Home તાજા સમાચાર gujrati જમુઈમાં સગીરા જાતીય સતામણી: ઍન્કાઉન્ટર પછી મુખ્ય આરોપીની ધરપકડ, હવે શું સામે...

જમુઈમાં સગીરા જાતીય સતામણી: ઍન્કાઉન્ટર પછી મુખ્ય આરોપીની ધરપકડ, હવે શું સામે આવ્યું

2
0

Source : BBC NEWS

જમુઈ, બિહાર, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

બિહાર પોલીસે જમુઈમાં સગીર વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

આરોપી ઍન્કાઉન્ટર દરમ્યાન ઈજાગ્રસ્ત થયો છે અને મુંગેર રેન્જના ડીઆઈજી રાજેશકુમારે બીબીસી ન્યૂઝ હિંદી સાથે વાતચીતમાં આની પુષ્ટિ કરી છે.

તેમણે જણાવ્યું કે પોલીસ સાથે ઍન્કાઉન્ટર દરમ્યાન મુુખ્ય આરોપીના પગમાં ગોળી લાગી છે.

પોલીસે આ મામલામાં એક અન્ય આરોપીની પણ ધરપકડ કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપીનો ચહેરો એક કપડાથી ઢાંકેલો છે અને કેટલાક પોલીસકર્મીઓ તેને પકડીને લઈ જઈ રહ્યા છે.

આ દરમ્યાન બિહારમાં જમુઈ પોલીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લોકોને આગ્રહ કર્યો છે કે કોઈ પણ જમુઈમાં જાતીય હિંસાનો ભોગ બનેલી સગીર છોકરી સંબંધિત પોસ્ટને શેયર અથવા ફૉર્વર્ડ ન કરે.

જમુઈ, બિહાર, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પોલીસે આ મામલાને સગીરાની નિજતા અને સન્માન સાથે જોડાયેલો ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આવું કરવું ભારતીય ન્યાય સંહિતા 2023, આઈટી ઍક્ટ 2000, જેજે ઍક્ટ અને પૉક્સો ઍક્ટની કલમોમાં ગુનો છે અને તેના માટે કડક સજાની જોગવાઈ છે.

વીડિયો વાઇરલ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરશે

બિહાર, જમુઈ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ત્યારે જમુઈની ઘટના પર રાજ્ય મહિલા પંચનાં ચૅરપર્સન અશ્વમેધ દેવીએ કહ્યું કે, “વહીવટીતંત્ર પોતાનું કામ કરી રહ્યું છે. (ઘટનાનો) વીડિયો જારી કરનાર વ્યક્તિ સહિત 120 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોધંવામાં આવી છે.”

ત્યારે બિહાર પોલીસના એડીજી(લૉ ઍન્ડ ઑર્ડર) કેએસ અનુપમે કહ્યું કે, “જેટલા વીડિયો વાઇરલ થયા છે, તે મામલામાં અમે 13 ફેસબુક, 12 ઇન્સ્ટાગ્રામ અને 7 ટ્વિટર ઍકાઉન્ટને હટાવ્યાં છે. તેની તપાસ ચાલી રહી છે કારણ કે ઘણા વીડિયો વાઇરલ થયા છે.”

કેએસ અનુપમે જણાવ્યું કે જે લોકોએ આ વીડિયો વાઇરલ કર્યો છે તેમની વિરુદ્ધ અલગ-અલગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

અત્યાર સુધી શું જાણવા મળ્યું

બિહાર મહિલા પંચનાં ચૅરપર્સન અશ્વમેધ દેવી

ઇમેજ સ્રોત, ANI

બિહાર પોલીસ અનુસાર 19 તારીખના એક સગીર વિદ્યાર્થિની પોતાના વિદ્યાર્થી મિત્ર સાથે જમુઈમાં ઘટનાસ્થળની પાસે ફોટો લેવા માટે ગઈ હતી. તે સમયે કેટલાક સગીર વિદ્યાર્થીઓ અને યુવક ત્યાં પહોંચ્યા અને સગીરા સાથે છેડતી કરી.

એડીજી (લૉ ઍન્ડ ઑર્ડર) કેએસ અનુપમે કહ્યું, “છોકરીએ આ ઘટનાની માહિતી પિતાને આપી અને જાણકારી મળ્યા બાદ પોલીસે તેમના ઘરે જઈને તેનું નિવેદન લીધું.”

તેમણે કહ્યું કે “જમુઈ પોલીસે ત્રણ સગીરોને પકડ્યા છે. બે અન્ય લોકોના સામેલ થવાની માહિતી થવાની માહિતી પણ મળી છે. પૉક્સો ઍક્ટ સહિત વિભિન્ન કલમો હેઠળ મામલો નોંધ્યો છે.”

જોકે તેમના નિવેદન બાદ બે અન્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ અનુસાર આ ઘટના સાંજે લગભગ 6:30 વાગ્યાની છે અને આ લખીસરાય-જમુઈ મુખ્ય રસ્તાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર બની હતી.

જમુઈની ઘટના પર જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરે કહ્યું કે, “સામાજિક અને નૈતિક પોલિસિંગ કરવાની જવાબદારી લેતા લોકોએ જમુઈમાં સગીરા સાથે જે ગુનો આચર્યો અને જે રીતે તેના વીડિયો બનાવીને જાહેર કર્યો, તેનાથી સમજી શકાય છે કે સમાજમાં સરકારનો ડર ખતમ થઈ ગયો છે.”

તેમણે આરોપ લગાવ્યો કે, “આવું એટલા માટે થયું કારણ કે તેમણે કથિત ભગવા ગમછા પહેર્યા હતા અને પોતાને સામાજિક પોલીસ નિયુક્ત કર્યા હતા. આ ભયાનક છે કે આ ઘટના ત્રણ અથવા ચાર દિવસ પહેલાં બની તો પણ સરકાર અને પોલીસને તેની માહિતી પણ નહોતી.”

“જો ગુનો આચરનારે પોતે વીડિયો બનાવીને જાહેર ન કર્યો હોત તો આના વિશે ક્યારેય ખબર ન પડી હોત.”

તેમણે આગળ કહ્યું કે, “એડીજી લૉ ઍન્ડ ઑર્ડરે કહ્યું છે કે વીડિયો પ્રસારિત કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જો વીડિયો પ્રસારિત જ ન થયો હોત તો સમાજને ગુના વિશે ખબર જ ન પડી હોત?”

કૉંગ્રેસે બિહાર સરકારનાં મંત્રી શ્રેયસી સિંહના નિવેદન પર સવાલ કર્યો

જમુઈનાં ધારાસભ્ય બિહાર સરકારમાં મંત્રી છે

ઇમેજ સ્રોત, ANI

આ દરમ્યાન કૉંગ્રેસ સાંસદ પવન ખેડાએ જમુઈનાં ધારાસભ્ય અને બિહાર સરકારમાં મંત્રી શ્રેયસી સિંહના કથિત નિવેદન સામે સવાલ કર્યા છે.

પવન ખેડાએ સોશિયલ મીડિયા ઍક્સ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં શ્રેયસી સિંહ કથિત રીતે કરી રહ્યાં છે કે , “મૉરલ પોલિસિંગ સભ્ય વધુ શાલીનતા સાથે કરી શકાય. પરંતુ જે રીતે તેમણે (જમુઈના આરોપીઓ) છોકરા અને છોકરી બંને સાથે ખરાબ વર્તન કર્યું અને તેમને પરેશાન કર્યા, તે જરાય સહન કરી શકાય નહીં.”

પવન ખેડાએ આની પર સવાલ કરતા કહ્યું કે, “તો, આગળ શું? શું બળાત્કાર ત્યારે યોગ્ય છે, જ્યારે તે ‘સભ્ય અને શાલીન’ હોય અને હિંસક ન હોય?”

“હસ્તક્ષેપ, ભલે તે મૌખિક, શારીરિક, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અથવા આધ્યાત્મિક હોય, માત્ર એટલા માટે સ્વીકાર્ય ન હોઈ શકે કારણ કે તે ‘સભ્ય’ અથવા ‘શાલીન’ રીતે કરાયો હોય. સમસ્યા હસ્તક્ષેપની રીતમાં નથી. સમસ્યા હસ્તક્ષેપમાં છે.”

ત્રણમૂલ કૉંગ્રેસનાં મમતા બેનરજી જૂથનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ઍક્સ પર એક પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જમુઈ મામલામાં ચૂપ રહેવાનો આરોપ લગાવ્યો.

તેમણે લખ્યું કે, “સર, અડધી રાત્રે રીલ. જમુઈમાં થયેલી ભયાનક ઘટના પર બસ એક રીલ. 15 વર્ષની છોકરીનું તમને ગાળો આપવું, તેના માટે રીલ બનાવી હતી પરંતુ જમુઈમાં 15 વર્ષની છોકરી સાથે શારીરિક દુર્વ્યવહાર માત્ર ચૂપકીદીની અધિકારી છે.

જમુઈમાં સગીરા સાથે શું થયું

બિહાર, જમુઈ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Image

સોમવારના બિહારના જમુઈનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એક સ્કૂટર પર બેઠાં છે અને યુવકોની ભીડે તેમને ઘેરી લીધા છે. ભીડ તેમને સવાલ કરી રહી છે કે સાંજે આ બંને ત્યાં શું કરી રહ્યાં છે.

આ દરમ્યાન વિદ્યાર્થિની સાથે જાતીય સતામણી કરવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થી યુવકોના જૂથથી વિદ્યાર્થિનીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

આ વાઇરલ વીડિયોને લઈને જમુઈના એસપી વિશ્વજીત દયાલે મીડિયા સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “આ સવારે (21 સપ્ટેમ્બર)ના એક વીડિયો જાણમાં આવ્યો હતો જેમાં બે સગીર વિદ્યાર્થી સાથે દુર્વ્યવહાર કરાઈ રહ્યો છે.”

“વીડિયોના આધારે જ અમે ભોગ બનનારની ઓળખ કરી, તેમનું નિવેદન નોંધ્યો અને તેનાથી ખબર પડી કે આ ઘટના 19 સપ્ટેમ્બરના સાંજે સાત વાગ્યા આસપાસની છે. જેમાં આ છોકરો અનો છોકરી કોચિંગ માટે ગયા હતા.”

“તે દરમ્યાન તે આ ક્ષેત્રમાં ફોટોશૂટ કરવા ગયા હતા જ્યાં આ ઘટના બની. આ જમુઈ પોલીસ સ્ટેશનની ઘટના છે. આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છીએ. જલ્દી જ આ મામલામાં ધરપકડ થઈ જશે.”

“પીડિતોએ કોઈ પણ આધિકારિક ફરિયાદ નહોતી કરી કારણ કે જ્યારે આજે તેમની સાથે સંપર્ક થયો ત્યારે તેમણે જે અરજી આપી તેની પર એફઆઈઆર નોંધવામાં આવી છે.”

“છ-સાત લોકો વાઇરલ વીડિયોના ફ્રેમમાં દેખાય છે.એફઆઈઆરમાં કોઈનું નામ નથી અને તપાસવાથી જ આરોપીની ઓળખ કરી શકાઈ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS