Home તાજા સમાચાર gujrati ગુજરાત : બાંગ્લાદેશની કાજલ અને આણંદના તરુણની પ્રેમકહાણીમાં ‘સરહદ’ કઈ રીતે બની...

ગુજરાત : બાંગ્લાદેશની કાજલ અને આણંદના તરુણની પ્રેમકહાણીમાં ‘સરહદ’ કઈ રીતે બની વિલન

3
0

Source : BBC NEWS

તરુણ પટેલ અને કાજલ આણંદ કાજલ કાજુલી પ્રેમ કહાણી બાંગ્લાદેશ બીબીસી ગુજરાતી કાયદો ગુજરાત હાઇકોર્ટ ઑપરેશન ડેલ્ટા હન્ટ નારી સંરક્ષણ ગૃહ પાસપૉર્ટ વિઝા ગેરકાયદેસર

ઇમેજ સ્રોત, Tarun Patel

કહેવાય છે કે પ્રેમ કોઈ બંધન કે સરહદ જોતો નથી. પરંતુ આણંદના લાંભવેલમાં રહેતા તરુણ પટેલના જીવનમાં ‘સરહદ’ જ તેમની દુશ્મન બની ગઈ છે. બાંગ્લાદેશની યુવતી સાથે પ્રેમ થયા બાદ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયેલા તરુણ હવે પોતના પરિવારને વેરવિખેર થતાં બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

એક દાયકા જૂના સરહદ પારની બાંગ્લાદેશની યુવતી સાથેનાં પ્રેમલગ્નને કારણે એક પરિવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

એક બાંગ્લાદેશી મહિલા ‘ગેરકાયદેસર’ રીતે ભારતમાં પ્રવેશી હોવાનો દાવો કરીને સરકારી અધિકારીઓ હવે તેને ‘દેશનિકાલ’ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.

સંસાર ‘સુખરૂપ’ ચાલી રહ્યો હતો ત્યાં ગુજરાત પોલીસના ઑપરેશન ‘ડેલ્ટા હન્ટ’ ને કારણે તરુણના જીવનમાં એક ઝાટકે બધું બદલાઈ ગયું છે. હવે તેમના જીવનનું એક જ લક્ષ્ય છે કે કોઈ પણ રીતે પોતાનાં બાળકોને તેમની માતાનો સંગાથ મળી જાય.

એક ફોન કૉલ અને ‘બાંગ્લાદેશી’ પત્નીની અટકાયત

તરુણ પટેલ અને કાજલ તરુણ પટેલ અને કાજલ આણંદ કાજલ કાજુલી પ્રેમ કહાણી બાંગ્લાદેશ બીબીસી ગુજરાતી કાયદો ગુજરાત હાઇકોર્ટ ઑપરેશન ડેલ્ટા હન્ટ નારી સંરક્ષણ ગૃહ પાસપૉર્ટ વિઝા ગેરકાયદેસર

ઇમેજ સ્રોત, Tarun Patel

તરુણને આજે પણ બીજી જૂનનો એ દિવસ યાદ છે જ્યારે પોલીસ તેમના ઘરે આવી હતી. પોલીસનું આવવાનું કારણ હતું એક ફોન કૉલમાં થયેલી નાની વાતચીત.

તરુણ કહે છે કે, “કાજલનાં માતા બાંગ્લાદેશમાં રહે છે. ત્યાં સ્થિતિ ડહોળાયેલી હોવાથી તેને માતાની ચિંતા થતી હતી. કાજલે મમ્મીના ખબર-અંતર માટે કૉલ કર્યો હતો. આ કૉલ ટ્રૅસ થયો હતો અને ત્યારબાદ મારા ઘરે પોલીસે આવી હતી.”

તરુણ પટેલે જણાવ્યું કે, “બીજી જૂને પોલીસ અમારે ત્યાં આવી હતી. તેમણે જે નંબર ટ્રૅસ કર્યો હતો તે નંબર ‘કાજલ મમ્મી’ના નામે મારા મોબાઇલમાં સેવ હતો. તેમણે એ નંબર જોઈને મને સવાલ કર્યો કે આ નંબર કોનો છે? તમારાં પત્ની ક્યાંનાં છે? મેં કહ્યું કે મારાં પત્ની બાંગ્લાદેશનાં છે અને જે નંબર પર કૉલ થયો હતો તે બાંગ્લાદેશ રહેતાં તેનાં માતાનો છે.”

તે પછી કાજલને બોલાવીને પોલીસે પૂછપરછ કરી હતી અને વિગતો મેળવી હતી.

પોલીસ તરુણ અને કાજલને પોલીસ સ્ટેશન લઈ ગયાં અને ત્યાં તેમની પૂછપરછ કરી. તરુણ પટેલને પોલીસે જવા દીધા પરંતુ કાજલને પોલીસ સ્ટેશનમાં જ રાખી મૂક્યાં.

પોલીસનો દાવો હતો કે કાજલ બાંગ્લાદેશનાં છે અને ભારતમાં રહેવા માટેના તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી.

તરુણનો દાવો છે કે પોલીસે તેને કહ્યું હતું કે “હવે તેમના (કાજલ) પર કાયદાકીય કાર્યવાહી થશે.”

તરુણ પટેલ અને તેમના બે બાળકો ધ્યાન (8 વર્ષ) અને અર્ષ (2 વર્ષ) તરુણ પટેલ અને કાજલ આણંદ કાજલ કાજુલી પ્રેમ કહાણી બાંગ્લાદેશ બીબીસી ગુજરાતી કાયદો ગુજરાત હાઇકોર્ટ ઑપરેશન ડેલ્ટા હન્ટ નારી સંરક્ષણ ગૃહ પાસપૉર્ટ વિઝા ગેરકાયદેસર

ઇમેજ સ્રોત, NACHIKETA MEHTA

શું કાજલ બાંગ્લાદેશમાં તેના પિયર સાથે નિયમિત સંપર્કમાં હતી?

આ સવાલના જવાબમાં તરુણ પટેલે કહ્યું કે, “કાજલ તેની મમ્મી સાથે ક્યારેક ક્યારેક સંપર્ક કરતી હતી. જ્યારે ફોન ટ્રૅસ થયો ત્યારે એવું હતું કે તેની મમ્મીનું ઑપરેશન થયું હતું. બાંગ્લાદેશમાં માહોલ ડહોળાયેલો હોવાથી તેમજ મમ્મી બીમાર હોવાથી કાજલને તેની ચિંતા થતી હતી.”

“તેણે રડતાં રડતાં મને કહ્યું કે મારે મમ્મી જોડે વાત કરવી જ છે. ત્યારે મારા મોબાઇલથી મેં આઇએસડી(ઇન્ટરનૅશનલ સબસ્ક્રાઈબર ડાયલિંગ) કૉલ પર તેની વાત કરાવી હતી. વાત દરમ્યાન પણ તેણે એટલું જ કહ્યું કે મમ્મી તમે કેમ છો? તબીયત કેવી છે? તમને કશું થયું તો નથી ને? બસ એટલી જ વાત હતી. બસ એ જ કૉલ ટ્રૅ્સ થયો હતો. બાકી તેણે કોઈ ખોટી જગ્યાએ કૉલ નહોતો કર્યો,” તરુણે બીબીસીને જણાવ્યું હતું.

આણંદ પોલીસ અધીક્ષક જી.જી. જસાણીએ બીબીસી ન્યૂઝ ગુજરાતીના સહયોગી નચિકેત મહેતાને જણાવ્યું હતું કે, “કાજલ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહે છે તેવું સાબીત થયું છે.”

તેમના કહેવા પ્રમાણે, “કાજલ જ્યારે બાંગ્લાદેશથી ગુજરાત આવી તેનો ન તો તેની પાસે કોઈ પાસપૉર્ટ છે કે ન તો તેનાં લગ્નની નોંધણીનો કોઈ પુરાવો.”

ફેસબુક પર પ્રેમ અને પછી લગ્ન

તરુણ અને કાજલ તરુણ પટેલ અને કાજલ આણંદ કાજલ કાજુલી પ્રેમ કહાણી બાંગ્લાદેશ બીબીસી ગુજરાતી કાયદો ગુજરાત હાઇકોર્ટ ઑપરેશન ડેલ્ટા હન્ટ નારી સંરક્ષણ ગૃહ પાસપૉર્ટ વિઝા ગેરકાયદેસર

ઇમેજ સ્રોત, NACHIKETA MEHTA

2012માં બાંગ્લાદેશના ગોપાલપુર ગામમાં રહેતાં કાજુલી અને તરુણ ફેસબૂક પર મળ્યાં હતાં અને ત્યાંથી બંનેની મિત્રતા થઈ હતી જે બાદમાં પ્રેમમાં પરિણામી હતી.

તરુણ કહે છે કે, “અમારી વચ્ચે પ્રેમ થયો એટલે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મેં કાજલને કહ્યું કે તે પાસપૉર્ટ બનાવીને ગુજરાત આવી જાય. તે પછી અમે લગ્ન કરશું.”

તરુણે વધુમાં જણાવ્યું કે, “આ દરમ્યાન કાજુલીનાં માતાપિતા તેનાં પર એક બાંગ્લાદેશી યુવક સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યાં હતાં. પાસપૉર્ટ માટે કાજલે એક એજન્ટને બારથી તેર હજાર રૂપિયા આપ્યા હતા. પરંતુ એજન્ટે છેતરપિંડી કરી હતી અને કાજલને પાસપૉર્ટ મળ્યો ન હતો.”

“બે-ત્રણ મહિના બાદ પરિવારે લગ્ન માટે ફરી દબાણ કરતા કાજુલી બાંગ્લાદેશથી ભાગીને કોલકાતા આવી હતી અને ત્યાંથી આણંદ પહોંચી હતી. આણંદ આવ્યાં પછી પરસ્પર ફૂલહાર પહેરાવીને બંનેએ લગ્ન કરી લીધાં હતાં,” એમ તરુણે જણાવ્યું હતું.

લગ્ન બાદ કાજુલીએ પોતાનું નામ કાજલ રાખી લીધું હતું. કાજલ અને તરુણ પટેલે લગ્ન તો કરી લીધાં પરંતુ તેને ‘કાયદાકીય માન્યતા’ મળી નહોતી.

તરુણ પટેલે કહે છે કે, “2014 – 15માં અમે જ્યારે લગ્ન કર્યાં ત્યારે તેને રજિસ્ટર કરી લેવાં હતાં પણ કાજલ જોડે તેના દસ્તાવેજ નહોતા તેથી અમારાં લગ્નની નોંધણી ન થઈ શકી.”

તરુણનું કહેવું હતું કે આગળ જતાં આવી તકલીફ ઊભી થઈ જશે એવું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. તેમના કહેવા પ્રમાણે, કાજલ જે સંજોગોમાં બાંગ્લાદેશથી આવી તેમાં તે તેના દસ્તાવેજ લાવી શકી નહોતી.

તરુણ પટેલે જણાવ્યું કે, “કાજલ બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી હતી. મારી સાથે સંસાર માંડીને તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે. હવે જો તેને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે તો તેનાં માતાપિતા કદાચ તેને સ્વીકારશે નહીં.”

તરુણે આજીજી કરતાં કહ્યું, “મારી સરકારને પ્રાર્થના છે કે કાજલને ભારતમાંથી દેશનિકાલ કરીને બાંગ્લાદેશ ન મોકલવામાં આવે. અમારે પ્રેમથી રહેવું હતું. મારો અને કાજલનો આટલાં વર્ષનો કોઈ ખરાબ રેકૉર્ડ નથી.”

પરિવારજનો હજુ પણ આઘાતમાં

ઇન્દુબહેન પટેલ તરુણ પટેલ અને કાજલ આણંદ કાજલ કાજુલી પ્રેમ કહાણી બાંગ્લાદેશ બીબીસી ગુજરાતી કાયદો ગુજરાત હાઇકોર્ટ ઑપરેશન ડેલ્ટા હન્ટ નારી સંરક્ષણ ગૃહ પાસપૉર્ટ વિઝા ગેરકાયદેસર

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

કાજલની પોલીસ અટકાયત બાદ તરુણ અને પરિવારજનો આઘાતમાં છે.

તરુણ હવે પોતાની પત્ની અને બાળકોનાં ભવિષ્યને લઈને ચિંતિત છે.

હાલમાં કાજલને આણંદસ્થિત નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. હવે આગળ તેની સાથે શું થશે તેની ચિંતા સતત તરુણને કોરી ખાય છે.

તરુણ કહે છે કે, “જ્યારથી પોલીસ કાજલને લઈ ગઈ છે ત્યારથી મારાં બંને બાળકો ઘરમાં રડી રહ્યાં છે. બાળકો મને સતત કહે છે કે મમ્મીને મળવા જવું છે. તેમનો એક જ સવાલ છે કે, મમ્મીને ક્યારે ઘરે લાવશો? મારી પાસે તેમના સવાલનો કોઈ જવાબ નથી. તેમના સવાલ સાંભળીને મને પણ રડવું આવી જાય છે. જો કાજલને બાંગ્લાદેશ મોકલી દેશે તો અમારાં બાળકો અને હું રઝળી પડીશું.”

તરુણનાં માતા ઇન્દુબહેને જણાવ્યું હતું કે, “જે થયું તે ખોટું થયું છે. જ્યારથી કાજલ નથી ત્યારથી ઘરમાં કોઈને ભોજનનો કોળિયો ગળે ઉતરતો નથી. બાળકો પણ સતત રડ્યાં કરે છે. તેમની સ્થિતિ જોઈને મારું પણ મન ભરાઈ જાય છે. કાજલ વગર આખું ઘર સૂનું છે. કાજલ ઘરે આવી જાય એટલી પ્રાર્થના છે. કાજલ વગર ઘરમાં મન નથી લાગતું. કાજલ સાથે મારે સાસુ-વહુનો નહીં, મા-બેટી જેવો સંબંધ હતો.”

આણંદ સ્થિત જાગૃત મહિલા સંગઠન તરુણ પટેલ અને કાજલ આણંદ કાજલ કાજુલી પ્રેમ કહાણી બાંગ્લાદેશ બીબીસી ગુજરાતી કાયદો ગુજરાત હાઇકોર્ટ ઑપરેશન ડેલ્ટા હન્ટ નારી સંરક્ષણ ગૃહ પાસપૉર્ટ વિઝા ગેરકાયદેસર

હાલ કાજલ આણંદસ્થિત જાગૃત મહિલા સંગઠનમાં રાખવામાં આવ્યાં છે અને તેથી તેઓ પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે. તેને આશા છે કે કોર્ટ અથવા સરકાર તેના પક્ષમાં કોઈ નિર્ણય લેશે અને તે પરિવાર સાથે ફરી જોડાઈ શકશે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જાગૃત મહિલા સંગઠનનાં અધ્યક્ષ આશાબહેન દલાલ કહે છે કે, “કાજલ સતત માનસિક તાણમાંથી પસાર થઈ રહી છે અને ઘણીવાર રડતી હોય છે. તે પોતાના પરિવારને સતત યાદ કરે છે. ખાસ કરીને બંને દીકરાઓને બહુ યાદ કરે છે. તેને એક જ ડર છે કે જો તેને બાંગ્લાદેશ મોકલી આપવામાં આવે તો પાછી નહીં આવી શકે.”

આશાબહેન કહે છે, “અમે પરવાનગી લઈને ક્યારેક તેનાં બાળકોને દૂરથી બતાવીએ છીએ, જેથી તેને થોડી ધરપત થાય. પરંતુ તે સતત દુઃખી રહેતી હોય છે. અમે સતત તેને સમજાવીએ છીએ અને સાંત્વના આપીએ છીએ. પરંતુ આખરે તે પણ માણસ છે અને ક્યારેક પોતાની સંવેદના પર કાબૂ નથી રાખી શકતી.”

“ગૃહમાં તે બધાની સાથે હળીમળીને રહે છે અને બધાને મદદરૂપ પણ થાય છે. હાલ અમે કાજલની સારસંભાળ રાખી રહ્યા છીએ. સરકાર અને કોર્ટની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરીશું,” એમ આશાબહેન દલાલે બીબીસીને જણાવ્યું હતું.

વકીલ ઝૈનાબ સૈયદ તરુણ પટેલ અને કાજલ આણંદ કાજલ કાજુલી પ્રેમ કહાણી બાંગ્લાદેશ બીબીસી ગુજરાતી કાયદો ગુજરાત હાઇકોર્ટ ઑપરેશન ડેલ્ટા હન્ટ નારી સંરક્ષણ ગૃહ પાસપૉર્ટ વિઝા ગેરકાયદેસર

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

હાલમાં તરુણનું એક જ લક્ષ્ય છે કે કોઈ પણ રીતે કાજલને બાંગ્લાદેશ પરત લઈ જતા અટકાવવી.

આ માટે તેઓ દરેક સ્તરે રજૂઆત કરી રહ્યા છે. તેમણે હાઇકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે.

તેમનાં વકીલ ઝૈનાબ સૈયદે બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, “કાજલને ભારતીય નાગરિકત્વ મળી શકે તે માટે કેટલીક બંધારણીય જોગવાઈઓનો અમે કોર્ટને હવાલો આપશું. બંધારણની કલમ 21 જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે. તે અધિકાર ભારતમાં રહેતી કોઈ પણ વ્યક્તિને મળે છે, જરૂરી નથી કે તે ભારતીય નાગરિક હોય જ. આ બાબતે અમે રજૂઆત કરીશું.”

ઝૈનાબે એમ પણ કહ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ ભારતીય સાથે પરણે છે અને કેટલાંક વર્ષ તેની સાથે રહે છે તો તે નાગરિકતા મેળવવાને લાયક ઠરે છે, અલબત આધાર – પુરાવા તરીકે તેનાં સંજોગો અને હકીકતો જોવામાં આવે છે. અમારો પ્રયાસ રહેશે કે કાજલને બાંગ્લાદેશ ફરી ન મોકલવામાં આવે અને તેને ભારતીય નાગરિક્તા મળે.”

આણંદના સાંસદ મિતેશ પટેલ પાસે પણ તરુણ પટેલે રજૂઆત કરી છે.

મિતેશ પટેલે બીબીસી ન્યૂઝ ગુજરાતીના સહયોગી નચિકેત મહેતાને જણાવ્યું હતું કે, “હું જ્યારે દિલ્લી જઈશ ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ આ કેસની રજૂઆત કરીશ.”

ઑપરેશન ડેલ્ટા હન્ટ

તરુણ પટેલ અને કાજલ આણંદ કાજલ કાજુલી પ્રેમ કહાણી બાંગ્લાદેશ બીબીસી ગુજરાતી કાયદો ગુજરાત હાઇકોર્ટ ઑપરેશન ડેલ્ટા હન્ટ નારી સંરક્ષણ ગૃહ પાસપૉર્ટ વિઝા ગેરકાયદેસર

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્ય સરકારના દાવા પ્રમાણે ‘ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે’ ગુજરાત પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરાયું હતું.

જે અંતર્ગત જૂનના પ્રથમ સપ્તાહમાં કથિત રીતે ‘ગેરકાયદેસર 362 બાંગ્લાદેશી’ની અટકાયત કરાઈ હતી. જેમાં 103 પુરુષો, 188 મહિલાઓ અને 71 બાળકોનો સમાવેશ હતો.

તે ઉપરાંત 782થી વધુ ‘શંકાસ્પદ બાંગ્લાદેશી’ નાગરિકોની પૂછપરછ કરવામાં આવી હતી.

ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, ટૅક્નૉલૉજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ‘ખોટા દસ્તાવેજો પૂરા પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ’ અંગે પણ તપાસ ચાલુ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતમાંથી કથિત રીતે રહેલા ‘બાંગ્લાદેશી’ લોકોની અટકાયત કરાઈ હતી. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસે ‘મેગા ડિમોલિશન’ પણ હાથ ધર્યું હતું.

બીબીસી સહયોગી નચિકેતા મહેતાના ઇન્સપુટ્સ સાથે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS