Home તાજા સમાચાર gujrati ચોમાસું : ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર ક્યારે વધશે અને હવામાન કેવું રહેશે?

ચોમાસું : ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર ક્યારે વધશે અને હવામાન કેવું રહેશે?

3
0

Source : BBC NEWS

ચોમાસું : ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર ક્યારે વધશે અને હવામાન કેવું રહેશે?

પ્રકાશિત

ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ હવે વરસાદનું પ્રમાણ ઓછું થયું છે.

જોકે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે.

8 ઑગસ્ટ સુધી સાર્વત્રિક કે ભારે વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ 9-10 ઑગસ્ટની આસપાસ નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું પ્રમાણ ફરી વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જોકે હજુ પણ સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે.

આ વીડિયો જાણો કે હવે આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યાં પડી શકે છે.

વીડિયો અહેવાલ – દીપક ચુડાસમા

ગુજરાત હવામાન, ગુજરાતમાં ચોમાસું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS