Home તાજા સમાચાર gujrati ફ્રાંસમાં વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શન વચ્ચે સેંકડો શાળાઓ બંધ, વિદ્યાર્થીઓની માગ શું છે? –...

ફ્રાંસમાં વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શન વચ્ચે સેંકડો શાળાઓ બંધ, વિદ્યાર્થીઓની માગ શું છે? – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

ફ્રાંસમાં 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટેની હાઈસ્કૂલોમાં વિરોધપ્રદર્શન ગયા અઠવાડિયે શરૂ થયું હતું અને ત્યાર બાદ દેશભરની સેંકડો શાળાઓ સુધી ફેલાઈ ગયું

પ્રકાશિત

વાંચવાનો સમય: 7 મિનિટ

ફ્રાંસમાં શૈક્ષણિક બાબતો સંબંધિત સુવિધાઓ સહિત કેટલીક માગો સાથે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે.

ફ્રાંસના ઉત્તર-પશ્ચિમ શહેર રેન્સમાં એક યુવા કેન્દ્રનાં સંચાલિકા લેટિશિયા ડેગ્યૂઝે જણાવ્યું કે યુવાઓ સામે આટલા મોટા પાયે કરાયેલી કાર્યવાહી જોઈને તેઓ “આશ્ચર્યચકિત અને આઘાતમાં” છે. તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ માત્ર માનભેર પરિસ્થિતિમાં જીવવા અને અભ્યાસ કરવાની માગ કરી રહ્યા છે.

ડેગ્યૂઝના જણાવ્યા અનુસાર, ફ્રાંસમાં માત્ર શિક્ષણ ક્ષેત્ર જ નહીં, પરંતુ અન્ય જાહેર સેવાઓ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે આવાં આંદોલનો પ્રત્યે એકતા દર્શાવવી દરેકની જવાબદારી છે.

તેમના કહેવા મુજબ, ફ્રાંસની શિક્ષણ વ્યવસ્થા હાલમાં ભીડભાડવાળા વર્ગખંડો, અસ્વચ્છ સુવિધાઓ અને શિક્ષકોની અછત જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે.

564 શાળાઓમાં અસર

ફ્રાંસના શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આજે પણ માધ્યમિક શાળાઓનાં વિરોધપ્રદર્શનો ચાલુ છે અને કુલ 564 શાળામાં હડતાળ અથવા અન્ય પ્રકારની અડચણો આવી છે.

શિક્ષણમંત્રી એડુઆર જેફ્રેએ અગાઉ જણાવ્યું હતું કે શુક્રવારે ફ્રાંસની 3,700 માધ્યમિક શાળામાંથી લગભગ 400 શાળા બંધ રહી હતી. અનેક શાળાઓએ ઑનલાઇન અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના બનાવી છે.

વિરોધપ્રદર્શનને કારણે ફ્રાંસનાં અનેક શહેરો અને નગરોમાં જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

દેશના દક્ષિણ ભાગમાં આવેલા બોર્ડો શહેરના સ્થાનિક પરિવહન તંત્ર મુજબ તેની તમામ છ ટ્રામ લાઇન પર સેવાઓ અસરગ્રસ્ત થઈ છે. તેનું કારણ શહેરમાં ચાલી રહેલા હાઈસ્કૂલ વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનો હોવાનું જણાવાયું છે. ઉત્તરમાં આવેલા લિલે શહેરમાં નજીકની એક શાળા બંધ થતાં કેટલીક પરિવહન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

શિક્ષણમંત્રી એડુઆર જેફ્રેએ જણાવ્યું કે વિરોધપ્રદર્શન શરૂ થયા બાદથી 100થી વધુ શાળાઓને ગંભીર નુકસાન થયું છે.

તેમણે ફ્રેન્ચ મીડિયા સંસ્થા બીએફએમટીવીને જણાવ્યું કે કુલ 65 કર્મચારી ઘાયલ થયા છે, જેમાં 40 પ્રિન્સિપાલોનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું કે ગુરુવારે કુલ 1,207 હાઈસ્કૂલોમાં વિક્ષેપ અથવા અડચણો આવ્યાં હતાં.

તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓનું આંદોલન હવે અન્ય તત્ત્વો દ્વારા પ્રભાવિત થઈ ગયું છે. કેટલાક શિક્ષકોએ તેમને કહ્યું હતું કે વિરોધ કરી રહેલા ઘણા લોકો તેમના વિદ્યાર્થીઓ જ નહોતા.

ફ્રાંસના ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 1,949 લોકોની ધરપકડ કરવામાં આવી છે

વિદ્યાર્થીઓની મુખ્ય માગણીઓ

ફ્રાંસમાં 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટેની હાઈસ્કૂલોમાં વિરોધપ્રદર્શન ગયા અઠવાડિયે શરૂ થયું હતું અને ત્યાર બાદ દેશભરની સેંકડો શાળાઓ સુધી ફેલાઈ ગયું.

વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય સ્ટાફની અછત, ભીડભાડવાળા વર્ગખંડો અને જર્જરિત શૈક્ષણિક ઇમારતો સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

ગુરુવારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આંદોલનમાં જોડાયા હતા.

ફ્રાંસના ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 1,949 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 305 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 1,027 હાઈસ્કૂલો આંદોલનથી પ્રભાવિત થઈ છે અને તેમાંથી 222 શાળાઓમાં અવરોધ પેદા થયો છે.

આ ઉપરાંત, રેન્સ અને પેરિસ સહિતની ઓછામાં ઓછી 30 યુનિવર્સિટીઓમાં પણ અસર થઈ હોવાનું જણાવાયું છે.

ચૂંટણીપંચે એસઆઇઆર બાદ છૂટી ગયેલા મતદારો માટે કરી આ જાહેરાત

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીરસિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી

ચૂંટણીપંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પ્રક્રિયા પૂર્ણ થનારાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યાદીમાંથી છૂટી ગયેલા, પ્રથમ વખત મતદાન કરનારા અને યુવા મતદારોનાં નામ ઉમેરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેને ચૂંટણીપંચનો યૂ-ટર્ન ગણાવ્યો છે અને તેને ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલોની અસર હોવાનું જણાવ્યું છે.

વરિષ્ઠ પત્રકાર સુહાસિની હૈદરે ઍક્સ પર લખ્યું, “ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલોને શ્રેય જાય છે, જે પછી ચૂંટણીપંચે સંપૂર્ણ યૂ-ટર્ન લેતા હવે મતદારોનાં નામ ફરીથી યાદીમાં સામેલ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.”

“હવે સવાલ એ છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન મતદારો પ્રત્યે થયેલા આ અસંવેદનશીલ વર્તન માટે કોને જવાબદાર ઠેરવાશે? તેમજ આવી સ્પષ્ટ ભૂલો ધરાવતી મતદારયાદીઓના આધારે થયેલી ચૂંટણીઓનો અર્થ શું છે?”

ચૂંટણીપંચ પર રિપોર્ટ લખનારાં ઇન્ડિયન ઍક્સપ્રેસનાં પત્રકાર રિતિકા ચોપડાએ ઍક્સ પર લખ્યું, “જુલાઈમાં ફૉર્મ-6માં જોડવામાં આવેલો પ્રશ્ન હવે માત્ર ‘એસઆઇઆર તબક્કા’ દરમિયાન જ લાગુ થશે. આનો અર્થ શું? જે 20 રાજ્યોમાં એસઆઇઆર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ત્યાં છૂટી ગયેલા અને પ્રથમ વખત મતદાન કરનારા લોકો સામાન્ય કાયદાકીય ફૉર્મ-6નો ઉપયોગ કરશે. તેમાં તેમના પરિવારનો અગાઉની એસઆઇઆર યાદી સાથેનો સંબંધ પૂછવા જેવો સવાલ નહીં હોય.”

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વિશેષ અભિયાન હેઠળ નીચેનાં પગલાં લેવાશે :

  • બૂથ લેવલ અધિકારીઓ (બીએલઓ) હાલની મતદારયાદીનું એસઆઇઆર પહેલાંની યાદી સાથે મૅચ કરશે
  • હાલની યાદીમાં નામ ન હોય એવા પાત્ર મતદારોની અલગ યાદી તૈયાર કરવામાં આવશે
  • બીએલઓ ઘરેઘરે જઈ આવા મતદારોની હાલની સ્થિતિની ચકાસણી કરશે અને તેઓ પાત્ર હોવાનું જણાય તો ફૉર્મ-6 ભરાવશે
  • બીએલઓને દર અઠવાડિયે ઓછામાં ઓછા 20થી 25 મતદારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયા લગભગ એક મહિનામાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે
  • અભિયાનમાં પ્રથમ વખત મતદાન કરનારા અને યુવા મતદારોના નોંધણી કાર્ય પર ખાસ ધ્યાન આપવામાં આવશે
  • તૈયાર કરવામાં આવેલી યાદી અને ફૉર્મ-6ની અરજીઓ માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો સાથે વહેંચવામાં આવશે
  • બૂથ સ્તરે વિશેષ કૅમ્પનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, નાઇટ શેલ્ટર, મજૂર વસાહતો, બેઘર અને વંચિત વર્ગો માટે પણ વિશેષ કૅમ્પ યોજી શકાશે

આ નિર્દેશ 1 ઑક્ટોબરે તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકના અનુસંધાનમાં જારી કરવામાં આવી છે.

એશિયન ગેમ્સ: લવલીના બોરગોહેને ચીનનાં બૉક્સરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

તસવીરમાં જમણે લવલીના બોરગોહેન

એશિયન ગેમ્સમાં ભારતનાં મહિલા બૉક્સર લવલીના બોરગોહેને 75 કિલોગ્રામ વજનવર્ગમાં ચીનનાં બાઓ ઝીયીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

ફાઇનલમાં પહોંચતા પહેલાં, લવલીનાએ કઝાકિસ્તાનનાં નતાલ્યા બોગદાનોવાને હરાવ્યાં હતાં.

2022માં હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ, તેમણે આ વખતે પોતાના મેડલનો રંગ બદલીને ગોલ્ડ મેડલ જીત્યો.

28 વર્ષીય લવલીના ઑલિમ્પિક ગેમ્સ, વર્લ્ડ ચૅમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને એશિયન ચૅમ્પિયનશિપમાં મેડલ જીતી ચૂક્યાં છે.

નાગોયામાં જીતેલો આ ગોલ્ડ મેડલ તેમની શાનદાર કારકિર્દીમાં બીજી એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.

લવલીનાની આ જીત સાથે, ભારતને 2026 એશિયન ગેમ્સમાં 12 ગોલ્ડ મેડલ મળ્યા છે.

જંતર-મંતર પર પ્રદર્શન : દિલ્હીનાં 11 મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને ઍક્ઝિટ બંધ

જંતર-મંતર પર પ્રદર્શન : દિલ્હીનાં 11 મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને ઍક્ઝિટ બંધ – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

દિલ્હીમાં સ્થિત જંતર-મંતર પર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં અનેક મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને ઍક્ઝિટ પર રોક લગાવવામાં આવી છે.

દિલ્હી મેટ્રોએ કહ્યું છે કે, નીચે દર્શાવાયેલાં મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને ઍક્ઝિટ આગામી આદેશ સુધી બંધ રહેશે.

  • જનપથ
  • પટેલ ચોક
  • કેન્દ્રીય સચિવાલય
  • રાજીવ ચોક
  • સેવા તીર્થ
  • મંડી હાઉસ
  • લોક કલ્યાણ માર્ગ
  • આઈએનએ
  • ચાવડી બજાર
  • રામકૃષ્ણ આશ્રમ માર્ગ
  • નવી દિલ્હી

દિલ્હી મેટ્રોએ ઍક્સ પર આ માહિતી શૅર કરતાં કહ્યું, “રાજીવ ચોક, મંડી હાઉસ, નવી દિલ્હી અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ રહેશે.”

એશિયન ગેમ્સ 2026 : મહિલા રિકર્વમાં ભારતને ગોલ્ડ, દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું

એશિયન ગેમ્સ 2026 : મહિલા રિકર્વમાં ભારતને ગોલ્ડ, દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું – ન્યૂઝ અપડેટ એશિયન ગેમ્સ 2026 : મહિલા રિકર્વમાં ભારતને ગોલ્ડ, દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર

અંકિતા, કીર્તિ અને કુમકુમની ત્રિપુટીએ એશિયન ગેમ્સમાં મહિલા રિકર્વ ટીમ સ્પર્ધામાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.

તેમણે દક્ષિણ કોરિયાની ટીમને 5-3થી હરાવી.

ફાઇનલમાં ભારતીય ત્રિપુટીએ કાંગ ચાયયંગ, લી યુનજી અને ઓ યેજિનની ત્રિપુટીને હરાવી.

એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ટીમ આ પહેલા ક્યારેય આ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી નહોતી.

રિકર્વ તીરંદાજીની સ્પર્ધા યોજાય છે. રિકર્વ ધનુષ પરંપરાગત ધનુષનું આધુનિક સ્વરૂપ છે, જેનો ઉપયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. ધનુષના ઉપર અને નીચેના છેડે જોડાયેલા બંને ભાગ દરેક છેડે તીરંદાજથી દૂરની દિશામાં વળેલા હોય છે. આ જ કારણસર તેને ‘રિકર્વ’ નામ આપવામાં આવ્યું છે.

પુતિને પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરવાની ચેતવણી કેમ આપી?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ચેતવણીના જવાબમાં નેટોએ તેમને પરમાણુ ધમકીઓ આપવાનું બંધ કરવા કહ્યું છે. બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ સમાચાર, ગુજરાત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું છે કે, જો રશિયાને લાગે છે કે તેના બાલ્ટિક વિસ્તારમાં સ્થિત કૅલિનિનગ્રાદ પર સીધો હુમલો થયો છે, તો તે પોતાની પાસે રહેલાં તમામ હથિયારોનો ઉપયોગ કરશે.

પુતિને ભારપૂર્વક કહ્યું કે રશિયા “કોઈને ધમકી આપી રહ્યું નથી.” તે માત્ર પશ્ચિમી નેતાઓના તે નિવેદનોનો જવાબ આપી રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયા 2029 અથવા 2030 સુધી યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.

આ સમગ્ર સપ્તાહ દરમિયાન રશિયાએ નેટો પર પોતાના વિસ્તારની નાકાબંધી કરવાની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે.

કૅલિનિનગ્રાદ લિથુઆનિયા અને પૉલૅન્ડ વચ્ચે આવેલું છે. રશિયાએ ચેતવણી આપી છે કે જો પશ્ચિમ કૅલિનિનગ્રાદને રશિયાના બાકીના ભાગોથી અલગ કરવાની કોશિશ કરશે, તો તેઓ પરમાણુ હથિયારોના ઉપયોગ માટે પણ તૈયાર રહેશે.

નેટોએ સ્થિતિને શાંત કરવાની કોશિશ કરી છે. તેણે ભારપૂર્વક કહ્યું છે કે, તે એક રક્ષણાત્મક ગઠબંધન છે અને રશિયાને પોતાની “પરમાણુ ધમકીઓ” બંધ કરવા કહ્યું છે.

તાજેતરના મહિનાઓમાં પશ્ચિમી સહયોગી દેશોને કથિત હાઇબ્રિડ યુદ્ધની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે, જેના પાછળ રશિયાનો હાથ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને પૉલૅન્ડ અને બાલ્ટિક દેશોમાં આવી ઘટનાઓ વધી છે.

ગયા અઠવાડિયે જ પૉલૅન્ડે કહ્યું હતું કે રશિયાનું એક હેલિકૉપ્ટર કૅલિનિનગ્રાદને અડીને આવેલા તેના વિસ્તારમાં ઘૂસી આવ્યું હતું. બીજી તરફ, લિથુઆનિયાએ કહ્યું હતું કે તેના લોકો રશિયાને કારણે “સતત જોખમ અનુભવી રહ્યા છે”. તેનું એક કારણ ડ્રૉનનું તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવું પણ છે.

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ જંતર-મંતર પર પ્રદર્શનની તૈયારી, દિલ્હી પોલીસે લગાવી કલમ 163

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ જંતર-મંતર પર પ્રદર્શનની તૈયારી, દિલ્હી પોલીસે લગાવી કલમ 163 – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર

દિલ્હી પોલીસે મુખ્ય ચૂંટણી કમિનશન (સીઈસી) જ્ઞાનેશકુમાર વિરુદ્ધ 2 ઑક્ટોબરે જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે.

આ પ્રદર્શનનું આયોજન સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થી નેતાઓએ કર્યું છે.

પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે નવી દિલ્હી અને તેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. જંતર-મંતર પર ભીડ એકત્ર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 163 લાગુ કરતાં નવી દિલ્હી અને તેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.

નવી દિલ્હીના ડીસીપીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “નવી દિલ્હી જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારુ અવરજવર સુનિશ્ચિત કરવા માટે બીએનએસએસ, 2023ની કલમ 163 લાગુ છે. તેના હેઠળ મંજૂરી વિના લોકોનું એકત્ર થવું, જાહેર ભાષણ, નારા લગાવવું, સરઘસ, પ્રદર્શન, ધરણા અને આદેશમાં જણાવાયેલી અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે.”

‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર વચ્ચે મતભેદની ખબર પ્રકાશિત થયા બાદ કૉંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ મતદાર યાદીમાં છેડછાડ કરીને ભાજપને ચૂંટણી જીતાડવામાં મદદ કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS