Home તાજા સમાચાર gujrati હવામાન સમાચાર : ગુજરાતમાં હવે વરસાદ બંધ થશે કે પછી પડશે, કયા...

હવામાન સમાચાર : ગુજરાતમાં હવે વરસાદ બંધ થશે કે પછી પડશે, કયા જિલ્લામાં ફરી વરસી શકે છે વાદળો?

3
0

Source : BBC NEWS

ગુજરાતમાં એક ખેતરનું દૃશ્ય ગુજરાત ચોમાસું વરસાદ ખેતર ખાતર પાણી ખેતી ખાતર ખેડૂત પાક વાવેતર લણણી દુષ્કાળ પૂર હવામાન સમાચાર વેધર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પહેલી ઑક્ટોબરે અને 30 સપ્ટેમ્બરે પણ વરસાદ પડ્યો હતો.

હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં થોડા વરસાદની શક્યતા છે અને આજથી પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઘણા જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને પાણી તથા ઘાસચારાની તંગી અનુભવાઈ રહી છે.

એવામાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાથી વરસાદની સ્થિતિ થોડી બદલાઈ શકે છે પણ વધારે સુધરી નહીં શકે.

ગુજરાતમાં આજે વરસાદ આવશે?

ગુજરાતમાં વરસાદ ગુજરાતમાં એક ખેતરનું દૃશ્ય ગુજરાત ચોમાસું વરસાદ ખેતર ખાતર પાણી ખેતી ખાતર ખેડૂત પાક વાવેતર લણણી દુષ્કાળ પૂર હવામાન સમાચાર વેધર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું હતું.

આ સિવાય બાકીના વિસ્તારોમાં પણ વાદળો દેખાયાં હતાં.

ગઈકાલે અમરેલીના ધારી અને ખાંભા પંથકમાં તથા ગીર ગઢડામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.

એ સિવાય ગીર-સોમનાથ, જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

જોકે, આજથી ફરી વરસાદ વિરામ લે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બીજી ઑક્ટોબરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ તથા દાદરા અને નગરહવેલીમાં મોટે ભાગે સૂકું હવામાન રહેશે અને વરસાદની શક્યતા નથી.

ત્રીજી ઑક્ટોબરથી લઈને આઠ ઑક્ટોબર સુધી પણ વરસાદની શક્યતા દેખાતી નથી.

અઠવાડિયા પછી વરસાદ ફરી આવશે?

ગુજરાતમાં વરસાદ  ગુજરાતમાં એક ખેતરનું દૃશ્ય ગુજરાત ચોમાસું વરસાદ ખેતર ખાતર પાણી ખેતી ખાતર ખેડૂત પાક વાવેતર લણણી દુષ્કાળ પૂર હવામાન સમાચાર વેધર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

હવામાન વિભાગના લાંબાગાળાનાં મૉડલો દર્શાવે છે કે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ 10-11 ઑક્ટોબરથી થઈ શકે છે.

એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતનાં આ રાજ્યોમાં ભારે વરસાદ આવે તેવી હવામાન વિભાગની આગાહી છે.

એવી શક્યતા રહેતી હોય છે કે, ઘણી વાર આવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આસપાસના વિસ્તારોમાં થઈ જતી હોય છે અને થોડો ઘણો વરસાદ આવતો હોય છે.

જ્યારે શિયાળામાં કમોસમી વરસાદ આવતો હોય છે તેની પાછળ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય છે.

જોકે, આ સાયક્લોનિક સરક્યુલેશન બને અથવા તો ગુજરાત તરફ સિસ્ટમ આવે તો ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

પરંતુ હવામાન વિભાગે હજુ સુધી 10-11 ઑક્ટોબરના ગાળામાં ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS