Home તાજા સમાચાર gujrati IND Vs WI T20 : 249 રનનો વિશાળ સ્કોર કર્યો છતાં ભારત...

IND Vs WI T20 : 249 રનનો વિશાળ સ્કોર કર્યો છતાં ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે કેમ હાર્યું, હારનાં પાંચ કારણો

2
0

Source : BBC NEWS

ભારત વેસ્ટ ઇન્ડિઝ ટી20 ક્રિકેટ મૅચ બીસીસીઆઈ બીબીસી ગુજરાતી ન્યૂઝ શ્રેયસ અય્યર તિલક સંજુ સેમસન રાંચી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતની ક્રિકેટ ટીમને રાંચીમાં રમાયેલી સિરીઝની બીજી ટી20 મૅચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે આંચકાનો સામનો કરવો પડ્યો છે.

શુક્રવારે રાંચીના જેએસસીએ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ કૉમ્પ્લેક્સમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી20 સિરીઝની બીજી મૅચ રમાઈ હતી. આ મુકાબલામાં વેસ્ટઇન્ડિઝે 6 વિકેટે જીત હાંસલ કરી હતી. મૅચમાં મહેમાન ટીમ વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 250 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને 9 બૉલ બાકી રહેતા તેમણે હાંસલ કરી દીધો હતો. વેસ્ટ ઇન્ડિઝની જીતમાં કૅપ્ટન શાઈ હૉપના અણનમ 102 અ શેરફેન રદરફૉર્ડના 84 રનની મહત્ત્વની ભૂમિકા રહી હતી. બંનેએ ચોથી વિકેટની ભાગીદારીમાં 120 રન જોડીને મૅચને પલટી નાખી.

આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝે પાંચ મૅચોની આ સિરીઝમાં 1-1ની બરાબરી કરી દીધી છે.

ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડિઝે ભારતને પહેલા બૅટિંગ આપી હતી. ભારતે પહેલા બૅટિંગ કરીને વેસ્ટ ઇન્ડિઝની ટીમને 250 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો, છતાં તેને ડિફેન્ડ કરવામાં ભારત નિષ્ફળ રહ્યું અને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે બૅટિંગ સારી કરી, પરંતુ ભારતના બૉલર્સની ભારે ધોલાઈ થઈ જેના કારણે મૅચ ગુમાવવી પડી.

વેસ્ટ ઇન્ડિઝે આ હાઈ સ્કોરિંગ મૅચમાં ઐતિહાસિક રન ચેઝ કરીને જીત મેળવી છે. ભારત ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતર્યું પછી 249 રન ખડક્યા હતા. તે સમયે લાગતું હતું કે યજમાનની સામે મહેમાન ટીમનું કંઇ નહીં ઉપજે. પરંતુ રિઝલ્ટ સાવ અલગ આવ્યું છે.

આ મૅચમાં ભારત કેમ હારી ગયું તેનાં કારણોની અહીં સમીક્ષા કરી છે.

બૉલિંગમાં નબળો દેખાવ

ભારત વેસ્ટ ઇન્ડિઝ ટી20 ક્રિકેટ મૅચ બીસીસીઆઈ બીબીસી ગુજરાતી ન્યૂઝ શ્રેયસ અય્યર તિલક સંજુ સેમસન રાંચી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ભારતે પહેલી બૅટિંગ લઈને મજબૂત સ્કોર બનાવ્યો હતો, આમ છતાં વેસ્ટ ઇન્ડિઝ ટાર્ગેટને સફળતાથી ચેઝ કરી શક્યું. તે દર્શાવે છે કે ભારત આ મૅચ બૅટ્સમૅનોના કારણે નહીં પણ નબળી બૉલિંગના કારણે હાર્યું છે.

આ મૅચમાં ભારતના અનુભવી સ્પિનર્સ પણ સફળ ન રહ્યા. તેવી જ રીતે ફાસ્ટ બૉલિંગમાં અર્શદીપસિંહ પણ કોઈ કમાલ કરી શક્યા ન હતા. મયંક યાદવને બાદ કરતા કોઈ પણ બૉલરનો પ્રભાવ ચાલ્યો ન હતો. જોકે, મયંકની પણ વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમૅનોએ ઘણી ધોલાઈ કરી હતી.

નમન ધીર અને શિવમ દૂબેને બૉલિંગ આપવી નુકસાનકારક સાબિત થઈ. તે દર્શાવે છે કે તેમના પર પાંચમા બૉલર તરીકે જવાબદારી સોંપી શકાય નહીં. ભારતે કોઈ પણ રીતે હાર્દિક પંડ્યાની જગ્યા સારા બૉલરથી ભરવી પડશે.

વેસ્ટ ઇન્ડિઝની દમદાર બૅટિંગ

ભારત વેસ્ટ ઇન્ડિઝ ટી20 ક્રિકેટ મૅચ બીસીસીઆઈ બીબીસી ગુજરાતી ન્યૂઝ શ્રેયસ અય્યર તિલક સંજુ સેમસન રાંચી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ભારતની બૉલિંગના નબળા દેખાવની સાથે સાથે આપણે વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમૅનોની દમદાર બૅટિંગની પણ વાત કરવી પડે.

વેસ્ટ ઇન્ડિઝ આ મૅચ જીતી ગયું તેનો શ્રેય તેમના કૅપ્ટન શાઈ હૉપને આપવો પડે. તેમણે માત્ર 45 દડામાં અણનમ 102 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને નવ છગ્ગા સામેલ હતા. હૉપનો સ્ટ્રાઇક રેટ 226 કરતાં પણ વધારે ઊંચો હતો.

આ ઉપરાંત રુધરફૉર્ડે પણ 37 બૉલમાં 84 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ હતા. તેમની સ્ટ્રાઇક રેટ લગભગ 227 કરતાં વધુ હતી. છેલ્લે રૉમારિયો શૅફર્ડના 13 બૉલમાં 34 રન પણ ઉપયોગી સાબિત થયા. રૉવમેન પૉવેલે 13 દડામાં 24 રન બનાવીને ભારતીય બૉલરોને હંફાવ્યા હતા.

ભારતીય બૅટ્સમૅનોની મહેનત પાણીમાં ગઈ

ભારત વેસ્ટ ઇન્ડિઝ ટી20 ક્રિકેટ મૅચ બીસીસીઆઈ બીબીસી ગુજરાતી ન્યૂઝ શ્રેયસ અય્યર તિલક સંજુ સેમસન રાંચી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ભારત ટૉસ જીત્યું અને પ્રથમ બૅટિંગ પસંદ કરી. ત્યાર પછી ભારતે આક્રમક રન બનાવવાની શરૂઆત કરી હતી. તેમાં સંજુ સેમસેને 41 દડામાં 82 રન બનાવ્યા. તેની સાથે સાથે તિલક વર્મા, શ્રેયસ અય્યર અને ઈશાન કિશને પણ ફટકાબાજી કરી હતી અને ભારતનો સ્કોર 250 રનની નજીક પહોંચાડ્યો હતો. ત્યાર પછી કૅરેબિયન બૅટ્સમૅનો ક્રીઝ પર આવ્યા ત્યારે તેમણે એવી બૅટિંગ કરી કે 250નો ટાર્ગેટ પણ નાનો લાગવા લાગ્યો.

અભિષેક શર્માએ આ મૅચમાં 12 બૉલમાં 20 રન બનાવ્યા જ્યારે શ્રેયસે 18 બૉલમાં 40 રન, તિલક વર્માએ 18 બૉલમાં 44 રન બનાવ્યા હતા. ઈશાન કિશને માત્ર 22 બૉલમાં 42 રન બનાવ્યા હતા. જોકે, વેસ્ટ ઇન્ડિઝ સામે આ સ્કોર ટૂંકો પડ્યો હતો.

કુલદીપ યાદવ, અક્ષર પટેલનો જાદુ ન ચાલ્યો

ભારત વેસ્ટ ઇન્ડિઝ ટી20 ક્રિકેટ મૅચ બીસીસીઆઈ બીબીસી ગુજરાતી ન્યૂઝ શ્રેયસ અય્યર તિલક સંજુ સેમસન રાંચી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

રાંચીની મૅચમાં વેસ્ટ ઇન્ડિઝે બીજી ઇનિંગમાં 250 રન બનાવીને ભારત સામે ઐતિહાસિક ચેઝનો રેકૉર્ડ બનાવ્યો છે. આ મૅચમાં ભારતીય સ્પિન બૉલર બેઅસર રહ્યા હતા. એક તરફ વેસ્ટ ઇન્ડિઝ ઝડપથી રન બનાવતું હતું, જ્યારે બીજી તરફ કુલદીપ યાદવને કોઈ સફળતા મળતી ન હતી. તેઓ વરુણ ચક્રવર્તીની ગેરહાજરીમાં ટી20 ટીમમાં સામેલ થયા છે, પરંતુ તેઓ પ્રભાવ જમાવી શક્યા ન હતા.

‘ચાઇના મૅન’ તરીકે જાણીતા થયેલા કુલદીપ યાદવે ચાર ઓવર ફેંકી જેમાં 53 રન આપ્યા. એટલે કે તેમણે 13.20ની ઇકૉનૉમી સાથે રન આપ્યા હતા જે બહુ વધારે કહેવાય.

કુલદીપ યાદવને માત્ર એક વિકેટ મળી હતી.

સાથે સાથે અક્ષર પટેલની પણ કૅરેબિયન બૅટ્સમૅનોએ ધોલાઈ કરી હતી. અક્ષર પટેલે માત્ર 3.3 ઓવરમાં 63 રન આપ્યા. એટલે કે તેમણે 18 રન પ્રતિ ઓવરના દરે રન આપ્યા હતા. ભારતની હારનું આ એક મોટું કારણ છે.

પાંચમા બૉલરની અછત

ભારત વેસ્ટ ઇન્ડિઝ ટી20 ક્રિકેટ મૅચ બીસીસીઆઈ બીબીસી ગુજરાતી ન્યૂઝ શ્રેયસ અય્યર તિલક સંજુ સેમસન રાંચી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ભારત વતી પાંચમા બૉલર તરીકે શિવમ દૂબે અને નમન ધીર હતા, પરંતુ તેમણે બહુ રન આપી દીધા. બંને એ બે-બે ઓવર ફેકીનો પોતાનો ક્વૉટા પૂરો કર્યો, જેમાં કુલ મળીને 55 રન આપ્યા હતા.

નમન ધીરે બે ઓવર ફેંકી જેમાં 12.50 રન પ્રતિ ઓવરની ઇકૉનૉમી સાથે 25 રન આપ્યા જ્યારે શિવમ દૂબેએ બે ઓવરમાં 30 રન આપી દીધા હતા. આ બંનેની બૉલિંગમાં કોઈ પ્રભાવ ન હતો.

એવું લાગે છે કે હાર્દિક પંડ્યા ફીટ ન થાય ત્યાં સુધી કોઈ વધારાના બૉલરને ટીમમાં સ્થાન આપવું પડશે જેથી કરીને ટીમ બેલેન્સ થાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS