Source : BBC NEWS
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, કઈ તારીખે અને કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ?
ગણેશ ચતુર્થી અથવા તેની આસપાસના દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ નહિવત્ રહ્યું છે. ત્યારે ફરીથી એક નવી સિસ્ટમ બની રહી છે જેની અસર ગુજરાતના લોકોને રાહતનો અનુભવ અપાવી શકે છે.
હવામાન વિભાગના મોડલ અનુસાર, 11 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે.
શુક્રવારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાળી તરફ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે. તેની અસર ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરે જોવા મળશે. તેમજ 13 અને 14 સપ્ટેમ્બરે તેની અસર વધારે રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
તેમજ ગુજરાતમાં 16, 17 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે, પરંતુ સાથે સાથે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ કરી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
ત્યારે જાણીએ, 12, 13, 14 સપ્ટેમ્બર તહેવારના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




