Home તાજા સમાચાર gujrati નેહા બોરા કસ્ટડીમાંથી મુક્ત; અભિજિત દીપકેને ‘પોલીસે કર્યા અરેસ્ટ’ – ન્યૂઝ અપડેટ

નેહા બોરા કસ્ટડીમાંથી મુક્ત; અભિજિત દીપકેને ‘પોલીસે કર્યા અરેસ્ટ’ – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

નેહા બોરા કસ્ટડીમાંથી મુક્ત; અભિજીત દીપકેની 'પોલીસે કર્યા અરેસ્ટ'

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ યુનિયન (AISA)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાને આજે શનિવારે સવારે કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં.

શુક્રવારે સાંજે ‘લહરા દો તિરંગા’ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે નેહા બોરાની અટકાયત કરી હતી.

નેહાએ પોતાના ઍક્સ હેન્ડલ દ્વારા કસ્ટડીમાંથી મુક્ત થવાની માહિતી પણ શેર કરી છે. નેહાએ લખ્યું, “મને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવી છે! દિલ્હી પોલીસે અટકાયતમાં લીધેલા તમામ પ્રદર્શનકારીઓને મુક્ત કરવા જોઈએ. લોકશાહી અને બંધારણ માટે લડવું એ કોઈ અપરાધ ગણી શકાય નહીં.”

આ પહેલાં, મોડી રાત સુધી તેમના સમર્થકો દિલ્હી પોલીસને પૂછતા રહ્યા કે નેહા ક્યાં છે.

એએનઆઈ અનુસાર, દિલ્હી પોલીસ અધિનિયમની કલમ 65 હેઠળ ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી નેહા બોરાને મુક્ત કરવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન, અભિજિત દીપકે વિરુદ્ધ BNSSની કલમ 126/170 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમને SEM કૉર્ટમાં રજૂ કરવામાં આવશે.

કૉક્રોચ જનતા પાર્ટીનાં લીગલ હેડ રત્ના સિંહે ઍક્સ પર આ અંગે માહિતી આપી હતી.

ધ્રુવ રાઠી લંડન પહોંચ્યા, કહ્યું-‘હવે સમય આવી ગયો છે કે…’

પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠી લંડન પહોંચ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લોકોને લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી છે.

પ્રખ્યાત યુટ્યૂબર ધ્રુવ રાઠી લંડન પહોંચ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર લોકોને લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ-પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી છે.

ધ્રુવ રાઠીએ શુક્રવારે મોડી રાત્રે ઍક્સ પર લખ્યું, “હું લંડન પહોંચી ગયો છું. હવે સમય આવી ગયો છે કે દુનિયા ‘વોટ ચોર’ અને ‘લોકશાહીના હત્યારાઓ’ની વાસ્તવિકતા જુએ.”

તેમણે લખ્યું, “હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નિવેદન આપવાનો સમય છે. જો તમે અહીં છો, તો શનિવારે બપોરે 12 વાગ્યે પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ-પ્રદર્શનમાં જોડાઓ.”

અગાઉ, ધ્રુવ રાઠી 10 ઑક્ટોબરના રોજ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. જોકે, તેઓ વિરોધ-પ્રદર્શનમાં જોડાય તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.

જોકે થોડા કલાકો પછી તેમને છોડી દેવામાં આવ્યા. તેમને મુક્ત કરાયા પછી ધ્રુવ રાઠીએ આરોપ મૂક્યો કે પોલીસે તેમનું અપહરણ કર્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS