Home તાજા સમાચાર gujrati ગુજરાતની એક એવી પ્રાચીન ગરબી કે જેમાં હિન્દુ-મુસ્લિમ બહેનો એકસાથે ગરબે રમે...

ગુજરાતની એક એવી પ્રાચીન ગરબી કે જેમાં હિન્દુ-મુસ્લિમ બહેનો એકસાથે ગરબે રમે છે

4
0

Source : BBC NEWS

ગુજરાતની એક એવી પ્રાચીન ગરબી કે જેમાં હિન્દુ-મુસ્લિમ બહેનો એકસાથે ગરબે રમે છે

પ્રકાશિત

જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં ‘જય ચામુંડા ગરબી મંડળ’ની ગરબીમાં સામાજિક એકતા જોવા મળી રહી છે.

હિન્દુ મુસ્લિમ અગ્રણીઓનું કહેવું છે કે, અહીં કોઈ પણ જાતના ભેદભાવ વગર બંને સમાજની બહેનો એકસાથે ગરબીના તાલે રમે છે.

આ ગરબાની શરૂઆત વર્ષોથી બાજુમાં આવેલી દરગાહમાં ચાદર ચઢાવવાની પરંપરા સાથે થતી હોવાનું સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે.

આ ગરબીની સૌથી વિશેષ વાત એ છે કે હિન્દુ મુસ્લિમ બહેનો એકસાથે ગરબે તો ઘૂમે છે. સાથે જ અહીં મુસ્લિમ કલાકારો સંગીતના સૂર પણ રેલાવે છે.

સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે, આ ગરબી મંડળના ટ્રસ્ટમાં મુસ્લિમ સમાજના લોકો છે.

મંડળના સભ્યોનું એવું પણ કહેવું છે કે, સમયની સાથે હવે અહીં ગરબે રમવા આવતી બહેનોની સંખ્યા પણ ઘટી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS