Home તાજા સમાચાર gujrati ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ ‘આર્થિક જંગ’ શરૂ કરી, શું જાહેરાત કરી? – ન્યૂઝ...

ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ ‘આર્થિક જંગ’ શરૂ કરી, શું જાહેરાત કરી? – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ 'આર્થિક જંગ' શરૂ કરી, શું જાહેરાત કરી? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ એક “અભૂતપૂર્વ અને અત્યંત આકરું આર્થિક અભિયાન” શરૂ કરવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કરતા લખ્યું કે તેમણે ઈરાનને સમજૂતી માટે સૌથી વધારે તક આપી હતી, પરંતુ ઈરાન તેનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યું.

તેમણે કહ્યું, “આજે હું કોઈપણ દેશ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી આકરી આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી રહ્યો છું. આ મોટા પાયે આર્થિક યુદ્ધ અને ઈરાનને અલગ કરવાની ઝુંબેશ હશે.”

અગાઉની માફક તેમણે જણાવ્યું કે ઈરાનની સૈન્ય અને આર્થિક શક્તિને નબળી પાડવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે જે દેશ તેમની આર્થિક સંસ્થાઓ, કારોબાર, ઍરપૉર્ટ કે સરકારી એજન્સીઓ મારફતે ઈરાનને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ કરશે, તેને ભારે આર્થિક નુકસાન ઉઠાવવું પડશે.

ટ્રમ્પે ખાસ કરીને ઑઇલની દાણચોરી, તેલના ટૅન્કરોની અદલાબદલી, રોકડ મારફતે નાણાં મોકલવા, મની ઍક્સચેન્જ કંપનીઓના ઉપયોગ અને જહાજોને ખોટી કંપનીઓનાં નામે રજિસ્ટર કરવા જેવી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો.

પોતાના નિવેદનના અંતમાં ટ્રમ્પે આ અભિયાનની સરખામણી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નોર્મંડી ખાતે અમેરિકન સૈનિકોના ઉતરાણ સાથે કરી હતી. તેમણે અમેરિકાના સહયોગી દેશોને અપીલ કરી હતી કે તેઓ ઈરાનથી ઊભા થઈ રહેલા જોખમને સમાપ્ત કરવા માટે અમેરિકાનો સાથ આપે.

ટ્રમ્પે આ સમગ્ર કાર્યવાહીને “ઐતિહાસિક પગલું” ગણાવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS