Home તાજા સમાચાર gujrati પત્રકાર રવિ નાયર મામલે ગુજરાત સરકાર અને અદાણી ઍન્ટરપ્રાઇઝિસને હાઇકોર્ટની નોટિસ –...

પત્રકાર રવિ નાયર મામલે ગુજરાત સરકાર અને અદાણી ઍન્ટરપ્રાઇઝિસને હાઇકોર્ટની નોટિસ – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી પત્રકાર રવિ નાયર અદાણી જૂથ

ઇમેજ સ્રોત, Getty/@t_d_h_nair

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત હાઇકોર્ટે પત્રકાર રવિ નાયરની ધરપકડના મામલે ગુજરાત સરકાર અને અદાણી ઍન્ટરપ્રાઇઝિસને નોટિસ મોકલી છે.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે ગાંધીનગરની સેશન્સ કોર્ટે સ્વતંત્ર પત્રકાર રવિ નાયર સામે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યા પછી નાયરે પોતાની ધરપકડને પડકારતી અરજી કરી છે જે મામલે હાઇકોર્ટે સરકાર અને કંપનીને નોટિસ મોકલી છે. બદનક્ષીના કેસમાં રવિ નાયર સેશન્સ કોર્ટ સામે રૂબરૂ ન થવાથી તેમની સામે બિનજામીનપાત્ર વૉરંટ કાઢવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ.કે. ઠક્કરની સિંગલ બેન્ચે શનિવારે પ્રતિવાદીને નોટિસ આપી હતી. આ મામલે સોમવારે વધુ સુનાવણી થશે. રવિ નાયરને 17 સપ્ટેમ્બરે કસ્ટડીમાં લઈને જેલમાં મોકલી દેવાયા હતા.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ગાંધીનગરમાં માણસાની કોર્ટે અદાણી ઍન્ટરપ્રાઇઝિસ લિમિટેડની ફરિયાદના આધારે નાયરને ક્રિમિનલ બદનક્ષીના કેસમાં દોષિત જાહેર કર્યા હતા.

કોર્ટે તેમને એક વર્ષની સાદી જેલ અને 5000 રૂપિયાનો દંડ કર્યો છે. રવિ નાયરે ઑક્ટોબર 2021 અને જુલાઈ 2021 વચ્ચે એક વેબસાઇટ પર લખેલા લેખો અને તેમની ટ્વિટના કારણે આ સજા અને દંડ કરવામાં આવ્યાં છે.

આઇઆઇટી બૉમ્બેના વિદ્યાર્થીનું મોત, ‘જાતિસૂચક ગાળો’ આપ્યાનો માતાપિતાનો આરોપ

બીબીસી ગુજરાતી આઈઆઈટી બોમ્બે વિરોધ પ્રદર્શન પ્રોફેસર

ઇમેજ સ્રોત, ANI

આઇઆઇટી બૉમ્બેના ઍનર્જી સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં ભણતા એક વિદ્યાર્થીનો મૃતદેહ 18 સપ્ટેમ્બરની સાંજે તેમના રૂમમાંથી મળી આવ્યો હતો.

આ ઘટના પછી વિદ્યાર્થીઓએ શિક્ષણમાં પારદર્શિતા અને સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને કૅમ્પસમાં પ્રદર્શનો કર્યાં હતાં.

મૃત વિદ્યાર્થીનાં માતાપિતાએ ફેકલ્ટી ટીચર સહિત સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે એસસી, એસટી અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે. સાથે સાથે આ મામલે તપાસ શરૂ કરવાની વાત કરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે “સંસ્થાના ડાયરેક્ટર અને ફેકલ્ટી ટીચરે જાતિવિષયક અપશબ્દો કહ્યા અને માનસિક ત્રાસ આપ્યો હતો. અમારા દીકરાને આત્મહત્યા કરવા મજબૂર કરાયો હતો.”

બીજી તરફ આઇઆઇટી બૉમ્બેએ મીડિયાને આપેલા જવાબમાં આ આરોપો નકારી કાઢ્યા છે. સંસ્થાએ કહ્યું કે તેમને આવી કોઈ ફરિયાદ નથી મળી.

આ દરમિયાન આઇઆઇટી બૉમ્બે દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી.

સંસ્થાએ એ પણ જણાવ્યું હતું કે મૃત્યુ પાછળની પરિસ્થિતિઓની સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે.

સંસ્થાના નિવેદન અનુસાર, આ વિદ્યાર્થીએ પરીક્ષા સમયે ચેટજીપીટીનો ઉપયોગ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સંસ્થાનું કહેવું છે કે પકડાઈ ગયા બાદ તેમણે આ પગલું ભર્યું હતું.

ફરિયાદમાં એ પણ કહેવાયું કે તેમનો પુત્ર દલિત છે, આથી તેમને પરેશાન કરીને કોઈ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)

ચીનની 13 વર્ષીય છોકરીએ એશિયન ગૅમ્સમાં નવો રેકૉર્ડ બનાવ્યો

બીબીસી ગુજરાતી એશિયન ગેમ્સ ચીન ખેલાડી સ્વિમિંગ

ઇમેજ સ્રોત, Getty Images

એશિયન ગૅમ્સમાં પહેલા જ દિવસે ચીનનાં 13 વર્ષીય સ્વિમર યુ જિદીએ મહિલાઓની 200 મીટરની બટરફ્લાય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

યુ જિદીએ બે મિનિટ અને 05.08 સેકન્ડનો સમય લઈને રેસ પૂરી કરી અને આ દરમિયાન એશિયન ગેમ્સમાં નવો રેકૉર્ડ બનાવ્યો હતો.

યુ જિદીએ ચીનના જ તરણવીર ઝાંગ યુફેઈના ત્રણ વર્ષ અગાઉના રેકૉર્ડ કરતાં લગભગ અડધો સેકન્ડ ઓછો સમય લીધો હતો. તેમણે પોતાની ટીમનાં સાથી ચાંગ મોહાનને ત્રણ સેકન્ડ કરતાં વધુ સમયના અંતરથી પાછળ રાખીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

ગોલ્ડ મેડલ જીત્યા પછી પણ યુ જિદે પોતાના પ્રદર્શનને “ઠીકઠાક” ગણાવ્યું અને કહ્યું કે તેમની “બટરફ્લાય તકનીકમાં હજુ સુધારાને અવકાશ છે.”

તેમને 2028ના લૉસ એન્જલર ઑલિમ્પિક્સ માટે ચીનના ઉભરતાં સ્વિમર ગણવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS