Home તાજા સમાચાર gujrati ‘ગ્લુટાથિઓન’નો ક્રેઝ : નવરાત્રિ દરમિયાન ‘ગોરા’ થવાની ઘેલછા કેટલી જોખમી, શું તેની...

‘ગ્લુટાથિઓન’નો ક્રેઝ : નવરાત્રિ દરમિયાન ‘ગોરા’ થવાની ઘેલછા કેટલી જોખમી, શું તેની પાછળ ‘રંગભેદી માનસિકતા’ જવાબદાર છે?

7
0

Source : BBC NEWS

યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? બીબીસી ગુજરાતી ગુજરાત ગરબા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

નવરાત્રિનાં નવ નોરતાં દરમિયાન ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. ચણિયાચોળી, કેડિયાં અને ટ્રેડિશનલ લુક સાથે આ દિવસોમાં ચહેરા પર ‘ઇન્સ્ટન્ટ ગ્લો’ મેળવવા માટે યુવાનોમાં એક નવો જ ટ્રૅન્ડ ચાલ્યો છે.

જોકે, આ વખતે ફેસિયલ કે મૅકઅપ પૂરતી વાત મર્યાદિત નથી રહી, પરંતુ ત્વચાનો રંગ ગોરો કરવાનો દાવો કરતી ‘ગ્લુટાથિઓન’ (Glutathione) જેવી મોંઘી અને જોખમી ટ્રીટમેન્ટ્સ લેવા માટે કેટલાક યુવાનોમાં ઘેલું લાગ્યું છે.

નવરાત્રિમાં ‘ગરબા ક્વીન’ કે ‘બેસ્ટ લુક’નો ઍવૉર્ડ મેળવવાની હોડમાં સોશિયલ મીડિયાનાં ‘બ્યુટી સ્ટાન્ડર્ડ્સ’ અને ‘રંગભેદની જૂની માનસિકતા’ ફરી છતી થઈ રહી છે.

ગ્લુટાથિઓન IV ડ્રિપ્સ, ઇન્જેક્શન અને પીલ્સના નામે ત્વચા ગોરી કરવાના ‘ચમત્કારિક દાવા’ઓ સામે તબીબી નિષ્ણાતો ગંભીર જોખમની ચેતવણી આપી રહ્યા છે. તો બીજી તરફ ક્યાંકને ક્યાંક ‘રંગભેદની સદીઓ જૂની માનસિકતા’ સોશિયલ મીડિયાના પ્રભાવ સાથે પોતાનું ‘સ્વરૂપ’ જાળવી રાખીને યુવાનોમાં ચહેરા પર ગ્લો લાવવાના નામે ગોરી ત્વચાનું ‘મહિમામંડન’ કરી રહી છે.

નવરાત્રિના તહેવાર દરમિયાન આ ચલણને વધુ પ્રોત્સાહન મળવું એ સ્પષ્ટપણે સૂચવે છે કે, હજી પણ ભારતની યુવા પેઢીના કેટલાક યુવાનો ‘શ્વેત રંગને જ સુંદરતાનો મુખ્ય માપદંડ’ માને છે.

વિવિધ સંશોધનો દર્શાવે છે કે, સોશિયલ મીડિયા અને સેલિબ્રિટી માર્કેટિંગના પ્રભાવ હેઠળ લોકો ગ્લુટાથિઓન IV ડ્રિપ્સ, ઍક્સોસોમ્સ અને થ્રેડ લિફ્ટ જેવી મોંઘી તથા ‘ચમત્કારિક’ દાવા કરતી સારવારો તરફ આકર્ષાઈ રહ્યા છે.

નોંધનીય છે કે, ગ્લુટાથિઓન એ ત્વચાનો શ્યામ રંગ બનાવતા મેલેનિન નામના તત્ત્વને ઘટાડવાના ઍન્ટિ-મેલાનોજેનિક અને ઍન્ટિઑક્સિડન્ટ ગુણો ધરાવતો એક એજન્ટ છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગે આ પદ્ધતિઓ વૈજ્ઞાનિક પુરાવા વિનાની, યુએસ એફડીએ (FDA) જેવી નિયામક સંસ્થાઓ દ્વારા મંજૂર ન થયેલી અને આરોગ્ય માટે જોખમી હોઈ શકે છે.

શું ખરેખર ગ્લુટાથિઓનથી ત્વચા ગોરી થાય છે?

આ નવરાત્રિમાં જોવા મળી રહેલો ગ્લુટાથિઓનનો ટ્રૅન્ડ શું છે? શું ખરેખર તેનાથી ત્વચા ગોરી થાય છે? અને આ ટ્રીટમેન્ટમાં કેવાં જોખમો રહેલાં છે?

તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગ્લુટાથિઓન એ જૈવિક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ઍન્ટિઑક્સિડન્ટ છે, જેમાં ત્વચાના રંગ પર અસર જન્માવવાની ક્ષમતા છે. પરંતુ કોસ્મેટિક સ્કિન-લાઇટનિંગ માટેના તેના ક્લિનિકલ પુરાવા ખૂબ જ મર્યાદિત છે.

નિષ્ણાતો ઉમેરે છે કે, મોં વાટે લેવાતી (Oral) દવાઓમાં કેટલાક લોકોમાં થોડી અસર જોવા મળી શકે છે, પરંતુ આઇવી ડ્રિપ એટલે કે બૉટલ વડે નસ વાટે ગ્લુટાથિઓન લેવાનાં જોખમો તેના ફાયદા કરતાં ક્યાંય વધુ છે.

ગ્લુટાથિઓનનો ટ્રૅન્ડ વિશે નિષ્ણાતો શું કહે છે?

આ વિષય પર યુવા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર શ્લેષા રૉયે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “યુવાનોમાં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ શૅર કરતી વખતે કેટલાક ક્રિએટર્સ કહેવાતાં અમુક બ્યુટી સ્ટાન્ડર્ડ્સનું ધ્યાન રાખતા હોય છે.”

તેઓ ઉમેરે છે કે, “સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિમાં ગોરા વાનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને તેના પ્રત્યેની ઘેલછા સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાય છે.”

શ્લેષા આગળ કહે છે, “આ ટ્રૅન્ડ લોકોમાં સુંદરતા પ્રત્યેની વર્ષો જૂની ગેરમાન્યતાને જ આગળ વધારવાનો પ્રયાસ કરે છે. હાલ વિશ્વ જ્યારે ‘બ્લૅક લાઇવ્સ મેટર’ જેવાં આંદોલનો અંગે જાગૃત થઈ રહ્યું છે અને અશ્વેત લોકોની ઓળખ તથા વંશીય ભેદભાવ વિરુદ્ધ વૈશ્વિક સ્તરે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ભારતીય યુવાનોમાં આ ક્રેઝ અનેક નૈતિક પ્રશ્નો પણ ઊભા કરે છે.”

“તેનું જ પરિણામ છે કે યુવાનો પણ આ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. જોકે, તેઓ આ ટ્રીટમેન્ટ લીધી હોવા વિશે જાહેરમાં સ્વીકારતાં અચકાહટ કે સંકોચ અનુભવતા હોય છે.”

બીબીસી ગુજરાતી યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? બીબીસી ગુજરાતી ગુજરાત ગરબા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

શ્લેષા કહે છે, “આવી ટ્રીટમેન્ટ કરાવનારા ઘણા બધા લોકો મારા ધ્યાનમાં નથી, પરંતુ મારી બે બહેનપણીઓ છે, જેમણે આ ટ્રીટમેન્ટ લીધી છે. જોકે, તેઓ જાહેરમાં બોલવા કે પોતાની ઓળખ આપવાનું ટાળે છે.”

તેઓ આગળ ઉમેરે છે, “બીજી તરફ જો હું મારો વ્યક્તિગત અભિપ્રાય આપું તો, આ ટ્રીટમેન્ટને કારણે કોઈ મોટો તફાવત પડતો હોય તેવું મને લાગતું નથી.”

યુવકોમાં વધતો બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ

શ્લેષા આગળ જણાવે છે, “ફક્ત યુવતીઓ જ આ ટ્રીટમેન્ટ કરાવે છે તે પણ એક મોટી ગેરમાન્યતા છે. યુવકોમાં પણ આ સ્કિન વ્હાઇટનિંગનો આટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.”

“એ પણ જાણવું જરૂરી છે કે હાલના તબક્કે યુવકોમાં બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે. યુવાનો પર કોરિયન પૉપ કલ્ચરનો પ્રભાવ પણ આ ફેરફાર માટે જવાબદાર છે.”

ગ્લુટાથિઓન શું છે?

યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? બીબીસી ગુજરાતી ગુજરાત ગરબા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

આ જ કારણે તેનો ઉપયોગ ત્વચાનો રંગ ગોરો કરવા માટેના સ્કિન-લાઇટનિંગ એજન્ટ તરીકે કરવામાં આવે છે.

ચામડીના રોગોનાં નિષ્ણાત (ડર્મેટોલૉજિસ્ટ) એમડી ડૉ. સ્વનમ ગંગોપાધ્યાય બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, “ગ્લુટાથિઓન એ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતો એક ટ્રિપેપ્ટાઇડ છે, જે ગ્લુટામેટ, સિસ્ટીન અને ગ્લાયસીનથી બનેલો છે.”

તેઓ ઉમેરે છે, “તે શરીરના મુખ્ય ઇન્ટ્રાસેલ્યુલર (કોષોની અંદરના) ઍન્ટિઑક્સિડન્ટ્સમાંથી એક છે અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ નિયંત્રણ તેમજ કોષોના રક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.”

“ત્વચા વિજ્ઞાનમાં, ટાયરોસિનેઝ નામના ઍન્ઝાઇમને અટકાવવાની અને મેલેનિનનું સંશ્લેષણ બદલવાની તેની ક્ષમતાને કારણે તે સ્કિન-લાઇટનિંગ એજન્ટ તરીકે લોકપ્રિય બન્યું છે, જે સંભવિતપણે મેલેનિનના ઉત્પાદનને યુમેલેનિન (ઘાટો રંગ) તરફથી ફિઓમેલેનિન (ગોરો/શ્વેત રંગ) તરફ વાળે છે.”

ડૉ. સ્વનમ જણાવે છે, “તે ઓરલી (ગોળીઓ કે મોં વાટે), ટૉપિકલ (ક્રીમ કે ત્વચા પર લગાવવાની દવાઓ) અને ઇન્ટ્રાવેનસ (IV – નસ વાટે) પણ લેવામાં આવે છે.”

“વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ત્વચાનો રંગ ગોરો કરવા માટે વપરાતી પદ્ધતિઓ, ખાસ કરીને પારો (મર્ક્યુરી) જેવાં હાનિકારક તત્ત્વોના ઉપયોગથી જાહેર આરોગ્ય પર ઊભાં થતાં જોખમો પર ધ્યાન દોરે છે, પરંતુ ત્વચા ગોરી કરવા માટે ગ્લુટાથિઓનનો ઉપયોગ કરવાની કોઈ ચોક્કસ ભલામણ કે સમર્થન આપતી નથી.”

“અહીં મહત્ત્વનો તફાવત એ છે કે, ગ્લુટાથિઓનની ઍન્ટિઑક્સિડન્ટ તરીકેની ભૂમિકા, સ્કિન-લાઇટનિંગ માટેની કૉસ્મેટિક સારવાર તરીકે તેની અસરકારકતા કે સલામતી સ્થાપિત કરતી નથી.”

ડૉ. સ્વનમ ઉમેરે છે, “આઇવી ગ્લુટાથિઓન ખાસ કરીને તેના અનિશ્ચિત લાભો અને સંભવિત ગંભીર પ્રતિકૂળ અસરોને કારણે ચિંતાજનક છે.”

ગ્લુટાથિઓન કેવી રીતે કામ કરે છે?

ચામડીના રોગોનાં નિષ્ણાત ડૉ. નેહા પેથાણી જણાવે છે, “ગ્લુટાથિઓન શરીરમાં રહેલા યુમેલેનિનને અમુક હદ સુધી ફિઓમેલેનિનમાં (ગોરા રંગમાં) રૂપાંતરિત કરે છે. યુમેલેનિન એશિયન, ભારતીય અને આફ્રિકન વસ્તીમાં વધુ જોવા મળે છે, જે ત્વચાના રંગને શ્યામ અને ટેન કરે છે.”

ડૉ. નેહા કહે છે, “આથી ગ્લુટાથિઓન શરીરમાં આવ્યા બાદ ત્વચાના રંગમાં ફેરફાર તો કરે છે, પણ તે કેટલો ફેરફાર થશે તેની કોઈ ગૅરંટી હોતી નથી. તે જેટલું લાગે છે તેટલું સહજ રીતે કામ કરતું નથી.”

“આ ફક્ત તમારા શરીરના ડિજનરેટિવ ઑક્સિડેટિવ ડેમેજ સામે રક્ષણ આપીને તેને હકારાત્મક રીતે બૉડી ડિટૉક્સિફિકેશનનું (શરીરનાં ઝેરી તત્ત્વો દૂર કરવાનું) કામ કરવામાં મદદ કરે છે.”

શું ગ્લુટાથિઓન ખરેખર કામ કરે છે, તેની અસર ક્યાં સુધી રહે છે?

યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? બીબીસી ગુજરાતી ગુજરાત ગરબા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

સરળ ભાષામાં કહીએ તો, માત્ર ગ્લુટાથિઓન ક્રીમ સ્વરૂપે લગાડવાના બદલે માઇક્રોનીડલિંગ (ઇન્જેક્શન સારવાર) દ્વારા આપવાથી તેની અસરકારકતા વધતી જોવા મળી હતી.

ઉપરના સંશોધન પત્ર અનુસાર, ત્વચા પર લગાડવાની ક્રીમ અને ગોળી (ઓરલ) તરીકે લેવાતું ગ્લુટાથિઓન – આ બંને મધ્યમ પ્રમાણમાં ત્વચાનો રંગ ગોરો કરવાની અસર આપે છે. પરંતુ ક્રીમ લગાડવાથી ત્વચાના ચોક્કસ ભાગમાં જ અસર થાય છે અને તેનાથી આડઅસર કે નુકસાનનું જોખમ ઓછું રહે છે.

“જ્યારે ગોળીઓ લેવાથી આખા શરીર પર અસર થાય છે, પરંતુ તેની સાથે આડઅસરોનું જોખમ પણ રહેલું છે. જોકે આ અસર કાયમી રહેતી નથી અને તેનો ખર્ચ પણ અલગ-અલગ હોઈ શકે છે.”

ક્લિનિકલ ટ્રાયલ્સ અને કાયમી સુંદરતાના દાવાની વાસ્તવિકતા

ચામડીના રોગોનાં નિષ્ણાત ડૉ. સ્વનમ ગંગોપાધ્યાય જણાવે છે, “કેટલાંક નાનાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં ઓરલ (ગોળી વાટે) ગ્લુટાથિઓન દ્વારા મેલેનિન ઇન્ડેક્સમાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો. જોકે, આ અભ્યાસો ખૂબ જ મર્યાદિત છે, અને નજરે દેખાતો સુધારો, તેનું તબીબી મહત્ત્વ તેમજ લાંબા ગાળાની સલામતી હજી પણ અનિશ્ચિત છે.”

તેઓ વધુમાં ઉમેરે છે, “આઇવી (ઇન્જેક્શન/ડ્રિપ) ગ્લુટાથિઓન માટેના પુરાવા નોંધપાત્ર રીતે નબળા છે. અભ્યાસ દરમિયાન ત્વચામાં જોવા મળતો કોઈ પણ તફાવત ગ્લુટાથિઓન લેવાનું બંધ કર્યા પછી લાંબો સમય ટકી શક્યો નહોતો. આ સારવાર માટે કોઈ ચોક્કસ પ્રોટોકોલ, મેન્ટેનન્સ શિડ્યુલ કે પરિણામ ટકવાનો નિશ્ચિત સમયગાળો નક્કી નથી.”

ડૉ. સ્વનમ કહે છે, “આથી અચાનક આખા શરીરનો રંગ ગોરો થઈ જવો કે કાયમી સ્કિન-લાઇટનિંગ થવાના દાવાઓને મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓનું સમર્થન નથી. તેથી કુદરતી ત્વચાના રંગને બદલવા માટે ગ્લુટાથિઓનને માન્ય સારવાર ગણવી જોઈએ નહીં. ત્વચાનાં ચોક્કસ પિગ્મેન્ટેશન સંબંધિત રોગોની સંશોધન-આધારિત સારવાર એ તદ્દન અલગ તબીબી વિષય છે.”

સોશિયલ મીડિયા ટ્રૅન્ડ અને વૈશ્વિક તબીબી સંસ્થાઓની ભલામણ

ચામડીના રોગોનાં નિષ્ણાત (ડર્મેટોલૉજિસ્ટ) ડૉ. નેહા જણાવે છે, “અમે ગ્લુટાથિઓનનો ઉપયોગ કરતા દર્દીઓને દરેક વખતે કહેતા હોઈએ છીએ કે ધીરજ રાખો, તે ત્વચામાં જડમૂળથી ફેરફાર કરી શકશે નહીં કે આજીવન પરિણામ પણ આપશે નહીં. પરંતુ લોકો માત્ર સોશિયલ મીડિયા ટ્રૅન્ડને અનુસરીને જ અમારી પાસે આવતા હોય છે.”

ડૉ. નેહા ઉમેરે છે કે, “ઘણી વખત દર્દીને કાઉન્સેલિંગ કરતી વખતે અમે તેમને આ ટ્રીટમેન્ટનાં હકારાત્મક અને નકારાત્મક પરિણામો વિશે જણાવતાં હોઈએ છીએ. આ ટ્રીટમેન્ટની અસર મહત્તમ ત્રણથી છ મહિના સુધી જ રહે છે. ત્યારબાદ વ્યક્તિની કુદરતી ત્વચા મૂળ સ્થિતિમાં હતી તેવી થઈ જતી હોય છે.”

તેઓ સ્પષ્ટ કરતાં જણાવે છે, “કેટલી અસર થશે તે એક મોટો સવાલ છે. યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (US FDA) પણ ત્વચા ગોરી કરવા માટે તેની કોઈ ભલામણ કરતું નથી. તદુપરાંત, ‘ઇન્ડિયન ઍસોસિએશન ઑફ ડર્મેટોલૉજિસ્ટ્સ, વેનેરોલૉજિસ્ટ્સ એન્ડ લેપ્રોલૉજિસ્ટ્સ’ (IADVL) પણ માત્ર ત્વચાને સફેદ કરવા માટે ઇન્જેક્ટેબલ પ્રોડક્ટ્સ લેવાની મંજૂરી કે ભલામણ કરતી નથી.”

ગ્લુટાથિઓનની સંભવિત આડઅસરો શું છે?

યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? બીબીસી ગુજરાતી ગુજરાત ગરબા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

આ અભ્યાસમાં પાંચમી ટ્રીટમેન્ટ તરીકે જે બાબત સામેલ કરવામાં આવી છે, તે ઇન્ટ્રાવેનસ (IV) ડ્રિપ્સ (વિટામિન સી અને ગ્લુટાથિઓન) છે.

અભ્યાસ અનુસાર, ત્વચા શ્વેત કરવા, ઍન્ટિ-એજિંગ અને રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવા માટે આઇવી ડ્રિપ દ્વારા વિટામિન્સ અને ઍન્ટિઑક્સિડન્ટ્સ સીધા લોહીમાં નાખવાની ફૅશન વિશે વાત કરવામાં આવી છે, જેનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.

કોઈપણ સંસ્થાની સત્તાવાર મંજૂરી નહીં

સંશોધન અનુસાર, ત્વચા ગોરી કરવા કે ઍન્ટિ-એજિંગ માટે આઇવી ગ્લુટાથિઓન કે વિટામિન ડ્રિપ્સને કોઈપણ ત્વચા કે આરોગ્ય નિયમનકારી સંસ્થાએ સત્તાવાર મંજૂરી આપી નથી. આ સંપૂર્ણપણે ‘ઑફ-લેબલ’ અને અનિયંત્રિત છે. ફિલિપાઇન્સ જેવા દેશોમાં ગંભીર આડઅસરોને કારણે આઇવી ગ્લુટાથિઓન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે યુએસ એફડીએ (US FDA) એ પણ આ અંગે ગંભીર ચેતવણી આપેલી છે.

ડૉ. સ્વનમ ગંગોપાધ્યાય બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “ઓરલ (ગોળી વાટે લેવાતા) ગ્લુટાથિઓનથી પાચન સંબંધિત સમસ્યાનાં લક્ષણો દેખાઈ શકે છે. કૉસ્મેટિક ઉપયોગ માટે તેના લાંબા ગાળાના ઉપયોગથી કેવી સમસ્યાઓ થઈ શકે તેની માહિતી મર્યાદિત છે. ઉપરાંત, પ્રોડક્ટની ગુણવત્તા અને સપ્લીમેન્ટના દાવાઓની સચોટતા જુદી જુદી હોઈ શકે છે.”

ગંભીર આડઅસરોનું જોખમ

તેઓ વધુમાં ઉમેરે છે, “આઇવી ગ્લુટાથિઓન (ઇન્જેક્શન કે ડ્રિપ દ્વારા) લેવાથી હાઇપરસેન્સિટિવિટી રિઍક્શન થઈ શકે છે, જેમાં ગંભીર પ્રતિક્રિયાઓનો પણ સમાવેશ થાય છે. દૂષિત અથવા અયોગ્ય રીતે તૈયાર કરાયેલાં આઇવી પ્રોડક્ટ્સને કારણે ઇન્ફ્યુઝન કે ઇન્જેક્શનને લગતી ગંભીર જટિલતાઓ સામે આવી શકે છે. આ સિવાય રેનલ (કિડની સંબંધી) અને થાઇરોઇડ ડિસફંક્શન તેમજ ત્વચાની ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. જોકે વ્યક્તિદીઠ આડઅસરો જુદી જુદી હોઈ શકે છે.”

ડૉ. સ્વનમ ચેતવણી આપતાં કહે છે કે, આઇવી રૂટથી નસમાં ઇન્જેક્શન આપવું એ પ્રોડક્ટની ગુણવત્તા સાથે જોડાયેલાં જોખમો વધારે છે. અનિશ્ચિત કૉસ્મેટિક ફાયદાઓને જોતાં, ત્વચાનો રંગ સફેદ કરવા માટે આવાં ગંભીર જોખમો લેવાં યોગ્ય નથી.

કૅન્સર કીમોથેરપીમાંથી સ્કિન-લાઇટનિંગ ટ્રૅન્ડ સુધીની સફર

યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? બીબીસી ગુજરાતી ગુજરાત ગરબા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ચામડીના રોગોના નિષ્ણાત (ડર્મેટોલૉજિસ્ટ) ડૉ. નેહા પેથાણી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, “ગ્લુટાથિઓન આપણા શરીરમાં કુદરતી રીતે હાજર હોય છે અને તે શરીરમાં ઉત્પન્ન થતા ઑક્સિડેટિવ નુકસાનનો સામનો કરવા માટે અત્યંત સારો ઍન્ટિઑક્સિડન્ટ છે.”

તેઓ ઉમેરે છે, “તે આપણા શરીરની અંદર જે ફ્રી ઑક્સિજન રેડિકલ્સ ઉત્પન્ન થાય છે, તેના ઑક્સિજન રેડિકલ સ્કેવેન્જર (દૂર કરનાર તત્ત્વ) તરીકે કામ કરે છે.”

“ફક્ત ગ્લુટાથિઓન જ નહીં, પરંતુ અન્ય પણ ઘણાં ઍન્ટિઑક્સિડન્ટ્સ હોય છે જે શરીરમાં રોજિંદા જીવનમાં જોવા મળતા હોય છે. ખરેખર તો ગ્લુટાથિઓન ઘણા સમય પહેલાંથી જ વ્હાઇટનિંગ એજન્ટ તરીકે પ્રમોટ થવાનું શરૂ થયું હતું.”

ડૉ. નેહા જણાવે છે, “શરૂઆતમાં તેનો ઉપયોગ કૅન્સરની કીમોથેરપીની સારવારમાં થતો હતો, જ્યાં કીમોથેરપીના કારણે કૅન્સરના દર્દીઓના નોર્મલ કોષો (સેલ્સ) ડૅમેજ થતા હતા. આ નુકસાનની અમુક હદે ભરપાઈ કરવા માટે તેનો ઉપયોગ થતો હતો.”

“ત્યારબાદ એવું જાણવા મળ્યું કે આનાથી દર્દીની સ્કિનનો રંગ શ્વેત થાય છે, અને પછી ધીમે ધીમે તેને સ્કિન-લાઇટનિંગ એજન્ટ તરીકે પ્રમોટ કરવાનું શરૂ કરાયું હતું.”

તેઓ વધુમાં કહે છે, “હવે આ ટ્રૅન્ડ તો ઘણાં વર્ષોથી અસ્તિત્વમાં છે, પરંતુ છેલ્લાં ત્રણ કે ચાર વર્ષમાં તે ખૂબ જ ઝડપથી વધ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તાજેતરમાં યુવા પેઢીમાં સોશિયલ મીડિયા પર આ ટ્રૅન્ડ સતત વધતો જાય છે.”

ઉંમર અને પર્યાવરણીય પરિબળોની અસર

ડૉ. નેહા આગળ જણાવે છે, “ઑક્સિજન રેડિકલ સ્કેવેન્જર્સ જન્મથી જ શરીરમાં હોય છે, પરંતુ વય વધતાં સમયાંતરે તેનું પ્રમાણ ઘટતું જાય છે. ઉંમર વધવી, ક્રૉનિક સ્ટ્રેસ, કોઈ બીમારી, પર્યાવરણીય ટૉક્સિન્સ (ઝેરી તત્ત્વો), ધૂમ્રપાન અને પોષણનો અભાવ – આ બધાં પરિબળો ઑક્સિજન રેડિકલ સ્કેવેન્જર્સને ઓછા કરે છે.”

“પરિણામે ઑક્સિડેટિવ સ્ટ્રેસ સામે પ્રતિકાર કરવાની ક્ષમતા પણ ઘટે છે. તેના કારણે લોકો માત્ર ગ્લુટાથિઓન જ નહીં, પણ તેની સાથે વિટામિન સી અને અન્ય ઍન્ટિઑક્સિડન્ટ્સ પણ લેતા હોય છે.”

ગોરી ત્વચાને લઈને ભારતીય યુવાનોમાં શું દૃષ્ટિકોણ છે?

યુવાઓમાં નવરાત્રીમાં વધતો ગ્લુટાથિઓનનો ટ્રેન્ડ કઈ માનસિકતા સૂચવે છે, શું ખરેખર ત્વચાને સફેદ કરે છે? શું છે તેની આડઅસરો? બીબીસી ગુજરાતી ગુજરાત ગરબા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ડૉ. સ્વનમ ગંગોપાધ્યાય જણાવે છે, “ભારતમાં ગોરી ત્વચા પ્રત્યેનો મોહ એ માત્ર તાજેતરનો સોશિયલ મીડિયા ટ્રૅન્ડ નથી. તે ‘રંગભેદ’ તરીકે ઓળખાતી એક જૂની પ્રથાનો ભાગ છે, જેમાં ગોરી ત્વચાને અવારનવાર સુંદરતા, આકર્ષણ, સામાજિક પ્રતિષ્ઠા અને કેટલાક કિસ્સાઓમાં લગ્નની તકો તેમજ સફળતા સાથે જોડવામાં આવે છે.”

“ઐતિહાસિક, સામાજિક વંશવેલો, સંસ્થાનવાદી અસરો, પારિવારિક અપેક્ષાઓ, જાહેરાતો અને ફેરનેસ-પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રી આ બધાએ આ માનસિકતા બનાવવામાં યોગદાન આપ્યું છે. વધુમાં સોશિયલ મીડિયા પણ ફિલ્ટર્સ, ઇન્ફ્લુએન્સર ઍન્ડોર્સમેન્ટ્સ અને સુંદરતાના ચોક્કસ માપદંડો દ્વારા તેને વધુ પ્રોત્સાહન આપે છે.”

“જોકે, ભારતીય યુવાનો એક સમાન જૂથ નથી. ઘણા યુવાનો હવે વિવિધ પ્રકારનાં સ્કીન ટોન, ત્વચાના સ્વાસ્થ્ય અને વ્યક્તિગત અભિવ્યક્તિને મહત્ત્વ આપે છે, જ્યારે બીજી તરફ કેટલાક યુવાનો હજુ પણ ગોરા થવાનું દબાણ અનુભવે છે.”

“ત્વચાના નિષ્ણાત તરીકે મારું માનવું છે કે, અમારી ભૂમિકા વ્યક્તિની કૉસ્મેટિક પસંદગીઓનો નિર્ણય કરવાની નથી, પરંતુ સચોટ માહિતી આપવાની છે, રંગભેદની ધારણાઓને પ્રોત્સાહન ન આપવાની અને ત્વચાની બીમારીઓના કારણે થતા પિગ્મેન્ટેશનની સારવાર તથા કુદરતી ત્વચાનો રંગ બદલવાના પ્રયાસો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાની છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS