હવે બધું ખોટું–ખરાબ થવાનું છે.

અહીં ‘બૉબી’નો એ સીન યાદ આવે છે, જેમાં પ્રેમ ચોપડા ફિલ્મના અંતમાં ઍન્ટ્રી કરે છે. ડિમ્પલને જોઈને જ્યારે તેઓ બોલે છે – ‘પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા’, ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય છે.

તો, ગબ્બરસિંહ વિના તો ‘શોલે’ની કલ્પના પણ ન કરી શકાય. પરંતુ 1992માં માત્ર 51 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થઈ ગયું. આ બધા વચ્ચે સિક્કિમથી આવેલા અને એકદમ અલગ દેખાતા ડૅનીએ પણ ‘ધર્માત્મા’, ‘હમ’ જેવી ફિલ્મોમાં સ્થાન જમાવ્યું.

પ્રાણ બન્યા મલંગચાચા, શક્તિ ક્રાઇમ માસ્ટર ગોગો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન રણજિત બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, વિલન પ્રાણ પ્રેમ ચોપરા બોલીવૂડ ફિલ્મ ખલનાયક બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

એમ તો સમયની સાથે ઘણા ખલનાયકોએ પૉઝિટિવ કે ચરિત્ર રોલ ભજવવાના શરૂ કરી દીધા હતા. કાદર ખાન અને શક્તિ કપૂર (ક્રાઇમ માસ્ટર ગોગો)ના આવવાથી કૉમિક વિલન પરદા પર આવ્યા.

જોકે, રોશમિલા ભટ્ટાચાર્ય માને છે કે વિલને સારા ઍક્ટર તો હોવું જ જોઈએ, પરંતુ ખરા વિલન એ જ છે જે મનમાં ભય અને મગજમાં ઘૃણા જન્માવે.

ક્યારેક લોકોમાં ભય જન્માવનાર પ્રાણ પછી ફિલ્મ ‘ઉપકાર’ (1965)ના ‘કસમે વાદે પ્યાર વફા’ વાળા ગીતમાં મલંગચાચા બનીને સૌને રડાવી ગયા.

આમ જુઓ તો, આ ખલનાયક જેટલા મશહૂર હતા, એટલા જ તેમના ડાયલૉગ પણ પ્રખ્યાત હતા. હીરોની હોય કે ન પણ હોય, વિલનની કોઈ ને કોઈ પંચ લાઇન ફિલ્મમાં જરૂર રહેતી હતી.

પછી એ અજિતનો આ ડાયલૉગ – ‘લેકિન એક બાત મત ભૂલિયે ડીએસપી સાહબ, કિ સારા શહર મુઝે લૉયન કે નામ સે જાનતા હૈ. ઔર ઇસ શહર મેં મેરી હૈસિયત વહી હૈ જો જંગલ મેં શેર કી’ હોય, કે પ્રેમ ચોપડાનો સંવાદ – ‘મૈં વો બલા હૂં જો પત્થર કો શીશે સે તોડતા હૂં’.

અમજદ ખાનને મળ્યો બેસ્ટ કૉમિક રોલ ઍવૉર્ડ

પરંતુ ખલનાયકીથી અલગ આ ખલનાયકોના જીવનનાં ઘણાં પાસાં છે. શરૂઆતમાં વાત અમજદ ખાનની થઈ હતી, તો તેમનાથી જ પૂરી કરીએ.

વિલન બન્યા પહેલાં અમજદ ખાન ચાઇલ્ડ ઍક્ટર હતા, કે આસિફના સહાયક નિર્દેશક હતા, તેઓ ઍક્ટર્સ ગિલ્ડના અધ્યક્ષ પણ રહ્યા જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા વિવાદ ઉકેલ્યા અને ઘણી ફિલ્મોના ડાયરેક્ટર પણ રહ્યા.

નૅગેટિવ રોલ માટે તો નહીં, પરંતુ બેસ્ટ સહાયક ઍક્ટર (દાદા અને યારાના) અને બેસ્ટ કૉમિક રોલ (માં કસમ) માટે તેમને ત્રણ વાર ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS