Home તાજા સમાચાર gujrati લિયોનેલ મેસ્સીએ ફૂટબૉલમાંથી નિવૃત્તિનું ઍલાન કર્યું, શું સંદેશ આપ્યો? – ન્યૂઝ અપડેટ

લિયોનેલ મેસ્સીએ ફૂટબૉલમાંથી નિવૃત્તિનું ઍલાન કર્યું, શું સંદેશ આપ્યો? – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

લિયોનેલ મેસ્સી બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

આર્જેન્ટિનાના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું કે આ નિર્ણયથી તેમને ‘દુઃખ’ થયું છે, પરંતુ તેઓ સમજે છે કે ‘સમય આવી ગયો છે.’

આ વર્ષે અમેરિકા, કૅનેડા અને મૅક્સિકોમાં આયોજિત ફૂટબૉલ વર્લ્ડકપમાં મેસ્સીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો.

ભલે તે આ વખતે કોઈ ટ્રૉફી, વ્યક્તિગત પુરસ્કાર કે કોઈ સન્માન જીતી શક્યા ન હતા, પરંતુ તેમનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હતું.

એટલું જ નહીં, તેમણે આર્જેન્ટિનાને સતત બીજા વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

39 વર્ષીય મેસ્સીએ 2022માં કતારમાં આર્જેન્ટિનાને વર્લ્ડકપમાં જીતાડ્યું હતું. તેમણે 207 આંતરરાષ્ટ્રીય મૅચોમાં 125 ગોલ કર્યા છે, જેના કારણે તેઓ દેશના સર્વકાલીન અગ્રણી ગોલસ્કોરર અને સૌથી વધુ મૅચ રમનારા ખેલાડી બની ગયા છે.

ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદનમાં મેસ્સીએ કહ્યું હતું કે તેણે રાષ્ટ્રીય ટીમને બધું જ આપી દીધું છે. પરંતુ હવે તેમની પાસે ‘આપવા માટે કંઈ બચ્યું નથી.’

તેમણે લખ્યું, “ફાઇનલ પછી ઘણો સમય વીતી ગયા પછી અને ઘણો વિચાર કર્યા પછી હું બધાને જણાવવા માગુ છું કે હું રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.”

મક્કા કરારમાં પાકિસ્તાનને મળી મોટી જવાબદારી

ત્રણ દેશોના પ્રતિનિધિઓ મક્કા કરાર પર 7 ઑગસ્ટ, 2026 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર હેઠળ સ્ટ્રેટેજિક, પૉલિટિકલ અને ડિફેન્સ કમિટીની પ્રથમ બેઠક સોમવારે ઇસ્તંબુલમાં યોજાઈ હતી.

આ બેઠકમાં ત્રણ સભ્ય દેશો પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં, ત્રણેય દેશોએ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, “ત્રણેય દેશો મક્કા કરાર હેઠળ સહયોગને વધુ સંસ્થાગત બનાવવા માટે એક સચિવાલય સ્થાપિત કરવા સહમત થયા છે. આ સચિવાલય સાઉદી અરેબિયામાં સ્થિત હશે અને તેનું નેતૃત્વ સેક્રેટરી-જનરલ કરશે.”

“પાકિસ્તાનના એક પ્રતિનિધિને સચિવાલયના પ્રારંભિક મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેઓ ત્રણ વર્ષ માટે આ જવાબદારી સંભાળશે.”

ત્રણેય દેશોએ તેમની સંરક્ષણ ક્ષમતાઓ અને સશસ્ત્ર દળો વચ્ચે તાલમેલ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમાં સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ, ટૅક્નૉલૉજીકલ ડેવલપમેન્ટ અને ડિફેન્સ ક્ષેત્રમાં સંયુક્ત ઉત્પાદનનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે મક્કા કરાર પર 7 ઑગસ્ટ, 2026 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ ત્રણેય દેશો (પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી) માંથી કોઈપણ પર જો સશસ્ત્ર હુમલો થશે તો એ ત્રણેય દેશો પર હુમલો માનવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS