Home તાજા સમાચાર gujrati પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, ‘અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?’...

પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, ‘અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?’ – આખરે તેમને શું જાણવા મળ્યું?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, 'અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?'  ગુજરાત સ્પર્મ બૅન્ક સ્પર્મ ડોનર ડીએનએ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Courtesy of Audrey and Arthur Kermalvezen

પ્રકાશિત

વાંચવાનો સમય: 7 મિનિટ

“જ્યારે તમને એ ખબર નથી હોતી કે, કયા સ્પર્મ ડૉનરથી તમારો જન્મ થયો હતો, ત્યારે તે વ્યક્તિ કોણ હશે, એ સવાલ ઘણો મૂંઝવી નાખનારો હોય છે, ખરુંને?”

આર્થર કરમલ્વેસેનનો જન્મ સ્પર્મ ડૉનરની મદદથી થયો હતો. આથી, વર્ષો સુધી તેઓ પેરિસમાં જ્યાં પણ જતા, ત્યાં તેમના જૈવિક પિતાની શોધ કરતા રહેતા હતા.

આર્થરે કહ્યું હતું, “મને એવું લાગતું કે, મારા શિક્ષક હોય કે પછી બસમાં જોયેલી કોઈ વ્યક્તિ – કોઈપણ મારાપિતા હોઈ શકે છે. આવું વિચારીને મને ઘણો ગુસ્સો આવતો. કારણ કે, આ રીતે જીવવું ખૂબ મુશ્કેલ છે.”

પેરિસમાં જ્યારે તેઓ ઓડ્રેના પ્રેમમાં પડ્યા, ત્યારે આ વિષય તેમના માટે વધુ મહત્ત્વનો બની ગયો, કારણ કે, ઓડ્રેનો જન્મ પણ આ રીતે સ્પર્મ ડૉનરની મદદથી જ થયો હતો.

ઓડ્રે તેમના સંબંધને પહેલી નજરના પ્રેમ તરીકે વર્ણવે છે. પણ શું આ આકર્ષણ માટે ખરેખર પ્રેમ કારણભૂત હતો કે પછી જિનેટિક કારણ જવાબદાર હતું? આ સવાલ પણ ઝળૂંબતો હતો.

તેમના જન્મ સમયે પેરિસમાં માત્ર બે જ સ્પર્મ બૅન્ક હતી, જ્યાં ઘણા પુરુષો સ્પર્મ (શુક્રાણુ) ડૉનેટ કરતા હતા. આથી, આર્થર અને ઓડ્રે જૈવિક ભાઈ-બહેન હોવાની શક્યતાને સાવ નકારી શકાય તેમ નહોતી.

ઓડ્રે અને આર્થર સાથે મળીને નવા જીવનની શરૂઆત કરી શકે, એ પહેલાં તેમના માટે એ જાણી લેવું જરૂરી હતું કે, તેઓ લોહીના સંબંધથી જોડાયેલાં છે કે કેમ. પણ જિનેટિક ટેસ્ટિંગ (આનુવંશિક પરીક્ષણ) અને સ્પર્મ ડૉનરની ગુપ્તતા જાળવી રાખવા અંગે ફ્રાન્સના કડક કાયદાને કારણે તેમના માટે આનો જવાબ શોધવો મુશ્કેલ બન્યો.

ફ્રાન્સમાં જાતે ડીએનએ ટેસ્ટ કરાવવો એ અપરાધ છે

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, 'અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?'  ગુજરાત સ્પર્મ બૅન્ક સ્પર્મ ડોનર ડીએનએ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સના કાયદા હેઠળ, માત્ર સંશોધકો, ડૉક્ટરો કે ન્યાયાધીશો જિનેટિક ટેસ્ટિંગ માટે આદેશ આપી શકે છે અને તેના પર નજર રાખી શકે છે.

ઘરે ડીએનએ ટેસ્ટ કિટ રાખવા બદલ 3,500 યુરો (લગભગ 3.83 લાખ ભારતીય રૂપિયા) કરતાં વધુનો દંડ થઈ શકે છે.

આથી જ, 23ઍન્ડMe, ઍન્સેસ્ટ્રી અને માયહેરિટેજ જેવી કંપનીઓ ફ્રાન્સમાં તેમની ટેસ્ટિંગ કિટ્સ પ્રાપ્ય બનાવતી નથી.

કાયદાના સમર્થકો જણાવે છે કે, આવા ટેસ્ટ ઘરે કરવા પર પ્રતિબંધ લાગુ કરવાથી સંવેદનશીલ આનુવંશિક માહિતી કૉમર્શિયલ કંપનીઓ સુધી પહોંચતી અટકે છે અને સાથે જ અણધાર્યાં પરિણામોને લીધે પરિવારમાં સર્જાતા વિવાદોથી પણ બચી શકાય છે.

જોકે, યુરોપમાં ફ્રાન્સ એકમાત્ર એવો દેશ છે, જ્યાં આ પ્રકારના ટેસ્ટને અપરાધ ગણવામાં આવે છે, એમ આર્થરે જણાવ્યું હતું.

બંને કેવી રીતે મળ્યાં?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, 'અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?'  ગુજરાત સ્પર્મ બૅન્ક સ્પર્મ ડોનર ડીએનએ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Courtesy of Audrey and Arthur Kermalvezen

આર્થર અને ઓડ્રે, બંનેને તેમનાં જન્મ અને તેમના જૈવિક પિતા વિશે જાણકારી મેળવવામાં રસ હતો અને તેઓ આ માટે પ્રયત્નો કરી રહ્યાં હતાં.

ઓડ્રે પુખ્ત થયાં બાદ બાયૉઍથિક્સમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતાં વકીલ બન્યાં, તે પહેલાં તેમને તેમનાં માતાપિતાએ જણાવ્યું હતું કે, તેમનો જન્મ ડૉનર મારફત થયો હતો.

આ વિષયમાં કાયદાકીય શિક્ષણ મેળવ્યું હોવાથી ઓડ્રે જાણતાં હતાં કે, ફ્રૅન્ચ કાયદા હેઠળ, ડૉનરની ઓળખ ત્રણ દાયકા કરતાં વધુ સમય સુધી ગુપ્ત રાખવામાં આવતી હતી. તેઓ એ પણ જાણતાં હતાં કે, ડૉનરના મૃત્યુ બાદ પણ તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવતી હતી.

પરંતુ, ઓડ્રેનો જન્મ 1979માં થયો હતો. તે સમયે આવો કાયદો અસ્તિત્વમાં નહોતો. ઓડ્રે આર્થરને મળ્યાં, તે સમયે આવા જ એક ડૉનરની મદદથી 1994 પહેલાં જન્મેલા લોકોને શોધી રહ્યાં હતાં.

પુસ્તકમાં આર્થરે તેમનાં જૈવિક મૂળ વિશે જાણકારી મેળવવાની ઇચ્છા પ્રગટ કરી હતી. ઓડ્રે જે લાગણીઓ અભિવ્યક્ત કરી શક્યાં નહોતાં, તે આર્થરે ચોકસાઈપૂર્ણ રીતે વ્યક્ત કરી હતી. ઓડ્રે જણાવે છે કે, તેની તેમના પર ઊંડી અસર પડી હતી.

આર્થર અને ઓડ્રે, બંને ઘણો જ પ્રેમાળ પરિવાર ધરાવતાં હતાં, તેમ છતાં તેઓ કોઈ અજાણી વ્યક્તિ વિશે સતત વિચારી રહ્યાં હતાં.

આથી, બંને પહેલી મુલાકાતમાં જ એકમેક તરફ આકર્ષાયાં હતાં. અને તે જ સમયે તેમને ભાવિ સમસ્યાઓને લઈને પણ શંકાઓ થઈ હતી. બંને તેમના જૈવિક પિતા વિશે માહિતી મેળવવા માગતાં હતાં, પરંતુ, કોઈપણ અધિકારી તે માહિતી આપવા તૈયાર નહોતા.

સત્યની શોધ

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, 'અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?'  ગુજરાત સ્પર્મ બૅન્ક સ્પર્મ ડોનર ડીએનએ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Courtesy of Audrey Kermalvezen

મહિનાઓના પ્રયત્નો પછી, આર્થર અને ઓડ્રે આખરે દક્ષિણ ફ્રાન્સમાં 900 યુરો ચૂકવીને ડીએનએ ટેસ્ટ કરાવવા માટે સંમત થયાં હતાં.

ટેસ્ટિંગ પછી જાણવા પડ્યું કે, તે બંનેની વચ્ચે કોઈ આનુવંશિક સંબંધ ન હતો. તેમ છતાં, બંનેને આ વાત પર વિશ્વાસ આવ્યો નહીં.

ઓડ્રે કહે છે, “અમને બીક હતી કે, તેમણે કદાચ અમને છેતર્યાં હશે.”

આથી, તેમણે ખાતરી કરવા માટે હોમ ડીએનએ ટેસ્ટનો ઉપયોગ કરવા વિશે પણ વિચારી જોયું. પરંતુ, વ્યવસાયે વકીલ એવાં ઓડ્રે કાયદાકીય માળખાંની બહાર જવા નહોતાં માગતાં.

આથી, 2010થી તેમણે ફ્રૅન્ચ વહીવટી તંત્ર સામે ઘણા કાયદાકીય પ્રશ્નો ઉઠાવ્યા છે.

તેઓ જાણવા માગતાં હતાં કે, તેમના જન્મ માટે જે વ્યક્તિએ સ્પર્મ ડૉનેટ કર્યા હતા, તે હયાત છે કે નહીં. અને જો હા, તો શું તે વ્યક્તિ હજુયે તેમની ઓળખ છુપાવવા માગે છે?

ઓડ્રે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં કે, તે ડૉનરે કેટલી વખત તેમના સ્પર્મ ડૉનેટ કર્યા હતા અને શું તે ડૉનર જૈવિક રીતે આર્થર સાથે જોડાયેલા હતા? પણ ઓડ્રે આ જાણવામાં નિષ્ફળ રહ્યાં.

ફ્રાન્સની સુપ્રીમ ઍડમિનિસ્ટ્રેટિવ કોર્ટે 2015માં તેમની છેલ્લી અપીલ પણ ફગાવી દીધી. એ પછી 2013માં બંનેએ વિશ્વાસના આધારે લગ્ન કરી લીધાં.

ત્યાર બાદ, તેમના પ્રથમ બાળકના જન્મની બરાબર પહેલાં એક ડૉક્ટર તેમના ડૉનર વિશે ઉપલબ્ધ માહિતી તપાસવા તૈયાર થયા.

ફ્રાન્સના કાયદા હેઠળ, ડૉક્ટરો તેમના દર્દીઓ વિશેની આવી માહિતીની સંપૂર્ણ પહોંચ ધરાવતા હોય છે, પણ તેઓ કોઈ દર્દીને આ વિશે જણાવી શકતા નથી.

તે અનુસાર, ડૉક્ટરોને જાણ થઈ કે, તેમના ડૉનર્સનો જન્મ અલગ-અલગ વર્ષોમાં થયો હતો. આથી, બંનેના સ્પર્મ ડૉનર કોઈ એક વ્યક્તિ ન હોઈ શકે.

આ માહિતી જીવન પલટી નાખનારી હતી. એક ડૉક્ટરે નિયમ ભંગ કરવાનું નક્કી કર્યું, માત્ર તેના કારણે જ તેમને આ માહિતી મળી શકી હતી.

“આ ઘણું વિચિત્ર છે. કારણ કે, તેનો અર્થ એ કે, મારા વિશે મારા કરતાં ડૉક્ટર વધુ જાણતા હોઈ શકે છે,” એમ ઓડ્રે કહે છે.

આ માહિતી મળ્યા પછી પણ આર્થરને હજુયે એવી બીક છે કે, તે બંને પિતરાઈ ભાઈ-બહેન હોઈ શકે છે કે અન્ય કોઈ રીતે સંબંધી હોઈ શકે છે. પણ વર્ષો પછી, તેમણે હોમ કિટ મેળવીને ડીએનએ ટેસ્ટ કરાવ્યો.

કૅમ્પેનર્સ કહે છે કે, પ્રતિબંધ હોવા છતાં, ફ્રાન્સમાં લાખો લોકોએ આવા ટેસ્ટ કરાવી ચૂક્યા છે. આ ટેસ્ટનાં પરિણામોએ દર્શાવ્યું કે, તેમની વચ્ચે લોહીનો સંબંધ નથી.

પિતાની શોધ

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, 'અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?'  ગુજરાત સ્પર્મ બૅન્ક સ્પર્મ ડોનર ડીએનએ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Courtesy of Audrey Kermalvezen

ડીએનએ ટેસ્ટનાં પરિણામોએ ટૂંક સમયમાં જ નવી શક્યતાઓનાં દ્વાર ખોલ્યાં.

આર્થર છેલ્લાં 30 વર્ષોધી જે સ્પર્મ ડૉનર વિશે વિચારી રહ્યા હતા, તેમનો 2017માં ક્રિસમસના દિવસે સંપર્ક સાધવામાં સફળ રહ્યા હતા. પણ ઓડ્રેના કિસ્સાએ અલગ જ વળાંક લીધો, જેનાથી તેઓ હચમચી ગયા.

તેમનો ડીએનએ મૅચ સોફી નામનાં મહિલા સાથે થયો હતો. ઓડ્રેએ કોર્ટમાં તેમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તે બંને સમાન કાનૂની હક્કો માટે લડત ચલાવી રહ્યાં હતાં.

ઓડ્રે કહે છે, “મને જાણવા મળ્યું કે, અદાલતમાં મેં જેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તે સોફી મારાં સગાં (બાયૉલૉજિકલ) બહેન હતાં.”

ઓડ્રે અને આર્થરે તેમના જેવા અન્ય આઠ લોકો સાથે આ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. તેમને જાણવા મળ્યું કે, 10માંથી ચાર વ્યક્તિના ડૉનર એક જ હતાઃ ઓડ્રે, તેમના ભાઈ પીટર, સોફી અને સોફીના ભાઈ ડૅવિડ.

તેનાથી એ શંકાની પુષ્ટિ થઈ કે, એક જ ડૉનર સાથે સંબંધિત હોવાનું જોખમ ખરેખર તોળાતું હતું.

કિંમતી ભેટ

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, 'અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?'  ગુજરાત સ્પર્મ બૅન્ક સ્પર્મ ડોનર ડીએનએ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Courtesy of Audrey Kermalvezen

વર્ષો પછી એક અમેરિકન પુરુષ સાથે ડીએનએ મૅચ થતાં ઓડ્રે તેમના ડૉનર સુધી પહોંચી શક્યાં.

તેમનું નામ ફિલિપ હતું, પણ ત્યાં સુધીમાં તેમનું અવસાન થઈ ચૂક્યું હતું.

ઓડ્રેનાં માતાએ ફિલિપના પરિવારને પત્ર લખીને આ મૂલ્યવાન મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. ફિલિપના પરિવારે પણ ઓડ્રેનું ઉષ્માપૂર્ણ રીતે સ્વાગત કર્યું હતું.

ઓડ્રે કહે છે, “તે ક્ષણે દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતાં.”

તેમનાં બહેનને ક્યારેય ખબર નહોતી પડી કે, ફિલિપ એક સ્પર્મ ડૉનર હતા.

આ બધું થયા પછી ઓડ્રે તેમને દાયકાઓથી સતાવી રહેલા સવાલોના જવાબ મેળવી શક્યાં હતાં. તેઓ તેમના જૈવિક પરિવારની મેડિકલ હિસ્ટ્રીની જાણકારી મેળવી શક્યાં.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, 'અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?'  ગુજરાત સ્પર્મ બૅન્ક સ્પર્મ ડોનર ડીએનએ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Courtesy of Audrey and Arthur

તેમણે ફિલિપના જૂના ફોટા અને વીડિયો જોયા.

ઓડ્રેનું કાયદાકીય કૅમ્પેન અને આર્થરનું પુસ્તક ફ્રાન્સમાં ડૉનરની સહાયથી થતા ગર્ભાધાનને લગતા કાયદાઓમાં પરિવર્તન લાવવામાં સહાયરૂપ બન્યાં.

આ પરિવર્તન મુજબ, એપ્રિલ, 2025 પછી ડૉનરની મદદથી જન્મેલાં બાળકો પુખ્ત થયા પછી ડૉનરની ઓળખને લગતી માહિતી મેળવી શકશે.

ઓડ્રેનું માનવું છે કે, ફ્રાન્સમાં હોમ ડીએનએ ટેસ્ટિંગ પર હજુ પણ પ્રતિબંધ છે, આથી જ મોટી લડાઈ ચાલી રહી છે.

“દરેક વ્યક્તિને તેના જન્મ અને તેના મૂળ વિશે અને તેના ઇતિહાસ વિશે જાણવાનો અધિકાર છે,” એમ તેઓ દૃઢપણે માને છે.

(બીબીસી રેડિયો 4 પ્રોગ્રામ ‘ધ ગિફ્ટ’ના એક એપિસોડ પર આધારિત).

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS