Home તાજા સમાચાર gujrati ફેસબુકની પૅરેન્ટ કંપની મેટા પર ઇટાલીમાં ₹8,400 કરોડનો દંડ – ન્યૂઝ અપડેટ

ફેસબુકની પૅરેન્ટ કંપની મેટા પર ઇટાલીમાં ₹8,400 કરોડનો દંડ – ન્યૂઝ અપડેટ

6
0

Source : BBC NEWS

ફેસબુકની પૅરેન્ટ કંપની મેટા પર ઇટાલીમાં ₹8,400 કરોડનો દંડ

વાંચવાનો સમય: 1 મિનિટ

ઇટાલીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુકની પૅરેન્ટ કંપની મેટા પર અંદાજે 8,400 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ કાર્યવાહી ઍન્ડ્રૉઇડ યુઝર્સની તસવીરો સુધી તેમની સ્પષ્ટ સંમતિ વગર પહોંચ મેળવવા મામલે કરવામાં આવી છે.

ઇટાલીની ડેટા પ્રોટેક્શન ઑથોરિટીના જણાવ્યા અનુસાર, ફેસબુક ઍપના એક ફીચર દ્વારા મેટા યુઝર્સની તસવીરો અને વિડિયો જોઈ શકતી હતી.

નિયામકનું કહેવું છે કે મેટાએ અંદાજે બે કરોડ યુઝર્સને આ બાબત વિશે યોગ્ય રીતે માહિતી આપી નહોતી.

આ ફીચરની મદદથી ફેસબુક યુઝર્સના ફોનની ગૅલેરીમાં રહેલી તસવીરો અને વિડિયોના આધારે પોસ્ટ કરવા માટે સૂચનો આપતી હતી.

ફેસબુકે યુઝર્સ પાસેથી ઍપ મારફતે તેમની સંપૂર્ણ ફોટો ગૅલેરી સુધી પહોંચવાની પરવાનગી માત્ર એક જ વાર માગી હતી.

પરંતુ આ દરમિયાન સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નહોતું કે, આ પરવાનગીના આધારે ફેસબુક તેમની તસવીરોના આધારે પોસ્ટ માટે સૂચનો પણ આપી શકશે.

ઇટાલીના નિયામકે મેટાને 60 દિવસનો સમય આપ્યો છે. કંપનીએ આ ફીચર આપમેળે ચાલુ થતું અટકાવવું પડશે અને યુઝર્સ પાસેથી અલગથી પરવાનગી લેવી પડશે.

નિયામકે જણાવ્યું હતું કે, આ મામલે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. આ સમસ્યા એવા લોકો માટે હજી પણ યથાવત્ છે જેમણે ઍપ અપડેટ કરી નથી અથવા પહેલેથી જ આ ફીચરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS