Home તાજા સમાચાર gujrati સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : ‘વિકૃત’ અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : ‘વિકૃત’ અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

ઍન્ડ્રૂ કૉલ્સ ચર્ચમાં ગાયકસમૂહ સાથે ગાય છે, સ્થાનિક કન્ઝર્વેટિવ પાર્ટીના રાજકારણમાં સક્રિય છે અને એક સમયે મેટ્રોપોલિટન પોલીસના અન્ડરકવર અધિકારી તરીકે કામ કરી ચૂક્યા છે. આવા અધિકારીઓને ‘સ્પાય કૉપ’ એટલે કે પોલીસના જાસૂસ પણ કહેવામાં આવે છે.

જૅસિકા (આ સાચું નામ નથી) એક પશુઅધિકાર કાર્યકર્તા છે. તેમનો આરોપ છે કે કૉલ્સે છેતરપિંડી કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આ કહાણી સેક્સ અને જૂઠાણાંની છે. પરંતુ સાચું કોણ બોલે છે?

66 વર્ષના કૉલ્સ કૅમ્બ્રિજશાયરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ઘાસની છતવાળી એક ઝૂંપડીમાં પત્ની અને પોતાના ગ્રેહાઉન્ડ કૂતરા સાથે રહે છે.

તેઓ બ્રૉડકાસ્ટર રેવરન્ડ રિચર્ડ કૉલ્સના ભાઈ છે.

પરંતુ 1990થી 1995 દરમિયાન તેમણે મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ (MPS)ની અન્ડરકવર સ્પેશિયલ ડેમન્સ્ટ્રેશન સ્ક્વૉડ (SDS)માં કામ કર્યું હતું. આ ટુકડી રાજકીય સંગઠનો અને વિરોધપ્રદર્શનો સાથે સંકળાયેલાં જૂથોમાં ઘૂસણખોરી કરતી હતી.

છેલ્લા એક દાયકાથી અન્ડરકવર પોલીસિંગ ઇન્ક્વાયરી (UCPI) આ ટુકડીની કામગીરીની તપાસ કરી રહી છે.

પોલીસ કમિશનર સર માર્ક રૉલીએ લખ્યું હતું, “મેટ્રોપોલિટન પોલીસે સ્વીકાર્યું છે કે ઍન્ડ્રૂ કૉલ્સે જૅસિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તપાસપંચ સમક્ષ તેમણે સત્ય ન જણાવ્યું તે બદલ પોલીસને ખેદ છે.”

કૉલ્સ પર એવો આરોપ પણ છે કે, તેમણે પોતાના સાથી અધિકારીઓને પણ આવા જ સંબંધો બાંધવાની સલાહ આપી હોય એમ જણાય છે.

તેઓ પોતાની સામેના આરોપોને સખત શબ્દોમાં નકારે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે તેઓ પોતે જ છેતરપિંડીનો ભોગ બન્યા છે.

તેઓ કહે છે, “આ તો માત્ર બદલો લેવાની વાત છે, બીજું કંઈ નહીં.”

બીબીસી ગુજરાતી જૅસિકા (આ સાચું નામ નથી) એક પશુઅધિકાર કાર્યકર્તા છે. તેમનો આરોપ છે કે કૉલ્સે છેતરપિંડી કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી
બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

બીબીસીને આપેલી ખાસ મુલાકાતમાં કૉલ્સ કહે છે કે એક સારા અન્ડરકવર પોલીસ અધિકારીમાં મુશ્કેલીઓ સામે ટકી રહેવાની ક્ષમતા, બહાદુરી અને નિર્દયતાથી કામ કરવાની તૈયારી જેવા ગુણો હોવા જોઈએ.

છેતરપિંડી કરવાની આવડત?

“મને લાગે છે કે હા,” તેઓ કહે છે. “જોકે, મારું વર્તન મારા અસલ સ્વભાવથી બહુ અલગ નહોતું.”

કૉલ્સનું વર્તમાન જીવન તેમના ભૂતકાળના ગુપ્ત પ્રકારના પોલીસકામથી સાવ અલગ છે. તેઓ કહે છે કે એ વખતે ક્યારેક લોકોનો વિશ્વાસ જીતવા અને પોતાની અસલી ઓળખ છુપાવી રાખવા માટે તેમણે કાયદો પણ તોડવો પડતો હતો.

“મેં ગાંજો પીધો હતો. એ જરૂરી હતું. તમારે બીજા લોકોનો ભરોસો જીતવો પડે,” તેઓ કહે છે.

“મને લીંબુનો રસ કાઢવાની બૉટલ આપવામાં આવી હતી, જેમાં કથિત રીતે ઍસિડ ભરેલું હતું. એ ઍસિડ મેં કસાઈની દુકાનની બારી પર છાંટ્યું હતું.”

“હું મરઘાંના એક ફાર્મ પર દરોડો પાડવાની કાર્યવાહીમાં પણ સામેલ હતો. એ વખતે કેટલાંક મરઘાં ચોરી લેવામાં આવ્યાં હતાં અને મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

કૉલ્સ મેટ્રોપોલિટન પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. એક દિવસ તેમને અન્ડરકવર કામગીરી માટે પસંદ કરવામાં આવ્યા. એ વખતે સ્પેશિયલ ડેમન્સ્ટ્રેશન સ્ક્વૉડ (SDS)ની સ્થાપનાને 20 વર્ષથી વધુ સમય વીતી ગયો હતો.

એક મૃત બાળકનું નામ ‘ઍન્ડી ડેવી’ અપનાવીને તેમણે ઍનિમલ લિબરેશન ફ્રન્ટ સાથે સંપર્કો કેળવવાનું શરૂ કર્યું. આ સંગઠન ઉગ્રવાદી અને સીધી કાર્યવાહી કરનારું જૂથ હતું.

“આ કામ દરેકને માફક આવે એવું નહોતું. પરંતુ કેટલાક અત્યંત જોખમી લોકોથી સમાજના લોકોને બચાવવાનું કામ મેં કર્યું હતું. મને લાગે છે કે મેં મારું કામ સારી રીતે કર્યું,” તેઓ કહે છે.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

1991માં જૅસિકા પહેલી વાર ડેવીને મળ્યાં હતાં.

એ વખતે તે 19 વર્ષનાં હતાં. તે યાદ કરતાં કહે છે કે, એ વખતે તેઓ ભોળા હતાં. પૂર્વ લંડનમાં અન્ય લોકો સાથે એક મકાનમાં રહેતાં જૅસિકા જીવનમાં કંઈક નવું કરવા અને રોમાંચક અનુભવો મેળવવા માગતાં હતાં.

હવે 54 વર્ષનાં જૅસિકાને ડેવી એક અણઘડ અને પોતાનાથી મોટી ઉંમરના માણસ તરીકે યાદ છે. તે વૅન ચલાવતા હતા, અને આ વાતને કારણે જૅસિકાના નજીકના મિત્રવર્તુળમાં રહેલા સમાન વિચારધારા ધરાવતા કાર્યકરોને તે ગમવા લાગ્યા હતા.

“મોડી સાંજે તેઓ અમારા ઘરે આવતા અને તેને ત્યાંથી રવાના કરવાનું અમારા માટે મુશ્કેલ બની જતું,” તેઓ કહે છે.

“પછી એક રાત્રે તેમણે કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના મને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો. એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની મારામાં હિંમત નહોતી. આમ, તેઓ મારા પહેલા કહી શકાય એવા બૉયફ્રૅન્ડ બન્યા.”

પરંતુ જૅસિકા માનતાં હતાં, તેમ તેમની ઉંમર 24 વર્ષની નહોતી. તેઓ 32 વર્ષના હતા, પરણેલા હતા અને તેમને બાળકો પણ હતાં.

તેઓ શિકારવિરોધી કાર્યકર્તા પણ નહોતા. હકીકતમાં, ઍનિમલ લિબરેશન ફ્રન્ટ (ALF) સામે ચાલી રહેલી ફોજદારી તપાસના ભાગરૂપે તે ગુપ્ત રીતે માહિતી એકઠી કરી રહ્યા હતા. સંગઠનના કેટલાક સભ્યોને આગ લગાડવા અને બૉમ્બ વિસ્ફોટ કરવાના ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

“તેમણે મને પોતાની જાળમાં ફસાવી હતી,” જૅસિકા કહે છે. “અઠવાડિયામાં ઘણી વાર તે મારા પલંગમાં મારી સાથે સૂતા હતા. એ વખતે મને ખબર જ નહોતી કે તે ખરેખર કોણ છે.

“આને બળાત્કાર તરીકે વર્ણવવો મુશ્કેલ છે, પરંતુ તેમને ખબર હતી કે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો મારી સંમતિ વિરુદ્ધ હતો.”

કૉલ્સે એક વાર જૅસિકાના પલંગમાં તેની સાથે સૂવાની વાત સ્વીકારી છે, પરંતુ તેમની વચ્ચે કદી કોઈ શારીરિક સંબંધ બંધાયો નહોતો, એવો તેનો દાવો છે.

“તેની કહાણી સાચી નથી, જરાય સાચી નથી,” તે ભારપૂર્વક કહે છે. જોકે, પુરાવાઓનું મહત્ત્વ કેટલું છે એ વિશે પૂછવામાં આવતાં તેઓ સ્વીકારે છે, “આ પુરાવાઓને ખોટા સાબિત કરવા ખૂબ મુશ્કેલ છે.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

આ પુરાવાઓમાં હાથ વડે લખાયેલા બે પત્રોનો પણ સમાવેશ થાય છે. ફ્રાન્સમાં રહેતાં જૅસિકાએ 1993માં આ પત્રો પોતાની ખાસ મિત્રને લખ્યા હતા.

પહેલા પત્રમાં તે લખે છે: “આ ખરેખર વિચિત્ર છે, પણ હું હજી પણ ઍન્ડી સાથે સંબંધમાં છું.”

બીજા પત્રમાં તે લખે છે: “[ઍન્ડીએ] મને બીજા લોકો સાથે સંબંધ બાંધવાનું સૂચન કર્યું હતું. તેમનું કહેવું હતું કે જો હું અહીં વધુ એક વર્ષ રહેવાનું નક્કી કરું, તો અમારી વચ્ચે શારીરિક સંબંધો માટે પૂરતી તક નહીં રહે.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

આ પત્રો ક્યાંથી આવ્યા અને ક્યારે લખાયા હતા, એ વિશે કૉલ્સનું કહેવું કંઈક જુદું છે.

“એટલે પહેલો પત્ર એ જ સમયે લખાયો હોઈ શકે. પરંતુ બીજા પત્રમાં જે વાતો લખેલી છે એ તદ્દન બકવાસ છે. મને લાગે છે કે એ પત્ર ઘણા સમય પછી લખવામાં આવ્યો હતો અને પુરાવાઓના દસ્તાવેજોમાં પાછળથી ઉમેરવામાં આવ્યો હતો,” તેઓ કહે છે.

“બીજા પત્રની હસ્તાક્ષરશૈલી તેના મૂળ પત્રની હસ્તાક્ષરશૈલીથી સાવ અલગ છે. મૂળ પત્રમાં લખાણ લગભગ બાળકના લખાણ જેવું અસ્તવ્યસ્ત છે, જ્યારે બીજા પત્રમાં અક્ષરો સુંદર અને એકબીજા સાથે જોડાયેલા છે.”

જૅસિકાએ એ જ સમયગાળાના બીજા કેટલાક પત્રો પણ બીબીસીને બતાવ્યા હતા. તેમાં પણ હસ્તાક્ષરશૈલીમાં સ્પષ્ટ તફાવત જોવા મળે છે.

“હું ધીમે લખું તો મારું લખાણ સુઘડ થઈ શકે છે. પરંતુ ઉતાવળમાં લખતી હોઉં કે ગુસ્સામાં હોઉં ત્યારે મારું લખાણ સાવ જુદું હોય છે,” તેઓ કહે છે.

“આ પત્રોમાં લખેલી વાતો ખરેખર શરમજનક છે. મારે કંઈક બનાવટ કરીને લખવું હોત, તો તેમાં આટલી બધી અસહ્ય અને શરમજનક વિગતો ન હોત.”

હસ્તાક્ષરવિશેષજ્ઞ કૅટ બારે બીબીસીને જણાવ્યું હતું કે જૅસિકાની હસ્તાક્ષરશૈલીમાં “ફેરફાર જોવા મળતો હતો” અને શક્ય છે કે બંને પત્રો તેણે લગભગ એક જ સમયગાળામાં લખ્યા હોય.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

થેરેસા મેએ 2015માં શરૂ કરેલી અન્ડરકવર પોલીસિંગ ઇન્ક્વાયરી (UCPI) અનેક આક્ષેપોની તપાસ કરી રહી છે. તેમાં પોલીસ અધિકારીઓએ મહિલાઓને છેતરીને તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાના, હત્યા કરાયેલા કિશોર સ્ટીફન લૉરેન્સના પરિવાર પર જાસૂસી કરવાના, મૃત બાળકોનાં નામ અપનાવવાના અને કોઈ વાજબી કારણ વિના વિવિધ સંગઠનોમાં ઘૂસણખોરી કરવાના આક્ષેપોનો સમાવેશ થાય છે.

2024માં તપાસપંચ સમક્ષ જુબાની આપતી વખતે કૉલ્સને તેમના ગુપ્ત અહેવાલોમાં મહિલા કાર્યકરોના “સારા દેખાવ” વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા.

તેમને પૂછવામાં આવ્યું હતું, “તમે જે મહિલાઓ સાથે સંપર્કમાં રહેતા હતા, તેમના શારીરિક આકર્ષણ વિશે તમારા મનમાં વિચારો આવતા હતા?”

કૉલ્સે જવાબ આપ્યો, “મારા પોતાના કિસ્સામાં તો નહીં, પરંતુ એ બાબત પર ચોક્કસપણે… ધ્યાન આપવામાં આવતું હતું.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

ત્યાર પછી કૉલ્સને વિવિધ સાક્ષીઓનાં નિવેદનો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. આમાંના ઘણાં સાક્ષીઓ જૅસિકાને ઓળખતા પણ નહોતા. તેમણે કૉલ્સને “સેક્સ માટે પાછળ પડનારા માણસ”, “વિકૃત માણસ” અને “સ્ત્રીઓ પાછળ લાળ ટપકાવનાર” જેવા શબ્દોમાં વર્ણવ્યા હતા.

કેટલાક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે કૉલ્સ મહિલાઓની પાછળ પડતા અને તેમની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરતા હતા.

ત્રણ લોકોએ તો કૉલ્સને તેમની વૅનમાં જૅસિકા સાથે ‘અંતરંગ’ સ્થિતિમાં જોયા હોવાનો અથવા જૅસિકાના બેડરૂમમાંથી માત્ર ચડ્ડી પહેરીને બહાર નીકળતા જોયા હોવાનો દાવો કર્યો હતો.

કૉલ્સ કહે છે કે આ બધી વાતો “સંપૂર્ણપણે ઉપજાવી કાઢેલી” છે.

તેઓ ઉમેરે છે, “તેઓ મારી સામે બદલો લેવા માગે એમાં નવાઈ શી?”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

કૉલ્સના પ્રખ્યાત ભાઈએ અણધારી રીતે તેની ગુપ્ત ઓળખ જાહેર કરી દીધી હતી. તેમણે 2014માં પ્રકાશિત પોતાની આત્મકથામાં લખ્યું હતું: “મારા મોટા ભાઈ ઍન્ડીના જીવનમાં પણ અનેક નાટકીય ઘટનાઓ બની હતી.”

“તેઓ સ્પેશિયલ બ્રાન્ચમાં જોડાયા હતા અને અન્ડરકવર અધિકારી તરીકે કામ કરતા હતા. એક ભયજનક સંગઠનમાં ઘૂસણખોરી કરીને તે બેવડું જીવન જીવતા હતા, જ્યારે તેમનાં પત્ની અને નાની દીકરીને તેમની અનિયમિત મુલાકાતોથી સંતોષ માનવો પડતો હતો.”

2018માં અન્ડરકવર પોલીસિંગ ઇન્ક્વાયરી (UCPI) સમક્ષ એ વાતની પુષ્ટિ થઈ હતી કે કૉલ્સ જ ઍન્ડી ડેવી હતા, જેને ગુપ્ત કામગીરીમાં ઑપરેટીવ HN2 તરીકે ઓળખવામાં આવતા હતા.

શું પોતાના ભાઈએ આત્મકથામાં આ વાતો લખી તેનો તેમને અફસોસ છે?

કૉલ્સ કહે છે, “તેણે આ વાતો ન લખી હોત તો મારા માટે સહેલું હોત. પરંતુ મને તેની સામે કોઈ રોષ નથી. એ મારો ભાઈ છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. એટલે મારા માટે આ કોઈ મુદ્દો નથી.”

આ સત્ય બહાર આવવાથી જૅસિકાને વધુ મોટો આઘાત લાગ્યો હતો. એ વખતે તે પોતાનો વ્યવસાય અને આર્ટ સ્ટુડિયો શરૂ કરવાની તૈયારી કરી રહી હતી.

“મારું સમગ્ર વિશ્વ અચાનક પડી ભાંગ્યું.” તેઓ કહે છે.

“તેમણે આ માણસને ઊભા કર્યા, પછી તેને મારા જીવનમાં અને મારા પલંગ સુધી પહોંચાડ્યા. આ મારા અસ્તિત્વનું ઘોર ઉલ્લંઘન હતું. જાણે રાજ્યે જ મારી સાથે બળાત્કાર કર્યો હોય એવું લાગ્યું.

“તેઓ મારાં માતાપિતા અને મારા મિત્રો પર જાસૂસી કરતા હતા. શા માટે? હું તો શિકાર રોકવા માટે કામ કરતી કાર્યકર્તા હતી. મારો કોઈ ગુનાહિત રેકૉર્ડ નથી… અને આ બધા અધિકારીઓ તો મરઘાંને બચાવવાનો પ્રયાસ કરતા લોકો પર નજર રાખતા હતા.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

2012માં મેટ્રોપોલિટન પોલીસની નોકરી છોડ્યા પછી કૉલ્સ પીટરબરો સિટી કાઉન્સિલના સભ્ય બન્યા હતા. તેમણે કૅમ્બ્રિજશાયરના નાયબ પોલીસ અને ગુના નિયંત્રણ કમિશનર તરીકે પણ કામ કર્યું હતું.

પરંતુ તેમની ગુપ્ત ઓળખ બહાર આવ્યા પછી તેમની સામેનો વિરોધ સતત વધતો ગયો.

જૅસિકા અને તેના સમર્થકોએ કૉલ્સ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. તેમણે કૉલ્સને મહિલાઓનું શોષણ કરનાર ગણાવ્યા અને કાઉન્સિલની બેઠકો દરમિયાન વિરોધપ્રદર્શનો કર્યાં.

કૉલ્સ કહે છે, “તેઓ કાઉન્સિલના નેતાને મળ્યા હતા. મેં જે સખાવતી સંસ્થાઓ સાથે કામ કર્યું છે, તેમને પત્રો લખીને કહ્યું હતું કે ‘આ માણસ પર વિશ્વાસ ન કરતા.’ તેમણે પત્રિકાઓ પણ વહેંચી હતી.

“આ બધું થકવી નાખે એવું છે અને હજી વધુ હિંસા થવાની ધમકી હંમેશાં રહે છે.”

પીટરબરો કન્ઝર્વેટિવ ઍસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ કૉલ્સ 2024માં કાઉન્સિલની ચૂંટણી હારી ગયા હતા. ત્યારથી તે બે વાર ફરી ચૂંટણી લડ્યા, પરંતુ બંને વખત નિષ્ફળ રહ્યા.

જૅસિકા કહે છે, “તેમણે હોદ્દા પર હોવું ન જોઈએ. જ્યારે મારો તેમની સાથે સંબંધ હતો ત્યારે પણ તેઓ હોદ્દા પર હતા અને તેમણે એ સત્તાનો સૌથી ખરાબ રીતે દુરુપયોગ કર્યો હતો.”

શું જૅસિકા વ્યક્તિગત અદાવતને કારણે આ બધું કરી રહ્યાં છે?

તેઓ કહે છે, “ના. લોકો આ વાત જાણે એ જરૂરી છે. હું નથી ઇચ્છતી કે તે બીજા કોઈની સાથે આમ કરે.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

2019માં પીટરબરોની એક વસાહતમાં કૉલ્સનો જૅસિકા સાથે સામનો થયો હતો.

તે કહે છે, “હું ફરીને જોઉં તો તેઓ મારાથી અને મારા એક સાથીદારથી લગભગ દસ ફૂટ દૂર ઊભા હતા. તેણે કૅમેરો મારા ચહેરા સામે ધરીને અમારું શૂટિંગ શરૂ કર્યું અને કહેવા લાગ્યા, ‘તમે જેલમાં જશો.’

“30 વર્ષમાં તે પહેલી વાર મારી આટલી નજીક આવ્યા હતા. મારે બસ ત્યાંથી દૂર જતું રહેવું હતું.”

કૉલ્સ સ્વીકારે છે કે પોતે એક વ્યક્તિના હાથમાંથી “કેટલીક પત્રિકાઓ ઝૂંટવી લીધી હતી.”

તે કહે છે, “મને ચિંતા એ હતી કે તેઓ ચૂંટણીનાં પરિણામોને અસર કરવા માટે સામગ્રી વહેંચી રહ્યાં હતાં.

“ત્યાર પછી તેમણે ચોરી અને ઈજા પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. એ વખતે પોલીસે મારી તપાસ કરી હતી, પરંતુ એમાંથી કંઈ નીકળ્યું નહોતું.”

2017માં મેટ્રોપોલિટન પોલીસે જૅસિકા સાથેના કૉલ્સના કથિત સંબંધની તપાસ કરી હતી.

તેમની સામે કોઈ ફોજદારી આરોપ મૂકવામાં આવ્યો નહોતો. જોકે, તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમણે અગાઉ પોલીસની નોકરી છોડી ન હોત, તો તેની સામે ગંભીર ગેરવર્તણૂક અંગેની સુનવણી થઈ હોત.

‘પોલીસ સ્પાઇઝ આઉટ ઑફ લાઇવ્સ’ નામનું અભિયાન ચલાવતા જૂથનું કહેવું છે કે અન્ડરકવર અધિકારીઓએ 60થી વધુ મહિલાઓને છેતરીને તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

જૅસિકા અને અન્ય આઠ મહિલાઓની આ મામલે સત્તાવાર માફી માગવામાં આવી છે અને લાખો પાઉન્ડના વળતરમાંથી તેમનો હિસ્સો પણ મળ્યો છે.

આમાંના કેટલાક પોલીસ અધિકારીઓએ કૉલ્સે 1995માં લખેલી ‘ટ્રેડક્રાફ્ટ મૅન્યુઅલ’ નામની ખાસ માર્ગદર્શિકામાંથી સૂચનાઓ મેળવી હતી.

‘શારીરિક સંબંધો’ શીર્ષક હેઠળ તેમણે લખ્યું હતું: “કોઈ કાર્યકર્તા (જેને તેઓ ‘વેરી’ કહેતા હતા) સાથે સંબંધ બાંધવા સિવાય બીજો કોઈ રસ્તો ન હોય, તો તમારે એવો સંબંધ બાંધવાનો પ્રયાસ કરવો જોઈએ જે થોડા સમયનો હોય અને ખરાબ રીતે પૂરો થાય.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

શું કૉલ્સ અધિકારીઓને તેઓ જાસૂસી કરી રહ્યા હતા એવી મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પ્રોત્સાહિત કરતા હતા ?

તે કહે છે, “ના, હું સંબંધોની વાત કરતો હતો. કોઈ તમારામાં રસ લેવા લાગે અને વાત માત્ર મિત્રતા કરતાં આગળ વધે, તો એ સંબંધ તોડવા માટે તમે કંઈક કરી શકો છો.”

પરંતુ એ વિભાગનું શીર્ષક ‘શારીરિક સંબંધો’ છે.

“હા, મને ખબર છે. એ શીર્ષક જોયું ત્યારે મને પણ આશ્ચર્ય થયું હતું, કારણ કે મને નથી લાગતું કે એ મેં લખ્યું હતું,” તેઓ ઉમેરે છે.

તેમ છતાં, કૉલ્સની સલાહ હેઠળ તાલીમ પામેલા કેટલાક અધિકારીઓએ પાછળથી કાર્યકરો સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધો જાળવી રાખ્યા હતા. શું આ માટે તે પોતાની જાતને પણ કંઈક અંશે જવાબદાર માને છે?

તે કહે છે, “તેમની કામગીરીનું સંચાલન કરવાની જવાબદારી મારી હોત, તો ચોક્કસપણે હું જવાબદાર ગણાત. પરંતુ હું તો તેમને માત્ર આ કામના સિદ્ધાંતોની તાલીમ આપતો હતો.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી

હવે દક્ષિણ ઇંગ્લૅન્ડમાં રહેતાં જૅસિકા અભિયાન ચલાવતાં ન હોય ત્યારે ગિની પિગને પોતાના ઘરે રાખીને તેમની સંભાળ લે છે. તે કહે છે કે કૉલ્સ સાથેના સંબંધની અસર તેના પર હંમેશાં રહેશે.

“મને લાગે છે કે આ મારી પ્રામાણિકતા પર હુમલો છે. મારે લડતા રહેવું પડે છે. આપણે બધાએ લડતા રહેવું જોઈએ, કારણ કે આવું બીજા કોઈની સાથે ન થવું જોઈએ.”

શું જેસિકા ક્યારેય કૉલ્સના વિચારોમાં આવે છે?

તેઓ કહે છે, “હું તેના વિશે વિચારતો નથી. એ મારા જીવનનો ઘણો જૂનો અને દૂરનો ભૂતકાળ છે. આજે એનો કશો સંબંધ નથી.”

અન્ડરકવર પોલીસિંગ ઇન્ક્વાયરી (UCPI) નક્કી કરેલા સમય કરતાં ઘણાં વર્ષો પાછળ ચાલી રહી છે અને તેની તપાસ ક્યારે પૂરી થશે તેની તારીખ હજી નક્કી થઈ નથી.

આગામી વર્ષે તેના નિવૃત્ત થતા અધ્યક્ષ સર જૉન મિટિંગ એ અંગે ચુકાદો આપે એવી અપેક્ષા છે કે હકીકતમાં કૉલ્સ સાચું બોલે છે કે જૅસિકા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS