Home તાજા સમાચાર gujrati કૉંગ્રેસનો સવાલ: “શું ભારતના ત્રણેય ચૂંટણી આયુક્તો એકબીજા સાથે વાત પણ કરે...

કૉંગ્રેસનો સવાલ: “શું ભારતના ત્રણેય ચૂંટણી આયુક્તો એકબીજા સાથે વાત પણ કરે છે?” – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

ચૂંટણીપંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર સાથે અન્ય બે ચૂંટણી કમિશનર પણ હોય છે.

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

કૉંગ્રેસના નેતા પવન ખેડાએ શુક્રવારે ત્રણેય ચૂંટણી કમિશનરો વચ્ચેના પરસ્પર સમન્વય પર સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે સવાલ પૂછ્યો કે, “શું ત્રણેય ચૂંટણી કમિશનરો એકબીજા સાથે વાત પણ કરે છે?”

તેમણે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “નિશ્ચિત રીતે, અમને તો એવું લાગતું નથી. 2025-26 દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી અને ઉપ ચૂંટણી કમિશનર સહિત લગભગ 50 અધિકારીઓના બદલીના આદેશ થયા, પરંતુ તેમની ARC (વાર્ષિક ગોપનીય અહેવાલ) હજુ પણ બાકી છે.”

તેમણે દાવો કર્યો, “નિયમ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરોએ પૅનલ તરીકે સાથે મળીને આ અહેવાલો પર સહી કરવી પડે છે. પરંતુ તેઓ એવું કરી શકતા નથી.”

“જણાવવામાં આવે છે કે અસરગ્રસ્ત અધિકારીઓમાંથી કેટલાક અનેક વખત મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને અલગ-અલગ મળી ચૂક્યા છે અને પોતાની અહેવાલને મંજૂરી અપાવવા માટે વ્યક્તિગત રીતે વિનંતી પણ કરી ચૂક્યા છે.”

પવન ખેડાએ લખ્યું, “પરંતુ ત્રણેય સાથે બેસીને આ પર સહી કરી શકતા નથી અથવા કરી રહ્યા નથી. તેથી ARC હજુ પણ બાકી છે, એ અધિકારીઓની પણ, જેઓને ઘણો સમય પહેલાં અન્ય જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે.”

“જો ત્રણેય નિયમિત કાગળપત્રીના કામ પર પણ સહમત થઈ શકતા નથી, તો વિશ્વના સૌથી મોટા ચૂંટણી પ્રબંધન માટે આપણે તેમના પર કેટલો વિશ્વાસ રાખવો જોઈએ?”

અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસની એક રિપોર્ટ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે ચૂંટણી કમિશનર વિવેક જોશી અને સુખબીર સિંહ સંધૂની અનેક નિર્ણયો અંગે અસહમતિ રહી છે.

વિપક્ષનો આરોપ છે કે જ્ઞાનેશ કુમાર મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે, જ્યારે સત્તાધારી ભાજપનું કહેવું છે કે અસહમતિ “જીવંત લોકશાહી”માં ખૂબ સામાન્ય બાબત છે.

સીજેપીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને આપ્યું આ ‘અલ્ટિમેટમ’

સીજેપીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને આપ્યું આ 'અલ્ટીમેટમ' – ન્યૂઝ અપડેટ

કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું છે કે, જો આવતીકાલે એટલે કે શનિવાર સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે, તો સીજેપી 2 ઑક્ટોબરથી સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શન શરૂ કરશે.

દીપકેએ લખ્યું, “આ ગાંધી જયંતિએ લોકશાહીને બચાવવાનો સંકલ્પ લો.”

આ પહેલાં અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદ વિપક્ષી પક્ષો ઉપરાંત કૉક્રોચ જનતા પાર્ટીએ પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસનાં પત્રકાર ઋતિકા ચોપરાએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે. ચૂંટણી કમિશનરો સુખબિરસિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ચૂંટણી પંચના અનેક નિર્ણયોને લઈને વાંધો નોંધાવ્યો હતો.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનો કાર્યકાળ ખૂબ ચર્ચિત અને વિવાદાસ્પદ રહ્યો છે. તેમના અનેક નિર્ણયોને લઈને તેઓ સતત વિપક્ષના નિશાન પર રહ્યા છે.

એશિયન ગેમ્સ 2026 : શૂટિંગમાં ભારતને મળ્યો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સ 2026માં 10 મીટર ઍર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સુરુચિસિંહ અને કમલજીતની જોડીએ ભારતને શૂટિંગમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

એશિયન ગેમ્સ 2026માં 10 મીટર ઍર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સુરુચિસિંહ અને કમલજીતની જોડીએ ભારતને શૂટિંગમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

એશિયન ગેમ્સ 2026માં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે.

બંનેએ એશિયન ગેમ્સમાં રેકૉર્ડ બ્રેક કરીને 484.6 અંક પ્રાપ્ત કરીને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

આ સાથે એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હૉકી ટીમે જાપાનને 3-1થી હરાવ્યું હતું. આ મહિલા હૉકી ટીમની સતત ચોથી જીત છે.

હાલ ભારત એશિયન ગેમ્સ 2026ની મેડલ ટૅલીમાં 19 પદકો સાથે 12મા સ્થાને છે. જેમાં બે ગોલ્ડ, આઠ સિલ્વર અને નવ બ્રૉન્ઝ સામેલ છે.

ચીન આ પદક તાલિકામાં 85 ગોલ્ડ મેડલ સાથે પહેલા ક્રમે છે. ચીને કુલ 135 પદક જીત્યા છે. જાપાને 97 જીત્યા છે, જેમાં 22 ગોલ્ડ સામેલ છે.

કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ વિપક્ષોને ચૂંટણીમાં ભાગ ન લેવા શા માટે કહ્યું?

કૉક્રોચ જનતા પાર્ટીના અભિજિત દીપકેએ વિપક્ષોને ચૂંટણીમાં ભાગ ન લેવા કહ્યું - ન્યૂઝ અપડેટ

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ વિરોધ પક્ષોને ગોટાળાવાળી ચૂંટણીઓમાં ભાગ ન લેવા માટે કહ્યું છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે, “વિપક્ષ માટે – હા, ચૂંટણીમાં ગોટાળા થાય છે. પરંતુ તમે ગોટાળાવાળી ચૂંટણીમાં ભાગ લો છો, ત્યારે તમે તેને માન્યતા આપો છો અને એવો ભ્રમ જાળવી રાખવામાં મદદ કરો છો કે ચૂંટણી પંચ સ્વતંત્ર અને તટસ્થ છે.”

તેમણે કહ્યું કે, “શક્ય છે કે તમે ચૂંટણી લડી રહ્યા હોવ કારણ કે તમને ડર હોય છે કે તમે એવું નહીં કરો તો તમારું અસ્તિત્વ ખતમ થઈ જશે. પરંતુ જ્યારે વોટ ચોરી થતી હોય, તમારા ધારાસભ્યો અને સાંસદો પક્ષ બદલી રહ્યા હોય અને તમારા પક્ષને તોડવામાં આવતા હોય, ત્યારે તમે કેવા પ્રકારના અસ્તિત્વને બચાવવાની કોશિશ કરો છો?”

અભિજિત દીપકેએ એક લાંબી પોસ્ટમાં લખ્યું કે “આ રાજકીય અસ્તિત્વનો બચાવ નથી. તમે માત્ર આવી વ્યવસ્થામાં પોતાની જાતને જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા છો. તમે માત્ર એવા રાજ્યોમાં ચૂંટણીમાં ગોટાળાની વાત ન કરી શકો, જે તમારા માટે મહત્ત્વપૂર્ણ છે અને બાકીની જગ્યા પર ચૂપ રહી શકે છે.”

નેપાળના વડા પ્રધાન બાલેન શાહે યુએનમાં ભારતનો આભાર માન્યો

નેપાળના વડા પ્રધાન બાલેન શાહે યુએનમાં ભારતનો આભાર માન્યો

નેપાળના વડા પ્રધાન બાલેન શાહે ભારત અને ચીનનો આભાર માન્યો છે. તેમણએ તાજેતરમાં નેપાળમાં આવેલા પૂર વખતે મદદ કરવા બદલ બંને દેશો પ્રત્યે ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

યુએનની મહાસભામાં 81માં સત્રમાં નેપાળના વડા પ્રધાન બાલેન શાહે કહ્યું કે, “અમારી દરખાસ્ત છે કે નેપાળ, ભારત અને ચીનના નેતૃત્વમાં હિમાલયી જળવાયુ તંત્ર સ્થાપિત કરવામાં આવે.”

તેમણે કહ્યું કે “આ તંત્ર દ્વારા આપણે સેટેલાઈટ ડેટા અને પોતાની વિશેષજ્ઞતા શૅર કરીએ. આપણે ખતરનાક ગ્લૅશિયર તળાવોને મોનિટર કરીએ અને સંયુક્ત રીતે શરૂઆતની ચેતવણીની વ્યવસ્થાને મજબૂત કરીએ.”

બાલેન શાહે કહ્યું કે, “કોઈ આફત આવે ત્યારે આપણે સરહદની પાર રાહત અને સહાયતા માટે તાલમેલ સ્થાપિત કરીએ.”

નેપાળમાં ગયા મહિને આવેલા પૂરમાં 1,500 લોકોનાં મોત નિપજ્યાં હતાં, જ્યારે હજુ લગભગ 6,000 લોકો લાપતા છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશના વડા પ્રધાને ન્યૂ યૉર્કમાં કરી મુલાકાત

પાકિસ્તાન અને બાંગ્લાદેશના વડા પ્રધાને ન્યૂયૉર્કમાં કરી મુલાકાત- ન્યૂઝ અપડેટ

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહમાન વચ્ચે ન્યૂ યૉર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન મુલાકાત થઈ હતી.

આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું, “વડા પ્રધાન રહમાન અને મેં વેપાર, રોકાણ, સંપર્ક વ્યવસ્થા, શિક્ષણ, પ્રવાસન અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો જેવાં ક્ષેત્રોમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવાની સંમતિ વ્યક્ત કરી છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “આ ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ બહુપક્ષીય મંચો પર બંને દેશો વચ્ચે ગાઢ સંકલન અને સહયોગ જાળવી રાખવા બાબતે પણ સહમતી થઈ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS