Home તાજા સમાચાર gujrati અમેરિકાની કોર્ટે અદાણી પર ચાલી રહેલો ક્રિમિનલ કેસ બંધ કર્યો – ન્યૂઝ...

અમેરિકાની કોર્ટે અદાણી પર ચાલી રહેલો ક્રિમિનલ કેસ બંધ કર્યો – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

ગૌતમ અદાણી

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકાની એક કોર્ટે અદાણી ગ્રૂપના ચૅરમૅન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે કથિત છેતરપિંડી અને લાંચ લેવાના ગુનાહિત આરોપોને કાયમ માટે ફગાવી દીધા છે.

બે વર્ષથી ચાલી રહેલી આ ફોજદારી કાર્યવાહીનો અંત આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર , અમેરિકાના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂ યૉર્કના ન્યાય વિભાગ દ્વારા દાખલ કરાયેલા કેસને રદ કરવાની અરજી સ્વીકારી લીધી.

કોર્ટે ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડના ભૂતપૂર્વ સીઇઓ વિનીત જૈન સામેના આરોપોને ફગાવી દીધા છે. તેમાં સિક્યૉરિટીઝ છેતરપિંડીનું કાવતરું, વાયર ફ્રોડનો સમાવેશ થાય છે.

કોર્ટનો આ નિર્ણય “ડિસમિસલ વિથ પ્રિજુડાઇસ” હેઠળ આવ્યો છે. તેનો અર્થ એ થયો કે આ આરોપો પર ફરીથી કેસ દાખલ કરી શકાતા નથી અને ફોજદારી કાર્યવાહી કાયમી ધોરણે સમાપ્ત થઈ ગઈ છે.

ગૌતમ અદાણીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

તેમણે કહ્યું, “હું એવા બધા લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે ક્યારેય અમારા પર, સિસ્ટમ પર અને ભારતની ન્યાય આપવાની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવ્યો નથી. અમે જે સૌથી મહત્ત્વપૂર્ણ છે તે કામ કરવાનું ચાલુ રાખીશું. એ છે આપણા દેશ માટે નિર્માણ, એવા મૂલ્યનું નિર્માણ જે આપણા પછી પણ જીવિત રહે, અને ખુદથી મોટા ઉદ્દેશ્ય માટે કામ કરવું.”

ઉલ્લેખનીય છે કે આ કેસ નવેમ્બર 2024માં પ્રકાશમાં આવ્યો હતો.

યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણી, સાગર અદાણી, અદાણી ગ્રીન ઍનર્જીના તત્કાલીન સીઇઓ વિનીત જૈન અને અન્ય લોકો ભારતીય સરકારી અધિકારીઓને આશરે 250 મિલિયન ડૉલરની લાંચ આપવાના કાવતરામાં સામેલ હતા.

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ થઈ

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, ANI

અફઘાનિસ્તાને ત્રીજી વનડેમાં આયર્લૅન્ડને ત્રણ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે જ અફઘાનિસ્તાન 2027ના વનડે વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ થઈ ગયું છે.

સોમવારે આયર્લૅન્ડના બૅલફાસ્ટમાં રમાયેલી મૅચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો.

તેમણે આયર્લૅન્ડને 46.3 ઓવરમાં 206 રનમાં ઑલઆઉટ કરી દીધું.

જવાબમાં અફઘાનિસ્તાને 44.5 ઓવરમાં માત્ર સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

અફઘાનિસ્તાનની જીતમાં રાશિદ ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે અણનમ 37 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ લીધી.

અફઘાનિસ્તાન હાલમાં વનડે રૅન્કિંગમાં આઠમા ક્રમે છે. આયર્લૅન્ડ સામે ટીમનો આ સતત બીજો વિજય છે. આ જીત સાથે જ અફઘાનિસ્તાન 30 સપ્ટેમ્બર, 2026 સુધી વનડે રેન્કિંગમાં ટોચની આઠ ટીમોમાં રહેશે.

2027ના વનડે વર્લ્ડકપ માટે સીધા ક્વૉલિફાઈ કરવા માટેની આ કટઑફ તારીખ છે.

અફઘાનિસ્તાનના ક્વૉલિફાઈ થવાને કારણે વેસ્ટ ઇન્ડીઝને હવે ક્વૉલિફાયર રમવું પડશે.

અહીં ઉલ્લેખનીય છે કે આઇસીસીએ એલાન કર્યું હતું કે મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027માં 14 ટીમો ભાગ લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS