Home તાજા સમાચાર gujrati સુરતથી લાખો શ્રમિકો પોતાના વતન જવા કેમ રવાના થયા? હવે પાછા આવશે...

સુરતથી લાખો શ્રમિકો પોતાના વતન જવા કેમ રવાના થયા? હવે પાછા આવશે કે નહીં?

5
0

Source : BBC NEWS

સુરતથી ઍમ્બ્રોઇડરી યુનિટના લાખો શ્રમિકો પોતાના વતન જવા કેમ રવાના થયા? હવે પાછા આવશે કે નહીં

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

“સુરતમાં હું રોજના 13 કલાક કામ કરતો હતો જેના માટે મને મહિને 19,500 રૂપિયા પગાર મળતો હતો. અઠવાડિયામાં એક પણ રજા મળતી ન હતી.”

“રજા લઉં તો પગાર કાપી લેવાતો હતો. તેથી હું ચાર દિવસ પહેલાં મારા વતન બિહાર આવી ગયો છું. હવે પાછો ક્યારે જઈશ તે નક્કી નથી.”

આ શબ્દો છે 19 વર્ષીય કામદાર વીર સાહનીના, જેમણે બે વર્ષ સુધી સુરતના એક ઍમ્બ્રોઇડરી કારખાનામાં કામ કર્યું હતું, પરંતુ સપ્તાહમાં એક પણ રજા ન મળવાના કારણે કંટાળીને પોતાના વતન સીતામઢી ચાલ્યા ગયા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર એવાં દૃશ્યો જોવા મળ્યાં જ્યાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના શ્રમિકો પોતાના વતન જવા માટે રવાના થઈ ગયા છે.

કેટલાક લોકોએ કહ્યું કે તેઓ છઠ પૂજા અને દિવાળીના તહેવારો માટે વતન જઈ રહ્યા છે, જ્યારે કેટલાકે સ્વીકાર્યું કે સુરતના કારખાનાઓમાં કામની કથિત પરિસ્થિતિઓને કારણે તેઓ વતન જઈ રહ્યા છે.

કામદારો અને કારખાનેદારો વચ્ચે વિવાદ

સુરતથી ઍમ્બ્રોઇડરી યુનિટના લાખો શ્રમિકો પોતાના વતન જવા કેમ રવાના થયા? હવે પાછા આવશે કે નહીં

સુરતમાં લગભગ અઢી મહિના અગાઉ ઍમ્બ્રોઇડરી યુનિટ્સના કામદારોએ સપ્તાહમાં એક ફરજિયાત રજાની માગણી કરીને આંદોલન ચલાવ્યું હતું. આ ઉદ્યોગમાં કામ કરતા લગભગ તમામ લોકો માઇગ્રન્ટ શ્રમિકો હતા જેઓ મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડથી કામ કરવા આવે છે.

તેમની ફરિયાદ હતી કે ઍમ્બ્રોઇડરી યુનિટ્સમાં તેમણે રોજના 12 કલાકની શિફ્ટમાં કામ કરવું પડે છે અને સપ્તાહમાં એક પણ રજા મળતી નથી. જો અઠવાડિયામાં એક રજા લેવામાં આવે તો તેમનો પગાર કાપી લેવાય છે. બીજી તરફ કારખાનેદારોની દલીલ છે કે કામદારો નોકરી પર જોડાય ત્યારે પહેલેથી શરત રાખવામાં આવે છે કે તેમણે 12 કલાક કામ કરવાનું રહેશે અને અઠવાડિયામાં એક પણ ચાલુ પગારની રજા નહીં મળે.

આ શરતના આધારે જ પગાર નક્કી થાય છે. તેથી હવે એક સાપ્તાહિક રજા આપવામાં આવે, તો તે દિવસનો પગાર નહીં મળે.

બિહારના શ્રમિક વીર સાહનીએ પાંચમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “હમણાં હું છઠ પૂજા જોવા આવ્યો છું. અહીં અમને રોજગારી નથી મળતી તેથી મારે અંતે ગુજરાત પાછા જવું પડશે.”

તેઓ કહે છે કે સુરતમાં અમને રહેવાની સગવડ કારખાનામાં જ મળી જાય છે, પરંતુ જમવાનો ખર્ચ પોતાની જાતે ઉઠાવવો પડે છે.

વીર સાહની કહે છે કે તેઓ 19,500ના માસિક પગારમાંથી લગભગ 9,000 રૂપિયા ખર્ચ કરે છે.

તેમના જેવી જ હાલત કમલેશ યાદવની છે.

તેઓ કહે છે કે, “મારી સાથે કામ કરતા ઘણા કામદારો પોતાના ગામ ભાગી ગયા છે. મારી કંપનીમાં પણ ઍમ્બ્રોઇડરીના 14 મશીન બંધ છે જ્યારે 16 મશીન ચાલુ છે.”

કમલેશ હજુ પોતાના વતન નથી ગયા કારણ કે નોકરી છોડી શકે તેવી સ્થિતિમાં નથી.

તેઓ 12 કલાક કામ કરે છે અને 18 હજાર રૂપિયાથી થોડો વધારો પગાર મેળવે છે.

તેમણે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે, “મોટી સંખ્યામાં કામદારો છેલ્લા અઠવાડિયામાં પોતાના વતન જતા રહ્યા છે. કારખાનામાં લાઇટ જાય તો પણ કારખાનેદાર રજા આપી દે છે અને પગાર કપાઈ જાય છે.”

તેઓ કહે છે કે અમને વિરોધપ્રદર્શન કરવાની મનાઈ છે. જો પ્રદર્શનમાં જોડાઈએ તો પગાર કાપી લેવામાં આવે છે અથવા રજા આપી દેવાય છે.

કારખાનેદારોની શું દલીલ છે?

સુરતથી ઍમ્બ્રોઇડરી યુનિટના લાખો શ્રમિકો પોતાના વતન જવા કેમ રવાના થયા? હવે પાછા આવશે કે નહીં

સુરતમાં લગભગ અઢી મહિના અગાઉ ઍમ્બ્રોઇડરી યુનિટ્સના કામદારોએ સપ્તાહમાં એક ફરજિયાત રજાની માગણી કરીને આંદોલન ચલાવ્યું હતું.

આ ઉદ્યોગમાં કામ કરતા લગભગ તમામ લોકો માઇગ્રન્ટ શ્રમિકો હતા જેઓ મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડથી કામ કરવા આવે છે.

તેમની ફરિયાદ હતી કે ઍમ્બ્રોઇડરી યુનિટ્સમાં તેમણે રોજના 12 કલાકની શિફ્ટમાં કામ કરવું પડે છે અને સપ્તાહમાં એક પણ રજા મળતી નથી. જો અઠવાડિયામાં એક રજા લેવામાં આવે તો તેમનો પગાર કાપી લેવાય છે.

બીજી તરફ કારખાનેદારોની દલીલ છે કે કામદારો નોકરી પર જોડાય ત્યારે પહેલેથી શરત રાખવામાં આવે છે કે તેમણે 12 કલાક કામ કરવાનું રહેશે અને અઠવાડિયામાં એક પણ ચાલુ પગારની રજા નહીં મળે.

આ શરતના આધારે જ પગાર નક્કી થાય છે. તેથી હવે એક સાપ્તાહિક રજા આપવામાં આવે, તો તે દિવસનો પગાર નહીં મળે. બિહારના શ્રમિક વીર સાહનીએ પાંચમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.

પહેલેથી લેખિતમાં કોઈ કરાર નથી થતા

સુરતથી ઍમ્બ્રોઇડરી યુનિટના લાખો શ્રમિકો પોતાના વતન જવા કેમ રવાના થયા? હવે પાછા આવશે કે નહીં

સુરતમાં વેદાંત ઇન્ડસ્ટ્રિયલ પાર્કના એક ઍમ્બ્રોઇડરી યુનિટમાં કામ કરતા સૂર્યોદય સિંહે બીબીસીને જણાવ્યું કે “કોઈ પણ કામદાર જ્યારે કારખાનામાં જોડાય ત્યારે તેના પગાર કે રજાઓ અંગે કોઈ લેખિતમાં કરાર થતા નથી. માત્ર મૌખિક વાત થાય છે. કેટલીક જગ્યાએ આધાર કાર્ડની નકલ માંગવામાં આવે છે જ્યારે અમુક વખત તેની પણ જરૂર પડતી નથી. તેથી દરેક કારીગરના પગાર અલગ અલગ હોઈ શકે છે.”

તેઓ કહે છે કે “અમે આટલી લડત આપી પછી 30 સપ્ટેમ્બરે એક પરિપત્ર દેખાડીને કહેવામાં આવ્યું કે અમે અઠવાડિયામાં એક રજા માટે રાજી છીએ. પરંતુ પછી કારખાનેદારોએ કહ્યું કે સપ્તાહમાં ચાલુ પગારે એક ફરજિયાત રજા જોઈતી હશે, તો પછી લઘુતમ વેતન પર કામ કરવું પડશે. તેથી હવે ઘણા કામદારો રવિવારે કારખાનેદારની મનાઈ હોવા છતાં રજા પાડે છે અને પોતાનો એક દિવસનો પગાર ગુમાવે છે. કેટલાકે ઍમ્બ્રોઇડરી યુનિટમાં કામ કરવાનું જ બંધ કરી દીધું છે.”

સુરતથી ઍમ્બ્રોઇડરી યુનિટના લાખો શ્રમિકો પોતાના વતન જવા કેમ રવાના થયા? હવે પાછા આવશે કે નહીં

સુરતની એક જીઆઈડીસીમાં ઍમ્બ્રોઇડરી યુનિટ ધરાવતા બિપીનભાઈ અકબરીએ બીબીસીને જણાવ્યું કે “છેલ્લાં 20-25 વર્ષથી સુરતમાં બધી ઇન્ડસ્ટ્રીમાં આ રીતે જ કામ થાય છે. કારીગરોએ 12 કલાક કામ કરવાનું હોય છે અને ચાલુ પગારે કોઈ સાપ્તાહિક રજા મળતી નથી.”

તેઓ કહે છે કે, “કારીગરોને નોકરીએ રાખવામાં આવે ત્યારે પગાર કે રજા મામલે લેખિતમાં કોઈ કરાર થતા નથી. કારણ કે બે-ત્રણ મહિના એક જ જગ્યાએ કામ કરે તેવા કારીગરો બહુ ઓછા હોય છે.”

“મોટા ભાગના થોડા દિવસ કામ કરીને પછી સારો પગાર મળતો હોય તો બીજા માલિક પાસે જતા રહે છે, તથા વારંવાર પોતાના વતન જવાનું થતું હોય છે. તેથી લાંબા ગાળાથી એક જ જગ્યાએ કામ કરતા હોય તેવા કારીગર ઓછા હોય છે.”

તેમનો દાવો છે કે “હાલમાં જે સ્પર્ધા ચાલે છે અને કારીગરોના પગાર વધી ગયા છે તેમાં કોઈને રજા આપવી એ ઍમ્બ્રોઇડરી યુનિટના માલિકોને પોસાય તેમ નથી.”

કામદારોના સાપ્તાહિક રજાના અધિકાર વિશે સુરતના આસિસ્ટન્ટ લેબર કમિશનર એસ. એસ. દૂબેએ જણાવ્યું કે, “નવા લેબર કોડ પ્રમાણે કામદારોને અઠવાડિયામાં એક રજાનો અધિકાર મળે છે. આ કોઈ નવી વાત નથી. અગાઉના લેબર કાયદામાં પણ ચાલુ પગારે એક રજાની જોગવાઈ હતી.”

તેઓ કહે છે કે, “નવા લેબર કાયદા પ્રમાણે કામદારે રોજના આઠ કલાક અને સપ્તાહના છ દિવસ ફરજ બજાવવાની હોય છે. કારખાનેદાર 12 કલાકની ડ્યૂટી પણ કરાવી શકે, પરંતુ આવી સ્થિતિમાં અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરાવી શકાશે નહીં.”

“એટલે કે કામદારને રોજના 12 કલાક કામ કરવું પડે, તો પછી તે અઠવાડિયામાં ચાર દિવસ જ કામ કરશે, તેનાથી વધારે નહીં. આનો ભંગ થાય તો જવાબદાર સામે કાર્યવાહી કરી શકાય છે.”

કામદારો પાસે વિકલ્પ નથી?

સુરતથી ઍમ્બ્રોઇડરી યુનિટના લાખો શ્રમિકો પોતાના વતન જવા કેમ રવાના થયા? હવે પાછા આવશે કે નહીં

ટૅક્સ્ટાઇલ ઉદ્યોગમાં કામદારોના કામના કલાકો અને પગાર વિશે વિવાદ ચાલે છે ત્યારે કામદાર સંગઠન ઇનટુક સાથે સંકળાયેલા શરદ ઝઘડેનું કહેવું છે કે મોટા ભાગના કામદારો એવાં રાજ્યોમાંથી આવે છે જ્યાં રોજગારની અછત છે. આ ઉપરાંત ઘણા લોકોએ દેવું કરેલું હોય છે તેથી તેમની પાસે નોકરી ચાલુ રાખવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.

તેમણે કહ્યું કે, “સુરતમાં હાલમાં જટિલ સ્થિતિ છે. લગભગ અઢી મહિનાથી કામદારો એક દિવસની રજા માટે લડત આપી રહ્યા છે. કામદારોના અહીં પોતાના ઘર નથી, તેઓ ભાડે રહે છે.”

“ઘણા મજૂરો મહિને 30થી 40 હજાર રૂપિયાની કમાણી કરતા હતા અને તાજેતરમાં કલેક્ટરના પરિપત્ર દ્વારા તેમની સાપ્તાહિક રજાની માગણી પણ સ્વીકારી લેવામાં આવી છે.”

“ત્યાર પછી ઍમ્બ્રોઇડરી યુનિટના સંગઠન તેજસે જાહેરાત કરી છે કે અમે આઠ કલાકની શિફ્ટ કરાવીશું અને લઘુતમ વેતન મુજબ જ પગાર આપીશું. આ ઉપરાંત મોબાઇલનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે.”

“આ જાહેરાતનો અમલ કરવામાં આવે તો જે મજૂર 30થી 35 હજારની કમાણી કરતા હતા, તેમની માસિક આવક ઘટીને 15થી 16 હજાર રૂપિયા થઈ જાય. મજૂરોને આ પોસાય તેમ ન હોવાથી તેઓ સુરત છોડી રહ્યા છે.”

તેઓ કહે છે કે થોડા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તેથી ઓછી આવકમાં સુરતમાં રહેવા કરતા કામદારો પોતાના વતન જવાનું પસંદ કરી રહ્યા છે.

શરદ ઝઘડેના માનવા પ્રમાણે, “કામદારોનું આંદોલન શરૂ થયું તે અગાઉ શહેરમાં 30થી 40 ટકા સુધી કામદારોની અછત હતી. હવે આ અછત વધારે ઘેરી બનશે. આ દરમિયાન કારખાનેદારોની લોન ચાલુ છે. તેથી આ વિવાદમાં બંને પક્ષોને નુકસાન થાય છે.”

તેઓ કહે છે કે ઍમ્બ્રોઇડરી ઉદ્યોગમાં કામ કરતા માંડ બે ટકા કામદારો પોતાના ઘર ખરીદી શક્યા હશે.

બાકીના બધા ભાડે જ રહે છે. 70 ટકા લેબર વર્ગ દેવામાં ડૂબેલો છે. તેઓ ગામડામાં પણ લાંબો સમય ગાળી શકે તેમ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS